________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન – ૧૬૦ અનુક્રમે આંતરિક અશુદ્ધિ અને કૂપદેષ્ટાના ઉપદિષ્ટ અતત્ત્વમાં વિશ્વાસ એવો કરતાં કોઈ વાંધો આવતો નથી, જ્યારે પરંપરાગત વ્યાખ્યા સ્વીકારતાં બાધા આવે છે. શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાનનો ભેદ છે કે અભેદ એ પ્રશ્ન પરત્વે જૈન દાર્શનિકોમાં મતભેદ છે. કેટલાક તેમનો ભેદ સ્વીકારે છે. તેમનો મત સાચો લાગે છે, કારણ કે શ્રદ્ધાન એ ભાવરૂપ (feelingરૂપ) છે, રુચિરૂપ છે, જ્યારે જ્ઞાન એ ભાવરૂપ કે રુચિરૂપ નથી. કેટલાક તેમનો અભેદ માને છે. તેઓ કહે છે કે શ્રદ્ધાન અવાયરૂપ હોઈ મતિજ્ઞાન છે. પરંતુ તેઓ એ વસ્તુ તરફ લક્ષ નથી આપતા કે શ્રદ્ધાનનો (વિશ્વાસનો) અવાય એ તર્ક કે પૃથક્કરણપ્રેરિત નથી પરંતુ આંતરિક ભાવપ્રેરિત છે, જ્યારે મતિજ્ઞાનનો અવાય તર્ક અને બૌદ્ધિક પૃથક્કરણ પ્રેરિત છે.
સાંખ્ય-યોગમાં ‘‘દર્શન' શબ્દનો પ્રયોગ શ્રદ્ધાના અર્થમાં થયો નથી. ત્યાં તો ‘‘શ્રદ્ધા'' શબ્દનો જ પ્રયોગ થયો છે. ત્યાં શ્રવણ પછીની શ્રદ્ધાને જ લક્ષમાં લેવામાં આવી છે, શ્રવણ પૂર્વેની શ્રદ્ધાનો સ્પષ્ટ નિર્દેશ નથી. શ્રદ્ધા સમગ્ર યોગની પ્રસવભૂમિ છે. આચાર્યોપદેશ સાંભળી તત્ત્વમાં વિશ્વાસ જાગતાં તે તત્ત્વનો સાક્ષાત્કાર કરવાની ઉત્કટ અભિલાષા કે અભિરુચિ એ શ્રદ્ધા - આવો અર્થ સાંખ્ય-યોગમાં શ્રદ્ધાનો છે. શ્રદ્ધા અષ્ટાંગયોગસિદ્ધિ દ્વારા વિવેકજ્ઞાનનું મૂળ કારણ છે. શ્રદ્ધા વિના વિવેકજ્ઞાનની પ્રાપ્તિ નથી, જે વિવેકજ્ઞાન મુક્તિનું સાક્ષાત્ કારણ છે. અવિદ્યાનો (અવિવેકજ્ઞાન-મિથ્યાજ્ઞાનનો) સ્વીકાર સાંખ્ય-યોગે કર્યો છે પરંતુ તેના કારણ તરીકે મિથ્યાશ્રદ્ધાનો સ્વીંકાર સાંખ્ય-યોગ દર્શનમાં નથી. તેથી સંસારના મૂળ કારણ તરીકે સાંખ્ય-યોગ મિથ્યાશ્રદ્ધાને નહીં પણ મિથ્યાજ્ઞાનને (અવિદ્યા - અવિવેકજ્ઞાનને) ગણે છે.
2.
3.
.4.
5.
6.
7.
8.
टिप्पण
નિરુદ્ધ, નિર્ણયસાર, મુંવ, 1930, પૃ. 425 નાનસનેયિસંહિતા (શુક્ત યનુર્વેદ્ર) 8.5 અને 19.30 વેવસાયળભાષ્ય, 1.107 અને 5.3
મેનન, 2.12.5
એનન, 10.151
તૃષ્ટિ: શ્રદ્ધા રુત્તિ: પ્રત્યય તિ યાવત્ । ધવલાટીના, પૃ. 166 શ્રદ્ધાવિસ્પર્શપ્રત્યયાશ્રૃતિ પર્યયા: । મહાપુરાળ 9/123.
यदा तावत् प्रत्ययेनावधारणं तदा आलोचनाज्ञानेन श्रुताद्यालोच्य एवमेतत् तत्त्वमवस्थितमित्यवधारयति ।