________________
૧૦૫ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાન અને (બોધરૂ૫) દર્શન ઉત્પત્તિ યુગપદ્ છે જ્યારે તાર્કિક ક્રમની દષ્ટિએ પહેલાં સર્વજ્ઞત્વ છે અને પછી સર્વદર્શન છે. વળી, સર્વજ્ઞત્વ ચિત્તને છે, જ્યારે સર્વદર્શન પુરુષને છે. વિદેહમુક્તિમાં ચિત્તનો લય થઈ ગયો હોવાથી ચિત્તવૃત્તિઓનો સંભવ જ નથી, ચિત્તવૃત્તિઓના અભાવમાં પુરુષનાદર્શનના વિષયનો પણ અભાવ થઈ જાય છે. એટલે વિદેહમુક્તિમાં પુરુષને સર્વદર્શન નથી. તે વખતે તે કેવળ શુદ્ધ દર્શનશક્તિવાળો જ હોય છે.
૩. જ્ઞાન-દર્શનવિષયક સાંખ્યયોગ અને .
જૈનદર્શનના મતોની તુલના (૧) જૈનદર્શન અને સાંખ્ય યોગ બને જ્ઞાન અને દર્શન એવી બે મૂળભૂત શક્તિઓ સ્વીકારે છે. પરંતુ જૈનદર્શન એક ચેતનતત્ત્વમાં જ તે બેય શક્તિઓ, માને છે, જ્યારે સાંખ્યયોગ જ્ઞાનશક્તિ અચેતન ચિત્તમાં અને દર્શનશક્તિ ચેતન પુષમાં માને છે. (૨) જૈન દાર્શનિકોમાં જ્ઞાન અને દર્શનના ભેદક લક્ષણ બાબત મતભેદો છે. સન્માત્રગ્રાહી દર્શન અને વિશેષગ્રાહી,જ્ઞાન એવો મત જૈન તાર્કિકોનો રહ્યો છે. પરંતુ કેટલાક જૈન ચિંતકો આન્સરગ્રાહી દર્શન અને બાહ્યગ્રાહી જ્ઞાન એવી રીતે જ્ઞાન અને દર્શનનો ભેદ કરે છે. આ બે મુખ્ય મતો છે. સાંખ્યયોગદર્શનમાં ચિત્ત વિષયાકારે પરિણમે છે. ચિત્તનો આ વિષયાકાર પરિણામ (ચિત્તવૃત્તિ) એ જ્ઞાન છે. ચિત્તના જ્ઞાનનો વિષય ઘટપટાદિ બાહ્ય પદાર્થો અને આન્તર પુરુષ છે. જ્યારે તે ઘટપટાદિ બાહ્ય વિષયાકારે પરિણમે છે ત્યારે તે બાહ્ય વિષયને જાણે છે અને જ્યારે આંતર પુરુષના આકારે પરિણમે છે ત્યારે પુરુષને જાણે છે. પુરુષ ચિત્તવૃત્તિનું (ચિત્તમાં ઊઠેલા વિષયાકાર પરિણામનું જ્ઞાનનું) દર્શન કરે છે. આમ પુરુષના દર્શનનો વિષય ચિત્તવૃત્તિ છે, જ્ઞાન છે. પુરુષના દર્શનનો વિષય નથી બાહ્ય પદાર્થો કે નથી પુરુષ પોતે. બાહ્ય પદાર્થોને કે પોતાને પુરુષ ચિત્તવૃત્તિના માધ્યમથી દેખે છે, સાક્ષાત નહીં. આમ, જ્ઞાનનો વિષય ઘટપટાદિ બાહ્ય પદાર્થો અને આત્તર પુરુષ છે જ્યારે દર્શનનો વિષય ચિત્તવૃત્તિ છે અર્થાત જ્ઞાન છે. (૩) જૈન દર્શનમાં છદ્મસ્થની બાબતમાં દર્શન પહેલાં અને જ્ઞાન પછી મનાયું છે; જ્યારે કેવલીની બાબતમાં ક્રમવાદીઓ જ્ઞાનને પહેલાં અને દર્શનને પછી માને છે, યુગપદુવાદીઓ બન્નેની ઉત્પત્તિ એકસાથે માને છે, અમેદવાદીઓ બન્નેનો અભેદ માને છે. સાંખ્યયોગદર્શનમાં જ્ઞાન અને દર્શનની ઉત્પત્તિમાં કાલિક ક્રમ નથી. જ્ઞાન (ચિત્તવૃત્તિ) એક ક્ષણ પણ અદૃષ્ટ રહેતું નથી, ઉત્પન્ન થતાંજ તેનું પ્રતિબિંબ પુરુષમાં પડે છે. આમ જ્ઞાન અને દર્શન બન્નેની ઉત્પત્તિ યુગપદ્ જ છે. આમાં કોઈ અપવાદ નથી. દર્શનનો વિષય જ્ઞાન હોઈ અને