________________
શ્રી નેમિનાથજી
933
બોધ થતાં જ્ઞાન સમ્યગ્ જ્ઞાનરૂપે પરિણમવા માંડ્યું, ઉપયોગમાં જ્ઞાન, જ્ઞાનરૂપે વેદાયું. પર્યાયની સત્તા, ધ્રુવની સત્તાથી ભિન્ન છે અને પર્યાય પોતાના ષટ્કારકથી સ્વતંત્ર પરિણમે છે. પર્યાયનું ઉપાદાન તે તે સમયની પર્યાયક્ષણ છે. પર્યાયક્ષણ જ પર્યાયની જન્મદાતા છે. એ ખ્યાલ આવતા પર્યાયની રમણતા ગઈ, ગુણોની પર્યાયમાં સ્પર્શના થઇ. આમ પર સમયમાંપરભાવોમાં રાચવાપણું જે હતું, જે પરાવલંબન હતું તે ગયું ને સ્વાવલંબન વિકસ્વરતાને પામ્યું. સ્વ-સમયની અંતરાત્મભાવથી ઝાંખી થઇ. ધ્યાનનો વિષય પહેલા જે પ્રકૃતિ તત્ત્વના મૂળધર્મો હતા તે આત્મભાવને, અંતરાત્મભાવને પામવાથી ધ્યાનનો વિષય હવે આત્મજ્ઞાન થયો. આમ પહેલા જ્ઞેયતત્વ બહારનું જગત હતું તે હવે જ્ઞપ્તિરુપે પ્રકાશ્યું. આમ પ્રમેયપણું- બહિરાત્મપણું જતાં પ્રમાતા-ચૈતન્ય પુરુષની જાગૃતિ થઈ.
શુભાશુભ ઉપયોગમાં બંધભાવને જાણ્યો, આશ્રવદ્વારોને જાણ્યા, મોહનીયનો અભિગમ જે વિશેષ હંતો ત્યાં રાગાદિથી પર થવાનો પુરુષાર્થ આંતરભાવથી જાગ્યો. આમ મિથ્યાત્વભાવોની જે જડતા હતી, તે વિરતિભાવમાં કેન્દ્રીકરણ થવા લાગી. પર્યાય ઉપરથી દૃષ્ટિ ઉઠતાં ધ્રુવસત્તાનું પુષ્ટિકરણ થયું. દ્રવ્યાર્થિકનયની પુષ્ટિ થઈ. વ્યવહાર નયને ગૌણ કરીને નિશ્ચયમાં સ્થિત થતાં સ્વયંની સ્થિતિમાં પુરુષાર્થ પલટાયો. આમ અંતરાત્મભાવમાં સ્થિરતા થતા સ્કૂલમાંથી સૂક્ષ્મની ઝાંખી થઇ. આવી ચેતના રાજીમતિની થઇ, તે વાત યોગીરાજે પાછળની છેલ્લી ચાર કડીમાં ઉપસાવી છે, જે વ્યવહારનય સંમત રાજીમતિના પક્ષમાં ઘટમાન થાય છે.
આના દ્વારા યોગીરાજ આનંદઘનજી મહારાજ એ ફલિતાર્થ કાઢવા માંગે છે કે કોઈપણ આત્મા જ્યારે બાહ્યભાવમાં મગ્ન અને લગ્ન હોય છે, ત્યારે એની સ્થિતિ આ સ્તવનમાં બતાવેલ પહેલી ૧૩. કડીમાં
સુખમાં વૈરાગ્ય લાવે તે સાયો જ્ઞાની અને દુઃખમાં બ્રહ્મદશા-જ્ઞાનદશા લાવે તે સાયો જ્ઞાની.