________________
શ્રી નેમિનાથજી , 955
છે, તે પોતાના અંતરમાં રહેલ નિજ-પરમાત્મા કે જે વ્યવહારે નેમિપ્રભુ છે, તેને પામવા તલસી રહી છે, દરેક ભવે ભવે, તે ચેતના પોતાના અંતરના ઉઘાડને કરતી સ્વયં વિલસી રહી છે. અંતરાત્મભાવ પ્રગાઢ બની રહ્યો છે. દર્શન મોહનીય કર્મના ઉદયથી પ્રાપ્ત જડતાને શિથિલ કરી રહી છે. એ આંતર ચેતના સવિશેષ ઉઘાડ પામવા મંથન કરી રહી છે.
સંસારનો પ્રેમ એ પ્રેમ નથી પણ વિષ છે. એ વિષ વેલડીને કાપીએ તો જ પરમાત્મ પ્રેમરૂપી કલ્પતરૂ પુષ્ટિ પામે. આંતર ચેતનાનો ઉઘાડ જેમ જેમ થતો જાય છે તેમ તેમ સંસારનો પ્રેમરૂપી કલ્પતરૂ કે જે હકીકતમાં વિષવેલડી છે, તે છેદતી જાય છે. બહિરાત્મભાવ, શુભાશુભ ભાવોમાં રાચવાપણું, પ્રકૃતિમાં મહાલવાપણું, કર્તાપણાના અહંકારને પોષવાપણું આવા બધા અજ્ઞાનભાવોમાં વિશેષ વિશેષ જકડાઈને આ જીવે ધતુરા જેવા વિષવૃક્ષના ઝુંડના ઝુંડ જ ઉગાડ્યાં હતાં, તેમાં જ્યારે નિજચૈતન્ય સત્તાનો અવબોધ થયો, સુખની પરિભાષાની તાત્વિકરૂપે ઓળખાણ થઈ ત્યારે ચેતના જેને પૂર્વમાં પ્રેમ કલ્પતરૂ માનતી હતી, તેને હવે માત્ર વિષવૃક્ષ-ધ_રવૃક્ષને પોષવા સમાન નિરર્થક જાણી. નિજના ઊંડાણમાં દષ્ટિ કરતાં પોતાની સત્તા, પોતાનો અવબોધ, ચૈતન્યની અનુભૂતિમાં લીનતા સધાતા સ્વયંના તેજને ઓળખ્યું અને જણાયું કે પૂર્વમા –
. ૧) આત્માના અનાદિ-અનંત અસ્તિત્વનો સ્વીકાર ન કર્યો, તેનો નિષેધ કર્યો, આત્માના ધ્રુવસ્વભાવની દૃષ્ટિ ન કરી, આત્માના નિર્વિકારી સ્વભાવની શ્રદ્ધા ન કરી, તેથી જ સાદિ-સાંત આયુષ્યની યોગ્યતા પ્રાપ્ત થઈ.
૨) સ્વયંનું સ્વરૂપ જે અનાદિ-અનંત, અખંડ, અતીન્દ્રિય જ્ઞાનમય છે, તેને ન જાણું, તેની શ્રદ્ધા ન કરી, તેની વિરાધના કરી, તો ખંડ
કેવળજ્ઞાનાવરણીયકર્મને હઠાવવા માટે મોહનીયકર્મનો નાશ કરવાનો છે.