________________
* બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં શાન દર્શન શ્રદ્ધા ૧૮૨ છે. હવે અહીં પ્રશ્ન થાય કે પુરુષના ધર્મ દર્શન અંગે ન્યાયવૈશેષિકો શું કહે છે ? પુરુષના ધર્મ દર્શન બાબત ક્યાંય કશી વાત તેઓએ કરી નથી. કદાચ તે જ તેમને મતે પુરુષનું સ્વરૂપ હોય અને એમ હોય તો જ્ઞાન પુરુષનો ગુણ અને દર્શન પુરુષનું સ્વરૂપ ગણાય. પરિણામે દર્શનને પુરુષ કદી ન છોડે. જો પુરુષનું સ્વરૂપ દર્શન હોય તો ન્યાય-વૈશેષિકોએ દર્શનની વાત કેમ ક્યાંય કરી નથી ? આપણે જાણીએ છીએ કે પુરુષના દર્શનનો વિષય ચિત્તની વૃત્તિઓ છે. ચિત્તને ન માનવાથી ન્યાય-વૈશેષિકોને ચિત્તની વૃત્તિઓનો પણ અભાવ છે. તેથી ન્યાય-વૈશેષિકોના પુરુષને દર્શનના વિષયનો સદંતર સર્વકાળે અભાવ છે. એટલે ન્યાય-વૈશેષિકોએ દર્શનની વાત કરી લાગતી નથી. પરંતુ ચિત્તને ન માનવા છતાં બુદ્ધિ, સુખ, આદિ વૃત્તિઓ તો ન્યાય-વૈશેષિકોએ માની છે, અલબત્ત તે પુરુષગત છે. પુરુષમાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધથી રહેતી આ વૃત્તિઓનું દર્શન પુરુષ કરે છે, એમ માનવામાં ન્યાય-વૈશેષિકોને શી આપત્તિ છે ? કોઈ આપત્તિ જણાતી નથી. અલબત્ત, તેમ માનતાં તેમણે જ્ઞાન કદી અસંવિદિત (અદૃષ્ટ) રહેતું નથી એમ માનવું પડે, જ્ઞાન સંવિદિત જ ઉત્પન્ન થાય છે એમ માનવું પડે - જે તેમને ઈષ્ટ નથી. કદાચ એ કારણે દર્શનને તેમણે સ્વીકાર્યું ન હોય એમ બને. *
પ્રશસ્તપાદ અનુસાર જ્ઞાનના (બુદ્ધિના) મુખ્ય બે પ્રકાર છે - વિદ્યા અને : અવિદ્યા. વિદ્યાના પણ ચાર પ્રકાર છે પ્રત્યક્ષ, અનુમાન, સ્મૃતિ અને આર્ષજ્ઞાન.
અવિદ્યાના પણ ચાર પ્રકાર છે – સંશય, વિપર્યય, અનધ્યવસાય અને સ્વપ્ન - તર્કસંગ્રહમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનના મુખ્ય બે વિભાગ કરવામાં આવે છે -
સ્કૃતિ અને અનુભવ. જે સંસ્કારમાત્રજન્ય છે તે સ્મૃતિ છે, અને તેનાથી ભિન્ન જેટલાં જ્ઞાનો છે તે બધાંનો અનુભવમાં સમાવેશ થાય છે. અનુભવના બે પ્રકાર છે - યથાર્થ અનુભવ અને અયથાર્થ અનુભવ. યથાર્થ અનુભવને પ્રમા કહેવામાં આવે છે અને અયથાર્થ અનુભવને અપ્રમા કહેવામાં આવે છે. યથાર્થ અનુભવના મુખ્ય બે ભેદ છે - સાક્ષાત્કારી (પ્રત્યક્ષ) યથાર્થ અનુભવ અને પરોક્ષ યથાર્થ અનુભવ. સાક્ષાત્કારી યથાર્થ અનુભવ પ્રત્યક્ષ જ્ઞાન છે જેમાં ઐજિયક અને અતીન્દ્રિય (યોગજ) પ્રત્યક્ષ બન્નેનો સમાવેશ થાય છે, જ્યારે પરોક્ષ યથાર્થ અનુભવમાં અનુમાનજ્ઞાન, ઉપમાનજ્ઞાન અને શાબ્દજ્ઞાનનો સમાવેશ થાય છે. અયથાર્થ અનુભવના ત્રણ ભેદ છે - સંશય, ભ્રમ અને તર્ક 93 - શ્રદ્ધા
ધર્મપ્રકરણમાં પ્રશસ્તપાદ જણાવે છે કે ધર્મરૂપ અદષ્ટની સાધનભૂત ધર્મપ્રવૃત્તિ