________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન. ૧૩૮ સિવાય બીજાં શાસ્ત્રો વાંચવા ન જોઈએ, જૈનશાસ્ત્રો જ સમ્યફથુત છે. પરંતુ આપણે રજૂ કરેલી વિચારણાને સ્વીકારનાર તો એમ કહે કે જે ખરેખર સત્યાભિગામી અને સત્યપક્ષપાતી છે તે ભલે ને ગમે તે મતનાં શાસ્ત્રો વાંચે, તે તેમાંથી સત્યને જ ગ્રહણ કરશે, અસત્યને નહીં ગ્રહણ કરે. આમ, બીજા દર્શનનાં શાસ્ત્રો પણ તેને તો સત્યપ્રાપ્તિનો ઉપાય જ બને છે, તે શાસ્ત્રો તેને માટે સમ્યફથ્થત છે. 2 જો બીજાનાં શાસ્ત્રો વાંચવાથી સમ્યગ્દર્શને વાંધો ન આવતો હોય તો તે શાસ્ત્રોમાં પ્રતિપાદિત મતોના પુરસ્કર્તાઓના સંસર્ગમાં આવવાથી તેને શું હાનિ થવાની હતી, તેમના મતો જાણવાની કાંક્ષાથી તેને શું હાનિ થવાની હતી? બીજાનાં શાસ્ત્રો એ મિથ્યાશ્રુત જ છે એ મત જેમ બીજાનાં શાસ્ત્રો ન વંચાય તે આશયથી થયો લાગે છે તેમ કાંક્ષાદિ સમ્યગ્દર્શનના અતિચારો છે એવી વાત પણ બીજાનાં શાસ્ત્રો અને બીજા મતવાદીઓથી જૈન મતાવલંબીઓ અળગા રહે અને પોતાના પંથ અને સંપ્રદાય છોડી ન જાય એ આશયથી થઈ લાગે છે. પરંતુ બીજાનાં શાસ્ત્રોથી સમ્યગ્દર્શીએ ગભરાવાની જરૂર નથી એવું જે સ્વીકારાયું છે તે જ સાચી વસ્તુ છે અને તેને અનુરૂપપણે શંકા વગેરે પણ સમ્યગ્દર્શનને દૂષિત કરનાર નથી એ સ્વીકારવું જોઈએ. સમ્યગ્દર્શનના વિવિધ વિભાગો
જૈનોએ શ્રદ્ધાનરૂપ દર્શનનું આવરક કર્મ માન્યું છે જેનું નામ દર્શનમોહનીય છે. આ કર્મ બીજાં કર્મોની જેમ પૌલિક છે. તેના ક્ષય, ક્ષયપક્ષમ અને ઉપશમને આધારે દર્શનના ત્રણ ભેદ થાય છે - ક્ષાયિક, લાયોપક્ષમિક અને પથમિક. આ કર્મના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ અનુક્રમે રાગદ્વેષના ક્ષય, ક્ષયોપશમ - અને ઉપશમને કારણે થતા હોય છે. અહીં ક્ષયથી એવું સૂચવાય છે કે જેનો ક્ષય થયો હોય તેનો પુનઃ આવિર્ભાવ થતો નથી અને ઉપશમથી એવું સૂચવાય
છે કે જેનો ઉપશમ થયો હોય તેના પુનઃ આવિર્ભાવની શક્યતા છે. , ક્ષાયિક સમ્યગ્દર્શન
જે શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ બધી માત્રાના રાગદ્વેષ તેમજ બધા પ્રકારના દૃર્શનમોહનીય કર્મના ક્ષયથી પ્રગટ થાય છે તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન
અતિ તીવ્ર માત્રાવાળા (અનન્તાનુબંધી) રાગદ્વેષના (કષાયોના) ક્ષયોપશમથી અને દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થનાર શ્રદ્ધાનરૂપ આત્મપરિણામ સાયોપથમિક સમ્યક્ત્વ છે. ક્ષયોપશમમાં ક્ષય ઉદયમાં આવેલાનો અને ઉપશમ સત્તામાં રહેલાનો હોય છે.