________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન. ૧૪૬ વિવેક વિના. સમાન ભાવ રાખવો એ વનયિક મિથ્યાદર્શન છે.
(૫) અજ્ઞાનિક મિથ્યાદર્શન - હિત અને અહિતની પરીક્ષાનું અસામાÁ એ અજ્ઞાનિક મિથ્યાદર્શન છે.56
જેમને સર્વાર્થસિદ્ધિકાર સંશયમિથ્યાદર્શન, વૈયિક મિથ્યાદર્શન અને અજ્ઞાનિક મિથ્યાદર્શન કહે છે તેમને કર્મગ્રંથકાર અનુક્રમે સાંશયિક મિથ્યાદર્શન, અનાભિગ્રહિક મિથ્યાદર્શન અને અનાભોગ મિથ્યાદર્શન કહે છે. આભિગ્રાહિક મિથ્યાદર્શનનો ફલિતાર્થ તેમજ શ્રદ્ધાનરૂપ દર્શન
અને બોધરૂપે દર્શનનો સંબંધ આભિગ્રાહિક મિથ્યાદર્શનનો ભેદ અત્યંત મહત્ત્વનો છે. તે ભેદ સ્પષ્ટપણે જણાવે છે કે પૂર્વધારણાઓ અને વારસામાં પ્રાપ્ત સિદ્ધાન્તો પ્રત્યેનો રાગ ત્યાગવાથી ચિત્ત પ્રસન્ન અર્થાત્ શુદ્ધ થાય છે. સત્યશોધક માટે આ અતિઆવશ્યક છે કારણ કે આવું પ્રસન્ન ચિત્તે જ શોધમાં શોધકની સમક્ષ જ્યારે સત્ય આવે છે ત્યારે તે સત્યને ગ્રહણ કરી શકે છે. આ ચિત્તની શુદ્ધિના અર્થમાં આપણે શ્રદ્ધાનરૂપ દર્શનને નિરાકાર વર્ણવી શકીએ. તે દર્શનનો કોઈ વિષય નથી. બધા જ મતો, ધારણાઓ અને સિદ્ધાન્તો સત્યશોધક માટે એક જ વર્ગમાં પડે છે. તે બધા સાધ્ય કે પરીક્ષ્ય છે. તેમાંનો કોઈ સિદ્ધાન્ત નથી, અંતિમ સત્ય નથી. આપણે યાદ રાખીએ કે જે મતો અને સિદ્ધાન્તોની વચ્ચે મનુષ્ય જન્મ્યો કે ઊછર્યો હોય અને પરિણામે જેમને પરીક્ષા કર્યા વિના સ્વીકારી લીધા હોય - સ્વીકારી લીધા હોય એટલું જ નહીં પરંતુ તેમને પોતાના ચિત્તમાં એટલા તો ઊંડા રાખી દીધા ' હોય કે તેઓ તેના વ્યક્તિત્વનો જ એક ભાગ બની ગયા હોય તેમનાથી પોતાની
જાતને મુક્ત કરવી અતિ કઠિન છે. તેથી સત્યશોધક માટે સૌથી દુષ્કર કાર્ય તેમનાથી પોતાની જાતને છોડાવવાનું છે. તેમનાથી પોતાની જાતને મુક્ત કર્યા પછી તેણે તેમની પરીક્ષા કરવી જોઈએ.
- બીજાઓના સિદ્ધાન્ત અને મતોની બાબતમાં પણ તેણે પરીક્ષા કર્યા પછી જ સ્વીકાર-અસ્વીકારનો નિર્ણય કરવો જોઈએ. પરીક્ષા ખાતર કામચલાઉ ધોરણે તેણે તેમનો પરીક્ષ્ય તરીકે સ્વીકાર કરવો જોઈએ. અર્થાત્ તેણે તેમનો સ્વીકાર કે તિરસ્કાર ન કરવો જોઈએ. તેનું વલણ “પક્ષપાતો નો વીરેનષઃ પતિપુ''58 એવું હોવું જોઈએ. પરીક્ષા પછી જો સત્યશોધકને સિદ્ધાન્ત કે મત મોટે ભાગે સત્ય જણાય તો તેનું દર્શન (દષ્ટિ-શ્રદ્ધા) સાકાર બને છે. અહીં તેને સત્યનું દઢ શ્રદ્ધાન (દર્શન) છે પણ તે સત્યનો સાક્ષાત્કાર (બોધરૂપ દર્શન) તેને નથી. સાક્ષાત્કાર માટે સત્યશોધકે તે સિદ્ધાન્ત ઉપર ધ્યાન કરવું જોઈએ. જ્યારે ધ્યાનમાં