________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપદર્શન : ૧૪૪ કે પરોપદેશપૂર્વે તેમને મિથ્યાદર્શન હતું. એટલે મિથ્યાદર્શનની બાબતમાં નૈસર્ગિક મિથ્યાદર્શન અને અધિગમન મિથ્યાદર્શનનો અર્થ એવો કરવો જોઈએ કે આ બે ભેદો તે બે ક્રમિક ભૂમિકાઓ છે એવું દર્શાવી શકાય. નૈસર્ગિક મિથ્યાત્વ એ આંતરિક અશુદ્ધિરૂપ છે જે અશુદ્ધિ અતત્ત્વપક્ષપાત અને તત્ત્વઅરુચિરૂપે પ્રગટે છે. આ આંતરિક અશુદ્ધિરૂપ મિથ્યાત્વ અનાદિ છે. તેને કોઈ કારણ નથી. એટલે તેને સ્વાભાવિક યા નૈસર્ગિક ગણવામાં આવ્યું છે. આવી આંતરિક અશુદ્ધિ ધરાવનાર વ્યક્તિ સમક્ષ જયારે કોઈ ઉપદેશક ખોટા સિદ્ધાન્તો અને અતત્ત્વનું પ્રતિપાદન કરે છે ત્યારે તે અતત્ત્વની અંદર તેને વિશ્વાસ જાગે છે. ઉપદેશશ્રવણજન્ય ઉપદિષ્ટ અંતત્ત્વોમાં પેદા થયેલો તેનો આ વિશ્વાસ અધિગમન મિથ્યાદર્શન છે. નૈસર્ગિક મિથ્યાદર્શન હોવા છતાં જ્યાં સુધી તેને અતત્ત્વનું શ્રવણ કર્યું નથી હોતું ત્યાં સુધી તેને તે અતત્ત્વોમાં વિશ્વાસ પેદા થતો નથી. અતત્ત્વના ઉપદેશથી તેને તે પેદા થાય છે. એટલે આ બીજી ભૂમિકાનું મિથ્યાદર્શન નૈસર્ગિક નથી પરંતુ ઉપદેશજન્ય છે. અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેને બીજી ભૂમિકાનું અધિગમજ 'મિથ્યાદર્શન હોય તેને પહેલી ભૂમિકાનું નૈસર્ગિક મિથ્યાદર્શન અનુસૂત હોય જ. પરંતુ જેને નૈસર્ગિક મિથ્યાદર્શન હોય તેને અધિગમજ મિથ્યાદર્શન હોય પણ ખરું અને ન પણ હોય. - પંડિત સુખલાલજી આ બે ભેદોને નીચે પ્રમાણે સમજાવે છે: “પહેલું વસ્તુના યથાર્થ શ્રદ્ધાનનો અભાવ અને બીજું વસ્તુનું અયથાર્થ શ્રદ્ધાના પહેલા અને બીજામાં ફેર એ છે કે પહેલું તદન મૂઢ દશામાં પણ હોય, જયારે બીજું તો વિચારદશામાં જ હોય. વિચારશક્તિનો વિકાસ થયા છતાં જ્યારે અભિનિવેશથી કોઈ એક જ દૃષ્ટિને વળગી રિહેવામાં આવે છે, ત્યારે વિચારદશા હોવા છતાં અતત્ત્વના પક્ષપાતને લીધે એ દૃષ્ટિ મિથ્યાદર્શન કહેવાય છે. એ ઉપદેશજન્ય હોવાથી અભિગૃહીત કહેવાય છે. જ્યારે વિચારદશા જાગી ન હોય, ત્યારે અનાદિકાલીન આવરણના ભારને લીધે માત્ર મૂઢતા હોય છે. તે વખતે જેમતત્ત્વનું શ્રદ્ધાન નથી, તેમ અતત્ત્વનું પણ શ્રદ્ધાને નથી. એ વખતે ફક્ત મૂઢતા હોઈ તત્ત્વનું અશ્રદ્ધાન હોય છે. તે નૈસર્ગિક - ઉપદેશનિરપેક્ષ હોવાથી “અનભિગૃહીત” કહેવાય છે”.
પહેલા અને બીજામાં ફેર એ છે કે પહેલું તદન મૂઢદશામાં પણ હોય, જ્યારે બીજું તો વિચારદશામાં જ હોય.” - પંડિતજીનું આ વાક્ય સ્પષ્ટપણે નિર્દેશ છે કે નૈસર્ગિક મિથ્યાત્વ મૂદશામાં તેમજ વિચારદશામાં બન્નેમાં હોય છે. જ્યારે ઉપદેશજન્ય મિથ્યાત્વ બન્નેમાં નહીં પરંતુ કેવળ વિચારદશામાં જ હોય છે. આ દર્શાવે છે કે નૈસર્ગિક મિથ્યાદર્શનને માત્ર શ્રદ્ધાનના અભાવરૂપ