________________
બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા ૧૮૦ 14270, 271, 284, 288 મઝિમનિકાય 1.465, 2.180, 3.99) (2) સદ્ધા, બિરિય, સતિ, સમાધિ, પગ્ગા ( મજુઝિમનિ. 1.164, 3.99) (3) સદ્ધા, સીલ, ચાગ, પમ્મા, પટિભાન (અંગુત્તરનિ. 5.96) (4) સદ્ધો, અપ્પાબાધ, અસઠ, આરદ્ધવિરિય, પચ્ચવા (મજુઝિમ. 2.128) (5) સદ્ધો, હિરિમા, ઓત્તાપિ, અકોધનો, પચ્ચવા (સંયુત્તનિ. 4243) (6) સદ્ધ, હિરિ, ઓત્તાપિ, વિરિય, પમ્મા (અંગુત્તરનિ 3.4, 9, 352, 5.123) (7) સદ્ધો, આરદ્ધવિરિય, ઉપઢિતસતિ, સમાહિતો, પચ્ચવા (અંગુત્તરનિ.5.329,
333, 335) (8) સદ્ધો, હિરિ, ઓરાપિ, બહુસ્મૃત, આરદ્ધવિરિય, ઉપઢિતસતિ, (મજૂઝિમનિ.
3.23, અંગુત્તર, 2.218, 423, 28) (9) સદ્ધો, સીલવા, બહુસ્મૃત, પટિસલ્લીન, આરદ્ધવિરિય, સતિમા, પન્ગાવા
(અંગુત્તરનિ 4.85)
આ સૂચિત કરે છે કે, શ્રદ્ધા એ પાયાની આવશ્યકતા છે, જે છેવટે પ્રજ્ઞા સુધી લઈ જાય છે. નાગાર્જુને તેની રત્નાવલીમાં શ્રદ્ધા અને પ્રજ્ઞાના સંબંધ વિશે સુંદર કહ્યું છે - શ્રદ્ધવત્ રાતે વર્ષ પ્રજ્ઞસ્વાદ્ વેત્તિ તત્વતઃ પ્રજ્ઞા પ્રધાનં વૈયોઃ श्रद्धा पूर्वाङ्गमास्य तु ॥
આમ શ્રદ્ધાં પ્રજ્ઞા તરફનું પ્રથમ ડગલું છે. તેનું તેને જ ખાતર કોઈ મૂલ્ય નથી, પ્રજ્ઞાને ખાતર જ તેનું મૂલ્ય છે. પ્રજ્ઞા સાથે તેની કોઈ સરખામણી થઈ શકે નહીં, પ્રજ્ઞા પોતે સત્યની પરીક્ષા પછી જન્મે છે. શ્રદ્ધા કરતાં પ્રજ્ઞાનું મૂલ્ય વધુ છે તે નીચેના સંવાદ ઉપરથી સ્પષ્ટ થાય છે.
નિગંઠ નાતપુર – નિર્વિતર્ક નિર્વિચાર સમાધિ છે તેમ જ વિતર્ક અને " વિચારનો નિરોધ છે એમ શ્રમણ ગૌતમે જે કહ્યું છે તેમાં તને શ્રદ્ધા છે ?
ચિત્ત - ખરેખર હું આમાં શ્રદ્ધા રાખતો નથી.
નિગંઠ નાતપુત્ત - જુઓ, આ ચિત્ત ગૃહસ્થ કેવો પ્રામાણિક, ઋજુ અને સાચા-બોલો છે !
ચિત્ત - તમે શું માનો છો ? જ્ઞાન અને શ્રદ્ધા બેમાં વધારે સારું શું છે ?
નિગંઠ નાતપુત્ત - હે ગૃહસ્થ ! શ્રદ્ધા કરતાં જ્ઞાન વધું સારું છે.
ચિત્ત - તો પછી હું આ પ્રમાણે જાણતો અને દેખતો હોવા છતાં કોઈ શ્રમણ કે બ્રાહ્મણમાં શ્રદ્ધા મૂકીને તેને આધારે શા માટે સ્વીકારું કે અવિતર્ક અવિચાર સમાધિ છે.. ? (સંયુત્તનિકાય - 4.298)7.