________________
- બૌદ્ધધર્મદર્શનમાં અને ન્યાયવૈશેષિકદર્શનમાં જ્ઞાન દર્શન શ્રદ્ધા. ૧૬૮ ચક્ર આદિ અવયવોથી અતિરિક્ત રથ નામની કોઈ અવયવી વસ્તુ નથી.” અવયવોથી ભિન્ન અવયવી નામની કોઈ વસ્તુને બૌદ્ધો સ્વીકારતા નથી એ અહીં ધ્યાનમાં ' રાખીએ. પરંતુ કેટલાક બૌદ્ધ ચિંતકો એવો મત ધરાવતા હતા કે પુદ્ગલ (વ્યક્તિત્વ) પોતે સ્કંધોથી (વ્યક્તિત્વના ઘટકોથી) પર છે, પરંતુ તેનું અસ્તિત્વ સ્કંધોના અસ્તિત્વથી સ્વતંત્ર નથી. રથ પોતે પોતાના અવયવોની કંઈક પર છે, પરંતુ તેનું અસ્તિત્વ ચક્રાદિ અવયવોના અસ્તિત્વથી સ્વતંત્ર નથી. તે અવયવોથી પર છે, કારણ કે ન તો પૃથક પૃથક લીધેલો એક એક અવયવ રથનું કાર્ય કરવા સમર્થ છે કે ન તો અવયવોનો કેવળ સમુચ્ચય રથનું કાર્ય કરવા સમર્થ છે. પરંતુ તે અવયવોની યોગ્ય રચના - ગોઠવણી - સંયોજન કરવામાં આવે ત્યારે જ તેઓ રથનું કાર્ય કરી શકે છે. જો કે રથ ચક્ર આદિ અવયવોથી કંઈક પર છે, પરંતુ તેનું અસ્તિત્વ તે અવયવોના અસ્તિત્વથી સ્વતંત્ર નથી. ચક્ર આદિ અવયવોના અભાવમાં રથ કદી અસ્તિત્વ ધરાવી શકતો નથી. તેવી જ રીતે, પુદ્ગલ (વ્યક્તિત્વ) સ્કંધોથી (વ્યક્તિત્વના ઘટકોથી) કંઈક પર છે, કારણ કે તે ન તો રૂપરૂંધ છે, ન તો વેદનાત્કંધ છે, ન તો સંજ્ઞાસ્કંધ છે, ન તો સંસ્કારસ્કંધ છે કે ન તો વિજ્ઞાન સ્કંધ છે. પરંતુ પાંચેની કોઈ વિશિષ્ટ રચના-સંયોજન છે. જો કે તે સ્કંધોથી કંઈક પર છે, છતાં તેનું અસ્તિત્વ તેમના અસ્તિત્વથી સ્વતંત્ર નથી. તેમના અભાવમાં તેનું અસ્તિત્વ હોઈ શકે નહીં. નિર્વાણમાં પાંચે સ્કંધો (વ્યક્તિત્વના ઘટકો) નિરુદ્ધથઈ જાય છે, પરિણામે પુદ્ગલનો (વ્યક્તિત્વનો) ‘અભાવ થઈ જાય છે. આનો અર્થ એ નથી કે નિર્વાણમાં ચિત્તસંતતિનો અભાવ
થઈ જાય છે. વ્યક્તિત્વના - પુદ્ગલના મહોરા વિનાની શુદ્ધ ચિત્તસન્નતિ તો 'નિર્વાણમાં પણ અસ્તિત્વ ધરાવે છે. વ્યક્તિત્વવિહીન ચિત્ત તો નિર્વાણમાં રહે છે જ. અર્થાત નિર્વાણમાં બધાં ચિત્તો તદન એકસરખાં જ હોય છે. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ હોતો નથી. દીપનિર્વાણનું દષ્ટાન્ત આ પુગલનિર્વાણને સમજાવે છે. તેલ ખૂટી જતાં કે વાટ સળગી જતાં દીવો જેમ હોલવાઈ જાય છે, તેનો ઉચ્છેદ થાય છે તેમ પાંચ સ્કંધોનો અભાવ થતાં વ્યક્તિત્વનો (પુદ્ગલનો) નાશ થાય છે. “આત્મા” શબ્દ ચિત્ત અને પુદ્ગલ બન્નેને માટે વપરાયો હોવાથી નિર્વાણમાં ચિત્તનો અભાવ થઈ જાય છે એવી ગેરસમજ ઊભી થઈ છે.
બૌદ્ધોનું ચિત્ત ક્ષણિક છે, તો પછી તેના મોક્ષ, પરલોક આદિની વાત કરવાનો શો અર્થ ? આનો ઉત્તર એ છે કે ચિત્ત ક્ષણિક હોવા છતાં એવાં ચિત્તક્ષણોની એક હારમાળાને (સંતતિને), જેમાં પૂર્વ પૂર્વનાં ચિત્તક્ષણો ઉત્તર