________________
બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા ૧૭૦ નિશ્ચય) છે.“ (જુઓ અભિધમ્મત્થસંગહ 3.9-12). પાંચ ઈન્દ્રિયવિજ્ઞાનો સન્નીરણ અને વોટ્કપનથી રહિત છે. ભદન્ત ઘોષક પણ તેમના અભિધર્મામૃતમાં કહે છે કે પાંચ ઈન્દ્રિયવિજ્ઞાનો વિવેક (discrimination કે determination) કરવા સમર્થ નથી જ્યારે મનોવિજ્ઞાન વિવેક કરવા સમર્થ છે.15 આ ઉપરથી એટલો નિષ્કર્ષ નીકળે કે દર્શન એ પ્રાયઃ નિર્વિકલ્પક ઈન્દ્રિયપ્રત્યક્ષ છે જ્યારે જ્ઞાન એ પ્રાયઃ સવિકલ્પક ઈન્દ્રિયપ્રત્યક્ષ છે. યૌગિક કોટિના જ્ઞાન-દર્શન
નિકાયમાં ધ્યાન કે સમાધિના ફળરૂપે જ્ઞાન-દર્શન જણાવાયાં છે. અભિધર્મામૃતમાં પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ‘‘સમથિં ભાવયતો જ્ઞાનવર્શનતામ:'16 એટલે જ્ઞાન-દર્શનની આ કોટિ યૌગિક. ગણાય. બુદ્ધ ચક્ષુ બની અને જ્ઞાન બની જાણીને જાણે છે અને દેખીને દેખે છે એમ કહેવામાં આવ્યું છે.‘7 અહીં ‘“ચક્ષુભૂતઃ'' પદમાં ચક્ષુથી ચર્મચક્ષુ નહીં પણ દિવ્યચક્ષુ સમજવાની છે. ‘જાણતા અને દેખતા’ એ બુદ્ધનું લાક્ષણિક વર્ણન છે.18 બુદ્ધ જે જે જાણે છે તેને વિશે દાવો કરે છે કે તે કેવળ જાણતા જ નથી પણ દેખે પણ છે.19 ચાર આર્યસત્યોને બુદ્ધે દેખ્યાં છે. ચાર આર્યસત્યોને બુદ્ધે અવેક્ષીને દેખ્યાં છે.20 બુદ્ધને બધા ધર્મોનું (વસ્તુઓનું) જ્ઞાન-દર્શન છે.21 ‘અજ્ઞાત અને અદૃષ્ટનું જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરવા માટે ભગવાન બુદ્ધના નીચે તે બ્રહ્મચર્યવાસ કરે છે’ એમ કહેવામાં આવ્યું છે.” એમાં કોઈ શંકા નથી કે અહીં જ્ઞાન અને દર્શન શબ્દ યૌગિક જ્ઞાન અને દર્શનના અર્થમાં પ્રયુક્ત છે.
બૌદ્ધધર્મમાં સાધનાનું ફળ સમાધિ છે. સમાધિ આ યૌગિક જ્ઞાન-દર્શનનું ઉત્પાદક કારણ છે. સમ્યક્ સમાધિના અભાવમાં અને સમ્યક્ સમાધિની પ્રાપ્તિ ન થઈ હોય ત્યારે વસ્તુઓના યથાર્થ જ્ઞાન-દર્શનની ઉત્પતિનું કારણ અનુપસ્થિત હોય છે.ૐ આ સ્વાભાવિક ઘટના છે, કોઈ અલૌકિક ઘટના નથી. “એ વસ્તુસ્થિતિ છે કે સમાધિદશામાં વ્યક્તિ વસ્તુને યથાભૂત જાણે છે અને દેખે છે. વસ્તુને જે યથાભૂત જાણે છે અને દેખે છે તેણે નિર્વિર્ણા અને વિરક્ત બનવાનો નિશ્ચય કરવાની જરૂર હોતી નથી. એ વસ્તુસ્થિતિ છે કે જે પુરુષ વસ્તુને યથાભૂત જાણે છે અને દેખે છે તે નિર્વિષ્ણુ અને વિરક્ત હોય છે જ. જે નિર્વિષ્ણુ અને વિરક્ત હોય તેણે વિમુક્તિના જ્ઞાન-દર્શનનો સાક્ષાત્કાર કરવા સંકલ્પ કરવાની જરૂર હોતી નથી. એ વસ્તુસ્થિતિ છે કે જે નિર્વિર્ણ અને વિરક્ત હોય છે તે વિમુક્તિના જ્ઞાન-દર્શનને સાક્ષાત્કૃત કરે છે.”24 સમાધિપ્રસૂત જ્ઞાન-દર્શન અને વિમુક્તિના જ્ઞાન-દર્શન વચ્ચે કાર્યકારણનો સંબંધ છે.
પૂરણ કસ્સપ માને છે કે ‘“અજ્ઞાન અને અદર્શન માટે કે જ્ઞાન અને