________________
૧૯૬
શાંકર વેદાનમાં અવિવાવિચાર જ્ઞાનવિરોધિત્વરૂપે ભાસે છે, અર્થાત્ અજ્ઞાન પ્રમાવિરોધિત્વરૂપે ભાસે છે. અજ્ઞાન જ્ઞાનાભાસનું વિરોધી નથી, ઊલટું અજ્ઞાન જ્ઞાનાભાસનું ઉપાદાન છે."
પ્રાભાકર મતમાં જ્ઞાનમાત્રને પ્રમાં કહેવામાં આવે છે. વિચાર કરતાં જણાશે કે આ વાત અદ્વૈતવેદાન્તીને પણ માન્ય છે. અન્તઃકરણવૃત્તિ એ જ્ઞાન જ છે અને જ્ઞાનમાત્ર પ્રમા છે એ અદ્વૈતવેદાન્તીનો મત છે. અદ્વૈત વેદાન્તી અવિદ્યાવૃત્તિરૂપ જ્ઞાનાભાસ સ્વીકારે છે. પ્રભાકર મતમાં તેનો સ્વીકાર જ નથી. અદ્વૈત વેદાન્તી અનુસાર, જ્ઞાનાભાસ અજ્ઞાનનો નિવર્તક નથી એ કારણે જ તેને જ્ઞાન કહી શકાય નહિ. અજ્ઞાનનું અવિરોધી જ્ઞાન જ્ઞાન જ નથી. જ્ઞાનાભાસ અજ્ઞાનનો અવિરોધી છે એટલે તે જ્ઞાન નથી. પરંતુ જ્ઞાનાભાસ પણ જ્ઞાનની જેમ જ સંસ્કાર અનેં ઇછાદિનો જનક છે, એટલે કોઈક સ્થળે જ્ઞાનાભાસને પણ જ્ઞાન કહેવામાં આવેલ છે. વસ્તુતઃ જ્ઞાનાભાસ અજ્ઞાનનો વિરોધી નથી, તેથી તે જ્ઞાન નથી. અદ્વૈત વેદાન્તના આ સમસ્ત સિદ્ધાન્તરહસ્યનો ખ્યાલ ન હોવાથી વેદાન્તપરિભાષાકારે ભાદમતમાન્ય પ્રમાલક્ષણને અદ્વૈત વેદાન્ત ઉપર લાદવાની ચેષ્ટા કરી છે. ભાદમતમાન્ય પ્રમા અને અદ્વૈત વેદાન્ત પ્રમા અત્યન્ત વિલક્ષણ છે. જ્ઞાનાખ્ય અન્તઃકરણવૃત્તિ જ અદ્વૈતવેદાન્તના મતે પ્રમા છે. તેથી જ્ઞાનનું અધિગતવિષયકકે બાધિતવિષયક હોવું કદી સંભવતું જ નથી. જે અધિગતવિષયક હોય, જેમકે સ્મૃતિ, તે જ્ઞાનાભાસ છે, અર્થાત્ અવિદ્યાવૃત્તિ છે, અન્તઃકરણવૃત્તિ નથી, જ્ઞાન નથી. તેવી જ રીતે, બાધિતવિષયક શુક્તિરતાદિજ્ઞાન પણ જ્ઞાન નથી પણ જ્ઞાનાભાસ છે, અવિદ્યાવૃત્તિ છે, જ્ઞાન નથી, અન્તઃકરણવૃત્તિ નથી. એટલે જ સિદ્ધાન્તબિંદુમાં મધુસૂદન સરસ્વતીએ સ્મૃતિ, સંશય અને વિપર્યયજ્ઞાનનો અવિદ્યાવૃત્તિ તરીકે નિર્દેશ કર્યો છે, તે સ્મૃતિ વગેરે જ્ઞાનાભાસ છે પણ જ્ઞાન નથી અર્થાત્ અન્તઃકરણવૃત્તિ નથી. અનુમિત્યાદિ પરોક્ષ પ્રમાની જેમ પરોક્ષ ભ્રમ પણ અદ્વૈતવેદાન્તી સ્વીકારે છે. પરોક્ષ ભ્રમ પણ અન્તઃકરણવૃત્તિ નથી પરંતુ અવિદ્યાવૃત્તિ છે. અનાખવાક્યાદિજન્ય પરોક્ષ ભ્રમ થાય છે.'
સુષુપ્ત અવસ્થામાં સ્વરૂપભૂત સુખના આકારની અવિઘાવૃત્તિ થાય છે, એટલે સુષુપ્ત અવસ્થામાં સુખભોગ થાય છે. સુખસાક્ષાત્કાર જ સુખભોગ છે. આ ભોગનો ભોક્તા સુષુખ્યભિમાની પ્રાજ્ઞ છે. આ સુષુર્વાભિમાની ચૈતન્યને પ્રાજ્ઞ કેમ કહ્યો છે એનું કારણ દર્શાવતા મધુસૂદન સરસ્વતીએ કહ્યું છે કે સુષુખ્યભિમાની ‘અજ્ઞ' હોઈ તેને પ્રાજ્ઞ નામે ઓળખવામાં આવે છે. જીવને મૂલાજ્ઞાન સર્વદા હોય છે એટલે તે સર્વદા અજ્ઞ તો છે જ. પરંતુ સુષુપ્તિકાલે મૂલાાાન તો હોય છે જ, ઉપરાંત અવસ્થાઅજ્ઞાન પણ હોય છે. આમ સુષુપ્તિમાં દ્વિવિધ અજ્ઞાન હોઈ સુષુખ્યભિમાની વિશેષરૂપે અજ્ઞ છે. મધુસૂદને આ ‘પ્રાશ” નામનો અન્ય અર્થ પણ ર્યો છે. તે નીચે પ્રમાણે છે. સુષુપ્તિદશામાં ત્રણ વૃત્તિઓ હોય છે એમ કહેવાયું છે. આ ત્રણ વૃત્તિના વિષયથી અન્ય વિષયવિશેષનું દર્શન સૌષુપ્ત સાક્ષી કરતો નથી, તેથી અન્યવિષયવિરોષવિષયત્વ સૌષપ્ત સાક્ષીને નથી. અને ‘વિશેષાવિષ્કામાવેન પ્રષ્ટિજ્ઞત્વોતવા દ્વારા મધુસૂદને આ જ વાત કહી છે. સુષુપ્તિદશામાં અજ્ઞાનાદિ ત્રણ વિષય સિવાય અન્ય વ્યાવહારિક પ્રપંચવિષયક જ્ઞાન હોતું નથી. ઉક્ત ત્રણ વિષય સિવાયનો વ્યાવહારિક વિષય જ વિરોષ વિષય છે. આ વિરોષવિષયકત્વ સૌષપ્ત સાક્ષીને હોતું નથી. વિરોષવિષયક જ્ઞાન જ દુઃખનું કારણ છે. દુઃખના કારણભૂત વિરોષવિષયત્વનો અભાવ એ જ સૌષુપ્ત જ્ઞાનનો પ્રકર્ષ છે.