________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન – ૧૫૪ અકલંક : પોતાના રાજવાર્તિકમાં અકલંક કહે છે કે જેઓ જ્ઞાન અને દર્શનની યુગપદ્ પ્રવૃત્તિને કારણે તેમનું એકત્વ માને છે તેમનો મત અયોગ્ય છે, કારણ કે જેમ યુગપદ્ હોવા છતાં પણ અગ્નિનો તાપ અને પ્રકાશ પોતપોતાના લક્ષણોના ભેદને પ્રાપ્ત છે તેમ યુગપદ્ હોવા છતાં પણ આ બંને પોતપોતાનાં લક્ષણોથી ભિન્ન છે. સમ્યજ્ઞાનનું લક્ષણ તત્ત્વોનો યથાર્થ નિર્ણય ક૨વો એ છે અને સમ્યગ્દર્શનનું લક્ષણ તત્ત્વોમાં શ્રદ્ધાન કરવું એ છે.80 ૨. સાંખ્ય-યોગ
શ્રદ્ધા
સાંખ્યયોગમાં ‘‘દર્શન” શબ્દનો પ્રયોગ શ્રદ્ધાનના અર્થમાં થયો નથી. ત્યાં ‘‘શ્રદ્ધા' પદ જ સીધું પ્રયુક્ત થયેલું છે.
=
વ્યાસભાષ્યમાં (1.20)શ્રદ્ધાની વ્યાખ્યા છે - શ્રદ્ધા ચેતન: સમ્પ્રભાવ:। આના ઉપર ટીકા કરતાં વાચસ્પતિ મિશ્ર લખે છે કે, સ ૬ आगमानुमानाचार्योपदेशसमधिगततत्त्वविषयो भवति, स हि चेतसः सम्प्रसादोમિવિરતીછા શ્રદ્ધા । વિજ્ઞાનભિક્ષુ વ્યાસભાષ્ય ઉપરના વાર્તિકમાં આ પ્રમાણે સમજાવે છે. સંપ્રસાર: પ્રીતિ: યોગો મે મૂયાવિત્યમિતાષા । વાચસ્પતિ સંપ્રસાદ, અભિરુચિ, અતીચ્છા અને શ્રદ્ધાને પર્યાયશબ્દો ગણે છે. તે જણાવે છે કે આગમ, અનુમાન અને આચાર્યોપદેશ દ્વારા બરાબર જાણેલું તત્ત્વ એ શ્રદ્ધાનો (પ્રસાદનો) વિષય છે. મારો યોગ સિદ્ધ થાય એવી અભિલાષા અર્થાત્ પ્રીતિ એ સંપ્રસાદ છે, શ્રદ્ધા છે, એમ વિજ્ઞાનભિક્ષુ માને છે.
વાચસ્પતિની સમજૂતી કેવળ શ્રવણ પછી થતી શ્રદ્ધાને જ લક્ષમાં લે છે, શ્રવણપૂર્વેની શ્રદ્ધાને લક્ષમાં લેતી નથી. ભિક્ષુની સમજૂતી પણ શ્રવણ પછીની શ્રદ્ધાનો જ નિર્દેશ કરે છે. ગુરૂપદેશથી કે શાસ્ત્રથી યોગમાર્ગ જાણી જે યોગમાર્ગે વળ્યો છે એની એવી અભિલાષા કે તેની યોગસાધના પૂર્ણ સફળતા પામે એ જ શ્રદ્ધા છે. આમ ઉપદેશ કે શાસ્ત્ર દ્વારા જે યોગમાર્ગરૂપ તત્ત્વ જાણ્યું તે તત્ત્વને સિદ્ધ કરવાની અભિલાષા એ શ્રદ્ધા ગણાય. આ અર્થમાં વિજ્ઞાનભિક્ષુ પણ શ્રદ્ધાથી શ્રવણ પછીની શ્રદ્ધા જ સમજે છે. બેમાંથી કોઈ ઉપનિષદોમાં પ્રાપ્ત એવી શ્રવણ પૂર્વેની શ્રદ્ધાનો નિર્દેશ કરતા નથી. વ્યાસભાષ્યનું વાક્ય એવું છે કે તે શ્રવણપૂર્વેની શ્રદ્ધા ભણી નિર્દેશ કરે છે એમ પણ તેનું અર્થઘટન થઈ શકે. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે “સંપ્રસાદ”નો એક અર્થ શુદ્ધિ છે. આ ચિત્તની એવી શુદ્ધિ છે કે જે ચિત્તના સ્વભાવભૂત તત્ત્વપક્ષપાતને પ્રગટ કરે છે. ચિતના સ્વભાવભૂત તત્ત્વપક્ષપાત ઉપર કલેશાવરણ છે જે દૂર થતાં ચિત્તનો સ્વભાવ તત્ત્વપક્ષપાત