________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન – ૧૫૦
(શ્રદ્ધાન) એ આત્મિક શુદ્ધિરૂપ છે અને તેથી જે કાંઈ સત્ છે તે બધાને ઝીલવાના સામર્થ્યરૂપ છે, એટલે એ અર્થમાં એનો વિષય સર્વ સત્ - સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે. પરંતુ શ્રવણથી જે પ્રાપ્ત થાય છે તે શ્રુતજ્ઞાન છે, શ્રુતજ્ઞાનમાં ગુરુમુખે સાંભળેલાં દ્રવ્યો અને પર્યાયોનું જ્ઞાન થાય છે અને શબ્દની એ મર્યાદા છે કે તે બધાં દ્રવ્યોને જણાવી શકે પરંતુ એક પણ દ્રવ્યના સર્વ પર્યાયોને તે ન જણાવી શકે. આ દર્શાવે છે કે અહીં મુખ્યપણે નૈસર્ગિક દર્શનનો શ્રુતજ્ઞાનથી ભેદ કહેવાયો છે. અધિગમજ દર્શનનો વિષય અને શ્રુતજ્ઞાનનો વિષય તો એક જ છે. ગુરુએ આપેલા ઉપદેશને સાંભળી ઉપદિષ્ટ પદાર્થો જ સાચા છે એવો જે વિશ્વાસ તે અધિગમજ દર્શન (શ્રદ્ધાન) અને તે ઉપદિષ્ટ પદાર્થોનું જ્ઞાન તે શ્રુતજ્ઞાન.
અભેદપક્ષ - સમ્યગ્દર્શનનો જ્ઞાન સાથે અભેદ છે એ પક્ષની સમર્થક દલીલો નીચે પ્રમાણે છે. (૧) મતિજ્ઞાનનો જ રુચિરૂપ જે અપાયાંશ છે તે જ સમ્યગ્દર્શન છે, એટલે જ્ઞાન સિવાય અન્ય કોઈ સમ્યગ્દર્શન નથી.70 (૨) દર્શન અને જ્ઞાનના કારણભેદને તો બીજી રીતે સમજાવી શકાય છે. અનંતાનુબંધી આદિનો જે આ ઉપશમ છે તે તો સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત છે જેમ કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મોહનીયક્ષય નિમિત્ત છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં મોહનીયક્ષય નિમિત્ત હોવા છતાં એમ ન કહી શકાય કે મોહનીય પોતે જ કેવળજ્ઞાનનું આવરણ છે. મોહનીયક્ષય કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત છે કારણ કે તેનો ક્ષય ન થાય ત્યાં સુધી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. તેવી જ રીતે, અનંતાનુબંધી આદિનો ઉપશમ દર્શનનું નિમિત્ત છે કારણ કે જ્યાં સુધી અનંતાનુબંધી આદિનો ઉપશંમ થતો નથી ત્યાં સુધી સમ્યગ્દર્શનપર્યાયનો આવિર્ભાવ થતો નથી, પરંતુ એનો અર્થ એ નહીં કે અનન્તાનુબંધી આદિ એ સમ્યગ્દર્શનનું આવરણ છે. તો પછી સમ્યગ્દર્શનનું આવરણ શું છે ? જ્ઞાનાવરણ એ જ સમ્યગ્દર્શનનું આવરણ છે. જ્યાં સુધી અનન્તાનુબંધી આદિનો ઉપશમ થતો નથી ત્યાં સુધી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ થતો નથી. અનન્તાનુબંધીનો ઉપશમ થતાં સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે એટલે તેને ઉપશમસમ્યગ્દર્શન કહેવામાં આવે છે, પરંતુ પોતાના. આવરણના ક્ષયોપશમને આધારે તો તેને ક્ષયોપશમજન્ય કહેવામાં આવે છે, તેને ઉપશમ સમ્યગ્દર્શન તો પરની અપેક્ષાએ કહેવામાં આવે છે, સ્વાવરણની અપેક્ષાએ નહીં.71 (૩) અગાઉ કહેવામાં આવ્યું તેમ દર્શન અને જ્ઞાનનો સ્વભાવ એક જ છે. રુચિલક્ષણ અભિલાષ એ મત્યાદ્યપાયાંશથી જુદો નથી.72 (૪) એ જ રીતે દર્શન અને જ્ઞાનના વિષયભેદનું પણ નિરાકરણ કરવું જોઈએ.73 નિષ્કર્ષ