________________
૧૯૮
શાંકર વેઢાન્તમાં અવિવાવિચાર જો કહેવામાં આવે કે સુપ્નોસ્થિત પુરુષને જેમ સુષુપ્તિકાલીન સ્વરૂપસુખના અનુભવને કારણે હું સુખે સૂઈ ગયો હતો એવું સુખસ્મરણ થાય છે, તેમ સુખોતિકોઈક પુરુષને કોઈક વાર હું દુઃખપૂર્વક સૂઈ ગયો હતો એવું દુઃખસ્મરણ પણ થાય છે. તેથી શું સુષુપ્તિમાં દુઃખાનુભવ પણ સ્વીકારવો ના સુપુસ્તિકામાં દુઃખાનુભવની સામગ્રી ન હોવાથી સુષુપ્તિદરામાં દુઃખાનુભવ થઈ શકે નહિ. જો કહેવામાં આવે કે સુષુપ્તિદશામાં જેમ દુઃખાનુભવની સામગ્રી હોતી નથી તેમ સુખાનુભવની પણ સામગ્રી હોતી નથી, તો પછી સુષુપ્તિમાં સુખાનુભવ પણ કેવી રીતે થાય? આના ઉત્તરમાં કહેવું જોઈએ કે સાલિસ્વરૂપ સુખ નિત્ય છે, તે કારણજન્ય નથી. આ સ્વરૂપસુખના આકારની અવિદ્યાવૃત્તિ દ્વારા સ્વરૂપસુખનો અનુભવ સુષુપ્તિમાં થઈ શકે. કયારેક દુઃખપૂર્વક હું સૂઈ ગયો હતો એવો જે સ્મરણરૂપ બોધ થાય છે તેનો અર્થ એવો થાય છે કે 'દુઃખસાધન રાધ્યાઠિમાં મેંશયન કર્યું હતું. દુઃખસાધન શય્યાદિ જ એવી પ્રતીતિનો વિષય છે. શય્યાદિના અસમીચીનત્વને કારણે જ રાચ્યાદિમાં દુઃખનો ઉપચાર કરવામાં આવે છે. વસ્તુતઃ સુષુપ્તિમાં દુઃખનો અનુભવ હોતો નથી. હું દુઃખપૂર્વક સૂતો હતો એવી પ્રતીતિમાં દુઃખનો ઉપચારમાત્ર હોય છે.”
અથવા, ફોઈ કોઈ સુષુપ્તિમાં દુઃખાનુભવ પણ થાય છે એવું પણ સ્વીકારી રાણાય. તેનીચે પ્રમાણે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થાઓમાંથી પ્રત્યેક ત્રિવિધ છે. ત્રિવિધ જાગઅવસ્થા આ પ્રમાણે છે – (૧) જાગ્રત-જાગ્રત્ (૨) જાગ્રં-સ્વપ્ન અને (૩) જાગ્રતસુષુપ્તિ. પ્રમજ્ઞાનને જાગ્રત્-જાગ્રત્ કહેવાય. ગુક્તિરજતાદિ વિભ્રમરૂપ જ્ઞાનને જાગ્રત-સ્વપ્ન કહેવાય. અને જ્યારે શ્રમાદિ દ્વારા સ્તબ્ધીભાવ થાય અર્થાત્ અહમાકારી વૃત્તિથી જુદી વૃત્તિ સામાન્યભાવે થાય ત્યારે જાગ્રત્-સુષુપ્તિ થઈ કહેવાય. આ જ રીતે સ્વપ્નાવસ્થા પણ ત્રિવિધ છે - (૧) સ્વપ્ન-જાગ્રત્ (૨) સ્વપ્ન-સ્વપ્ન અને (૩) સ્વપ્ન-સુષુપ્તિ. સ્વાવસ્થામાં મત્રાદિની પ્રાપ્તિ એ સ્વપ્ન-જાગત્ કહેવાય. સ્વપ્નાવસ્થામાં પણ સ્વપ્ન દેખાય, અર્થાત્ સ્વપ્નમાં સ્વપ્ન દેખાય એ સ્વપ્ન-સ્વપ્ન કહેવાય. અને જાદવસ્થામાં કહી ન શકાય એવું સ્વપ્નદર્શન સ્વપ્નસુષુપ્તિ કહેવાય. સ્વપ્નદશામાં જે અનુભવ થયો હોય તે જાગદશામાં કહેવો અશક્ય હોતાં તેને સ્વપ્ન-સુષુપ્તિ કહેવાય. એ જ રીતે સુષુપ્તિ અવસ્થા પણ ત્રિવિધ છે - (૧) સુષુપ્તિ-જાગ્રત (૨) સુષુપ્તિ-સ્વપ્ન અને (૨) સુષુપ્તિ-સુષુપ્તિ સુષુપ્તિ અવસ્થામાં સાત્ત્વિકી સુખાકારાવૃત્તિ સુષુપ્તિ-જાગ્રત્ કહેવાય. આવી સુષુપ્તિ પછી સુખોસ્થિત પુરુષને હું સુખે સૂતો હતો એવી સ્મૃતિ થાય છે. આવી સુષુપ્તિમાં જે સાત્ત્વિકી સુખાકારવૃત્તિ થાય છે તે સત્ત્વગુણનો પરિણામ છે અને સુખાકારી વૃત્તિ આત્મવિષણિી વૃત્તિ છે. સુષુપ્તિ અવસ્થામાં જે રાજસી વૃત્તિ થાય છે તે જ સુષુપ્તિ-સ્વપ્ન કહેવાય છે. આવી સુષુપ્તિ પછી હું દુઃખપૂર્વક સૂતો હતો એવી સ્મૃતિ થાય છે. અહીં રાજસી વૃત્તિનો અર્થ છે - રજોગુણવિષણિી વૃત્તિ. રજોગુણ દુઃખાદિરૂપે પરિણામયોગ્ય હોઈ રજો ગુણમાં દુઃખત્વનો ઉપચાર થાય છે. પરંતુ રાજસી વૃત્તિ પોતે રજોગુણનો પરિણામ નથી. સાત્ત્વિકી, રાજસી અને તામસી આ ત્રિવિધ વૃત્તિ સત્ત્વગુણનો જ પરિણામ છે. જ્ઞાનરૂપ વૃત્તિમાત્ર સત્ત્વગુણનો પરિણામ છે. “સ્વાત્ સંબાયતે જ્ઞાન” (૧૪.૧૭) એ ગીતાવચન આમાં પ્રમાણ છે. સત્ત્વગુણસિવાય અન્યગુણનો પરિણામ જ્ઞાનરૂપ વૃત્તિ હોઈ શકે નહિ. સુષુપ્તિ અવસ્થામાં જે તામસી વૃત્તિ છે તે જ સુષુપ્તિ