________________
930
હૃદય નયન નિહાળે જગધણી
જ આપણા સહુના માટે આ જ કર્તવ્ય છે એવો ધ્વનિ ગુંજિત કર્યો છે. . હવે સ્તવનની શરૂઆત કરવામાં આવે છે.
ભગવાનશ્રી નેમિનાથપ્રભુ ઉગ્રસેન રાજાની કન્યા રાજીમતિને પરણવા જાન લઈને આવ્યા હતા પણ પશુઓની કરૂણાને લીધે પરણવાનું માંડી વાળી પોતાનો રથ પાછો લઇ જતા હતા; તે વખતે રાજીમતિએ કરેલીં વિનતિરૂપ આ સ્તવના છે; જેમાં શાબ્દિક અર્થ કરતાં આધ્યાત્મિક અર્થઘટન કાંઈક જુદુ જ છે, જે વાચક પરમાત્માને એકાગ્રચિત્તે વાંચતામનન કરતાં સમજાશે.
અષ્ટ ભવાંતર વાલણી રે, તું મજ આતમરામ, મનરાવાલા, મુગતિ સ્ત્રી શું આપણે રે, સગપણ કોઈ ન કામ. મનરા..૧
ઘર આવો હો વાલમ ! ઘર આવો, મારી આશાના વિસરામ, મ. રથ ફેરો હો સાજન ! ૨થ ફેરો, મારા મનના મનોરથ સાથ.. મનર...૨
::
અર્થ : હે નાથ ! આ ભવમાં આપ નેમીશ્વર, થયા છો અને હું રાજીતિ થઈ છું. આપની સાથેનો મારો સંબંધ માત્ર આ ભવનો જ નથી; તે પહેલા પણ આઠ-આઠ ભવોથી આપ મારા પ્રાણનાથ થયેલા છો, આપે મને આપની પ્રાણપ્યારી વલ્લભા ગણીને સ્વીકારી છે, તેથી આ નવમા ભવે પણ આપ જ મારા આતમરામ છો. મારા આત્મામાં આપ જ રમી રહ્યા છો. વળી આપ જ મારા મનના સ્વામી છો, તેથી હું કહું છું કે, હવે આપે જે મુક્તિરૂપી સ્ત્રી સાથે પરણવાની ઇચ્છા કરી છે, તેની સાથે સગપણ રાખવાનું કોઇ જ કામ નથી કારણકે મારો અને આપનો આઠ ભવોનો સ્નેહ છે તેથી હે નાથ ! આપના મનમાં જે મુક્તિરૂપી સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઇ છે, તેને કાઢી નાંખો.
જ્ઞાતાની ખરી વ્યાખ્યા એ છે કે, એ જાણવા જતો નથી, કરવા જતો નથી અને જોવા જતો નથી. Not going to know. Not going to do. Not going to see.