________________
પ્રાસ્તાવિક
સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળના નવમા પુસ્તકરૂપે શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર' નામના આ વિશિષ્ટ ગ્રંથને વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ સમક્ષ પ્રસ્તુત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છું.
અવિઘાસિદ્ધાંત શાંકર વેદાન્તનો પાયાનો સિદ્ધાંત છે, એના ઉપર આ દર્શનનો આખો મહેલ ચણાયો છે. તેથી શાંકર વેદાન્તને સમજવા માટે અવિઘાને સમજવી અત્યંત આવશ્યક છે. પ્રસ્તુત ગ્રંથ અવિદ્યાનું સ્વરૂપ અને કાર્ય સમજાવે છે, અને તેમ કરતાં અદ્વૈત વેદાન્તનાં ગૂઢ રહસ્યો ઉદ્દઘાટિત કરે છે.
આશા છે કે પ્રસ્તુત ગ્રંથ ભારતીય તત્ત્વજ્ઞાનના અને ખાસ તો શાંકર વેદાન્તના અધ્યેતાઓ અને જિજ્ઞાસુઓને અવશ્ય ઉપયોગી બની રહેશે.
નગીન જી. શાહ સામાન્ય સંપાદક
સંસ્કૃત-સંસ્કૃતિ ગ્રંથમાળા B-14, દેવદર્શન ફલેટ, નહેરુનગર ચાર રસ્તા, . . આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫ જૂન ૨૧, ૨૦૦૧