________________
૧૮૮૯). આ ચેઅરને શોભાવનારાઓમાં આજ દિન સુધી ડૉયસન જ એકમાત્ર એવા વિદ્વાન રહ્યા છે જે પ્રસિદ્ધ સંસ્કૃતજ્ઞ પણ હોય તેમ જ જેમણે પોતાનાં સમય અને શક્તિને ભારતીય તત્ત્વજ્ઞાનને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધાં હોય. ડૉયસને શાંકરભાષ્યના પોતાના જર્મન ભાષાન્તરની એક નકલ ઈ.સ. ૧૮૮૭માં નીશેને મોકલી હતી. નીત્યોએ તે નકલની પ્રાપ્તિ પછી લખ્યું: “ડૉયસન યુરોપના પ્રથમ વિદ્વાન છે જે ભારતીય તત્ત્વજ્ઞાન પાસે હૃદયથી જાય છે. પોતાના તાજા જ પ્રકાશિત થયેલા વેદાન્તસૂત્રને (બ્રહ્મસૂત્રશાંકરભાષ્યને), ભારતીય ચિંતનના ઉત્કૃષ્ટ પાંડિત્યથી ભરેલા ગ્રંથને, તે મારી પાસે લઈ આવ્યા છે. તે વિશિષ્ટ વિદ્વાન છે; અંગ્રેજ વિદ્વાનોમાં સમાન ધ્યેયને સિદ્ધ કરવા મથતા સર્વશ્રેષ્ઠ (મેકસમ્યુલર જેવા) ભાષાશાસ્ત્રીઓ પણ ડૉયસનની તુલનામાં માત્ર ગધેડાઓ છે કારણ કે તેમનામાં શ્રદ્ધાની ખામી છે.... ડૉયસન હાલ ઉપનિષદોનો અનુવાદ કરે છે; આ જાણી શોપનહોરને કેવો આનંદ થયો હોત !” આ અગાઉ ડૉયસને શંકરાચાર્યના અદ્વૈત વેદાન્ત ઉપર એક ગ્રંથ લખ્યો હતો (Das System des Vedanta). આની પણ એક નકલ તેમણે નીોને ઈ.સ. ૧૮૮૩માં મોકલી હતી. જો કે ડૉયસનના બ્રહ્મસૂત્રશાંકરભાષ્યના જર્મન અનુવાદ પછી તરત જ પ્રકાશિત થયેલા બ્રહ્મસૂત્રશાંકરભાષ્યના જ્યોર્જ થીબોએ કરેલા અંગ્રેજી અનુવાદે કેટલેક અંશે ડૉયસનના જર્મન અનુવાદનું સ્થાન લઈ લીધું છતાં ડૉયસનનો જર્મને અનુવાદ ભારતીય અધ્યયન માટે - ખાસતો વેદાન્તના અધ્યયન માટે – સૌપ્રથમ માર્ગ ઉઘાડનારું અને અત્યંત સૂચક મહત્ત્વ ધરાવતું પ્રદાન બની રહ્યું. થીબોને ભારતીય પંડિતોનો સહયોગ મળ્યો હતો જ્યારે ડૉયસનને તે મળ્યો ન હતો.
જર્મનતત્ત્વચિંતકો પોતાના સમકાલીન જર્મન ભારતીય વિદ્યાવિશારદો(indologists)ના સંપર્કમાં રહેતા અને તેમનાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશેનાં સંશોધનોનો ચીવટથી અભ્યાસ કરતા. આ એક અત્યંત નોંધપાત્ર હકીકત છે. હેગલ (ઈ.સ. ૧6૭૦-૧૮૩૧) કોલબૂક અને હોલ્ટના સતત સંપર્કમાં રહેતા અને તેમનાં સંશોધનોને ગંભીરતાપૂર્વક વાંચતા. ૧૮૧૮માં હેગલે બર્લિન યુનિવર્સિટીમાં તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકેની જવાબદારીઓ સંભાળી અને પોતાના મૃત્યુના વર્ષ (૧૮૩૧) સુધી નિભાવી. આ પોતાના અત્યંત સફળ અધ્યાપનકાળ દરમ્યાન તેમણે ભારત વિશેનાં નવાં પ્રકાશનોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે વખતે બર્લિન યુનિવર્સિટીમાં અગ્રેસર સંસ્કૃતજ્ઞ અને ભાષાશાસ્ત્રી એફ. બોપ પ્રાધ્યાપક હતા. આ સાથી પ્રાધ્યાપક પાસેથી હેગલ સલાહ અને માહિતી મેળવતા. હેગલને જેટલું વેદાન્ત જાણવા મળ્યું તેટલું તેમણે જાણ્યું અને તેનું મૂલ્યાંકન પણ કર્યું. હેગલ પ્રમાણે, ભારતના ચિંતનની ભૂમિકાનો અન્તર્નિહિત અને વ્યાવર્તક જે સિદ્ધાન્ત છે તે છે દ્રવ્યમયતા અથવાદ્રવ્યતા (substantialitat)નો સિદ્ધાન્ત અર્થાત્ અસ્તલમાં રહેલા એક અદ્વિતીય દ્રવ્યની એકતા અને પરમાર્થતાનો સિદ્ધાન્ત. શુદ્ધ દ્રવ્યનો અર્થ છે નિરાકાર કેવલ સત્. પોતાની અંદર કે બહાર કોઈ ભેદક આકારો કે લક્ષણો તેને નથી. તે એક અને અદ્વિતીય તત્ત્વ છે. જેમાંથી દરેક વસ્તુ ઉત્પન્ન થાય છે અને જેમાં તે વસ્તુ ફરી લય પામે છે, અને તે તત્ત્વ આખરે તો એસ્ટ્રેટ (નિર્વિરોષ, નિરાકાર) એક્તા સિવાય બીજું કંઈ નથી. આ જ તો બ્રહ્મની ભારતીય વિભાવના છે. બ્રહ્મનું નિરાકાર અને નિર્વિકલ્પ છે, અનિર્વચનીય અને અચિંત્ય છે. તેને વાણીથી વર્ણવવાનો કે તેના વિશે વિચારવાનો કોઈ પણ પ્રયત્ન તેને તેના પોતાના સ્વરૂપથી સ્થૂત કરી અમુક વિરોષ અને સારહીન