SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫u જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા અભિવ્યક્તિ એ સમ્યગ્દર્શન છે”. એ સમ્યગ્દર્શનની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા શુદ્ધનયથી છે એમ ત્યાં કહ્યું છે, કારણ કે તે કેવળ આંતરિક શુદ્ધિને જ લક્ષમાં . લે છે. “તત્ત્વાર્થશ્રદ્ધાન એ સમ્યગ્દર્શન છે” એ વ્યાખ્યા અશુદ્ધનયથી છે એમ ત્યાં કહ્યું છે, 7 કારણ કે તે તત્ત્વશ્રવણ ઉપર ( શ્રત ઉપર) આધાર રાખે છે. આમ, આ બીજી વ્યાખ્યાનું અર્થઘટન બંને રીતે થઈ શકે છે એનો અહીં સ્વીકાર જણાતો નથી. . અહીં પ્રશમ આદિની સમજૂતી આપવી પ્રાપ્ત થાય છે. ' ' પ્રશમ -રાગદ્વેષનો, કદાગ્રહ આદિ દોષોનો ઉપશમ એ જ પ્રશમ છે. સંવેગ સંવેગના બે અર્થ છેઃ (1) સમ્ + વેગ, સમ્-સમ્યફ અર્થાત્ . તત્ત્વાર્થ યા સત્ય પ્રતિ, વેગ અર્થાત્ ગતિ. સત્ય કે તત્ત્વને માટેની તીવ્રતમ અભીપ્સા સાથે સત્યશોધ માટે ગતિ કરવી તે 8: (2) સાંસારિક બંધનોનો ભય “સંવેગ” છે. સત્યની ખોજ માટે સાંસારિક બંધનોમાંથી મુક્તિ જરૂરી છે.19 નિર્વેદ -નિર્વેદના પણ બે અર્થ છેઃ (1) સાંસારિક વિષયોમાં ઉદાસીનતા, રાગાભાવ, અનાસક્તિ વિષયોમાં, સાંસારિક ભોગોમાં આસક્તિ સત્યની સાધનાને વિકૃત કરે છે, દષ્ટિને મોહિત કરે છે, માર્ગથી યુત કરે છે. (2) માન્યતાઓમાં અનાસક્તિ. કોઈપણ માન્યતામાં રાગ ન હોવો, દૃષ્ટિબદ્ધતા ન હોવી તે. જન્મથી અને પરમ્પરાથી પ્રાપ્ત માન્યતાઓમાં પણ આસક્તિ ન હોવી જોઈએ, બદ્ધતા ન હોવી જોઈએ. બધી જ માન્યતાઓ એકસરખી સાધ્ય છે, પરીક્ષ્ય છે, કોઈ સિદ્ધ નથી. અનુકંપા -અનુકંપાના પણ બે અર્થ થઈ શકે છે (1) બીજાને દુ:ખી દેખી દુઃખી થવું, તેના દુઃખને દૂર કરવાની ઇચ્છા થવી તે અનુકંપા, અનુકંપા એ સહાનુભૂતિ છે. (2) બીજાઓને સત્યાન્વેષણને માટે મથતા જોઈ પોતાને તેમના તરફ સહાનુભૂતિ થવી અને તેમને પણ પોતપોતાની રીતે સત્યાન્વેષણમાં સહાય કરવાની ઈચ્છા થવી આ પા આસ્તિક્ય -કેટલાક ચિંતકો તો આસ્તિકયબુદ્ધિ એ જ શ્રદ્ધા છે એમ જણાવે છે.22 આસ્તિકાબુદ્ધિનો અર્થ આત્મા આદિ પદાર્થોના અસ્તિત્વનો - સ્વીકાર છે એમ તેઓ કહે છે. જૈન ચિંતકો પણ આસ્તિકનો આવો જ અર્થ કરે છે, પરંતુ તેનો વધારે વ્યાપક અને ઉદાર
SR No.005851
Book TitleJain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherSanskrit Sanskriti Granthmala
Publication Year1994
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy