________________
શ્રી નેમિનાથજી
931
આપ રથને પાછો વાળો અને મારા પિતાના ઘરમાં જ્યાં હું છું ત્યાં આપ પાછા ફરો. મારી તમામ આશાઓ આપનાથી સફળ થવાની છે, તેથી મારી આશાના આપ વિશ્રામરૂપ છો. આપ છતાં મારી આશાઓ નષ્ટ થઇ રહી છે, મારા મનના મનોરથો જતા રહ્યા છે તેથી મારા મનના મનોરથોને પૂરવા આપ રથને પાછો વાળો. હે સાજન ! મારા મનના મનોરથની સાથે આપ રથ પાછો ફેરવો, અને મારે ઘેર આવો!
રથ ફેરો એ પ્રયોગ બે વખત કર્યો છે તે પ્રીતિની પ્રબળતા બતાવવા માટે છે અને આગ્રહ સ્વરૂપ છે. તેથી તે દોષરૂપ નથી.
વિવેચન : અહિંયા રાજીમતિ જે સ્ત્રી તત્ત્વ છે તે પ્રકૃતિનું તત્ત્વ છે, જે પંચ મહાભૂતનું બનેલું રાજીમતિના સ્ત્રીરૂપે રહેલું શરીરનું ખોળિયું છે કે જે સ્વયં બહિરાત્મદશામાં રહીને અંદરની આર્તનાને રજુ કરે છે પણ તે રાજીમતિના શરીરમાં બિરાજમાન ચૈતન્યતત્ત્વ જે છે તે પુરુષ છે. આવી રીતે ચૌદરાજલોકમાં-ચોર્યાશી લાખ જીવાયોનિમાં રહી પરિભ્રમણ કરતાં સર્વ જીવાત્માના શરીર-ખોળિયાઓ તેમજ તેમને મળેલ વાણી, શ્વાસોશ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તે સ્ત્રીલિંગે રહેલ પ્રકૃતિનું તત્ત્વ જાણવું અને તે જીવાત્માના ખોળિયામાં બિરાજમાન ચૈતન્યતત્ત્વ તે પુરુષ માત્ર જાણવો.
આ રીતે વિચારતા શ્રીમદ્ આનંદઘનજીનો દેહ, ઇન્દ્રિય, વાણી, વિચાર, વર્તન, શ્વાસોશ્વાસ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ આનંદઘનજીની પ્રકૃતિ જાણવી અને આધ્યાત્મિક અર્થઘટનમાં તેને જ રાજીમતિ જાણવી. આનંદઘનજીના ખોળિયામાં રહેલ ચૈતન્યમય આત્મા તે જ પુરુષ જાણવો અને આધ્યાત્મિક અર્થઘટનમાં તેને જ પરમાત્મા જાણવો અને આવો જે ભીતરમાં રહેલ જે પરમાત્મા છે તે પોતાનું પરમાત્મસ્વરૂપ પ્રગટ કરવા રાજીમતિનો સ્વાંગ સજીને વ્યવહાર નયે નેમિનાથ પ્રભુને અને નિશ્ચયનયે
સંસારીજીવને સંભાવના, શક્યતા અને સંવેદના એ ત્રણ છે જ્યારે પુદ્ગલને માત્ર સંભાવના અને શક્યતા એમ બે છે.