________________
૨૧૪
શાંકર વેઠાન્તમાં અવિદ્યાવિયાર
છે
25. વળી, અવિદ્યા જ અવિદ્યાનો ઉપાય છે એ રજૂઆતમાં આપે દષ્ટાન્તોની હારમાળા દર્શાવી . તે પણ ક્લેશકર છે, અર્થની સિદ્ધિ કરનાર નથી, કારણ કે સર્વત્ર ઉપાય પોતે સ્વરૂપથી સત્ હોય છે, સ્વરૂપથી અસત્ આકાશકુસુમ વગેરે કશાના ઉપાય બનતા નથી. રેખા, ગકાર વગેરે વર્ણરૂપે જો કે સત્ નથી તેમ છતાં સ્વરૂપથી તો તેઓ સત્ છે જ. 26. ननु गकारोऽयमिति गृह्यमाणः स रेखासन्निवेशोऽर्थप्रत्यायको भवति, न चासौ तेन रूपेणास्ति । मैवम्, स्वरूपेण सतोऽर्थस्य रूपान्तरेणापि गृह्यमाणस्य कूटकार्षापणादेवि व्यवहारहेतुता दृश्यते च युक्ता च । यस्तु स्वरूपत एव नास्ति न तस्य स्वात्मना परात्मना वा व्यवहाराङ्गता समस्ति । रेखासन्निवेशश्च स्वरूपेण सन्निति वर्णात्मत्वेनासन्नपि तत्कार्याय पर्याप्नुयात् । न त्वयमविद्यायां न्यायः, स्वरूपासत्त्वात् तस्याः । सर्पादौ तु सर्पादिस्वरूपवत् तज्ज्ञानस्यापि तत्कार्यत्वमवगतम् । अत एव शङ्काविषस्यापि स्वशास्त्रेषु चिकित्सामुपदिशन्ति । एवं वनगुहाकुहरदेशादेष निःसृतः केसरी, सरोषमित एवाभिवर्तते इत्यसत्येऽप्युक्ते यत् भीरूणां पलायनादि शूराणां च सोत्साहमायुधोद्यमनादि सत्यं कार्यमुपलभ्यते तत्र सिंहज्ञानस्य तत्कार्यत्वात् नासत एवोपायत्वम् । एतेन प्रत्तिबिम्बदृष्टान्तोऽपि प्रत्याख्यातः, खड्गादेर्मुखादिकालुष्यकल्पनाकारणस्य तत्र सद्भावात्, इह तु तदभावादिति । 26. અદ્વૈતવેદાન્તી – ‘આ ગકાર છે’ એમ ગ્રહણ કરાતો તે રેખાસન્નિવેશ અર્થનું જ્ઞાન કરાવે છે અને છતાં તે રેખાસન્નિવેશ તે ગકારવર્ણરૂપે તો અસ્તિત્વ ધરાવતો નથી. વૈયાયિક – ના, એવું નથી. ટકાર્યાપણની જેમ (ખોટા રૂપિયાની જેમ) સ્વરૂપથી સત્ એવો અર્થ (વસ્તુ) પરરૂપથી ગ્રહણ કરાતો હોવા છતાં વ્યવહારનો હેતુ બનતો દેખાય છે અને તે યુક્ત છે. પરંતુ જે સ્વરૂપથી જ અસ્તિત્વ ધરાવતો નથી તે સ્વરૂપથી કે પરરૂપથી વ્યવહારનો હેતુ બને એ ઘટતું નથી; રેખાસન્નિવેશ સ્વરૂપથી સત્ છે એટલે વર્ણરૂપે અસત્ હોવા છતાં વર્ણનું કાર્ય કરવા શક્તિમાન બને. આ ન્યાય (તર્ક) અવિદ્યામાં નથી કારણ કે અવિદ્યા તો સ્વરૂપથી અસત્ છે. સર્પ વગેરેની બાબતમાં,સર્પ આદિના સ્વરૂપની જેમ સર્પ આદિનું જ્ઞાન પણ સર્પ આદિનું કાર્ય (મરણ આદિ) કરતું જાણ્યું છે. એટલે જ શંકાવિષની પણ ચિકિત્સા કરવાનો ઉપદેશ આયુર્વેદ આપે છે. એ જ રીતે, ‘વનની ગુફાની બખોલના પ્રદેશમાંથી ક્રોધે ભરાયેલો આ સિંહ નીકળી આ તરફ જ આવી રહ્યો છે’ આમ અસત્ય ખોલાતાં, ભીરુઓનું પલાયન આદિ અને શૂરવીરોનું સોત્સાહ આયુધો ઉગામવા આદિ સત્ કાર્ય ઉપલબ્ધ થાય છે; ત્યાં સિંહજ્ઞાન સિંહનું કાર્ય કરે છે એટલે ઉપાય અસત્ જ નથી. આનાથી જ પ્રતિબિંબના દૃષ્ટાન્તનું પણ પ્રત્યાખ્યાન થઈ ગયું, કારણકે મુખ આદિના કાલુષ્યની કલ્પનાનું કારણ ખડ્ગ વગેરે ત્યાં અસ્તિત્વ ધરાવે છે, સત્ છે, પરંતુ અહીં તો તેનો અભાવ છે.
27. यदपि बद्धमुक्तव्यवस्थासिद्धये पादवेदनाद्युदाहृतम्, तदप्येवमपाकृतम्, अवच्छेदकस्य पादादेस्तत्र तात्त्विकत्वात्, इह तु भेदकल्पनाबीजम द्वैतवादिनो दुर्घटमिति बहुशः प्रदर्शितम् ।
27. વળી, બન્ને-મુક્તની વ્યવસ્થા સિદ્ધ કરવામાં પાઠવેદના વગેરેનાં જે ઉદાહરણો આપ્યાં તેમનું પણ આ રીતે ખંડન થઈ જાય છે, કારણ કે ત્યાં અવચ્છેદ-પાદ વગેરે તાત્ત્વિક છે; પરંતુ અહીં ભેદકલ્પનાનું બીજ અદ્વૈતવાદીઓને માટે દુર્ઘટ છે એ અમે અનેક રીતે દર્શાવ્યું છે.