________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર
આપણે અવસ્થાઅજ્ઞાનને અનાદિ કહ્યું છે. પરંતુ તેના અનાદિત્ય બાબતે આચાર્યોમાં મતભેદ છે. વિવરણની ટીકા ઋજુવિવરણમાં સર્વજ્ઞ વિષ્ણુભટ્ટોપાધ્યાયે કહ્યું છે કે કેટલાક આચાર્યો મૂલાજ્ઞાનની જેમ અવસ્થાઅજ્ઞાનને પણ અનાદિ ગણે છે પણ તેમનો મત સંગત નથી.' અવસ્થાઅજ્ઞાન અનાદિ નથી પણ સાદિ છે. અજ્ઞાનનું સાદિપણું બીજા કોઈએ સ્વીકાર્યું હોય એવું જણાતું નથી. આ સર્વજ્ઞ વિષ્ણુભટ્ટ પ્રસિદ્ધ સર્વદર્શનકારના ગુરુ હતા એવો ખ્યાલ છે. અવસ્થાઅજ્ઞાન સંબંધે વિશેષ આલોચના અદ્વૈતસિદ્ધિના પ્રતિકર્મવ્યવસ્થાપ્રકરણમાં મધુસૂદને અને ગૌડ બ્રહ્માનન્દે કરી છે. ગૌડ બ્રહ્માનન્દે કહ્યું છે કે આવરણ અને વિક્ષેપ બે શક્તિથી યુક્ત, બ્રહ્મજ્ઞાન સિવાયના જ્ઞાનથી નારણ્ય, મૂલાજ્ઞાન સાથે તાદાત્મ્યાનાપન્ન અર્થાત્ મૂલાજ્ઞાન સાથે તાદાત્મ્ય ન પામેલા અજ્ઞાનને તુલાજ્ઞાન કહેવામાં આવે છે; અને આવરણવિક્ષેપરાક્તિયુક્ત, બ્રહ્મજ્ઞાનાન્યજ્ઞાનનારણ્ય, મૂલાજ્ઞાનતાદાત્મ્યાપન્ન અજ્ઞાનને અવસ્થાઅજ્ઞાન કહેવામાં આવે છે. . અવસ્થાઅજ્ઞાન મૂલાજ્ઞાનની અવસ્થાવિરોષ છે. મૂલાજ્ઞાનની અવસ્થાવિરોષ હોવાને કારણે અવસ્થાઅજ્ઞાન ભૂલાજ્ઞાન સાથે તાદાત્મ્ય ધરાવે છે. તુલાજ્ઞાન મૂલાજ્ઞાન સાથે તાદાત્મ્ય ધરાવતું નથી. અવસ્થાઅજ્ઞાન અને તુલાજ્ઞાન વચ્ચે આ જ ભેદ છે. મૂલાજ્ઞાન સાથે તાદાત્મ્યાપન્ન અવસ્થાઅજ્ઞાનને કોઈ પણ રીતે સાદિ કહેવાય નહિ.
૩૩
૧૮૮
સુષુપ્તિકાળે અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ હોય છે; એટલે જ સુપ્તોત્થિત પુરુષને અજ્ઞાનનું સ્મરણ થાય છે. અહીં પ્રશ્ન એ થાય છે કે સુષુપ્તિદશામાં અજ્ઞાનનું જે પ્રત્યક્ષ થાય છે તે પ્રત્યક્ષનો વિષય અજ્ઞાન સાક્ષીનું વિરોષણ બનીને પ્રત્યક્ષ થાય છે કે સ્વતંત્રપણે પ્રત્યક્ષ થાય છે ? અજ્ઞાનવિશિષ્ટ સાક્ષિવિષયક અવિદ્યાવૃત્તિ થાય છે કે કેવળ અજ્ઞાનવિષયક અવિદ્યાવૃત્તિ થાય છે ? અજ્ઞાન ચૈતન્યમાં આશ્રિત વસ્તુ છે, એ આશ્રિત અજ્ઞાનનું પ્રત્યક્ષ આશ્રિતત્વરૂપે થાય છે કે તેમ ન હોતાં અજ્ઞાનસ્વરૂપમાત્રનું પ્રત્યક્ષ થાય છે ? આવી જ રીતે સુષુપ્તિમાં સુખનું જે પ્રત્યક્ષ થાય છે તે શું સુખાભિન્ન સાક્ષીનું પ્રત્યક્ષ છે કે સુખમાત્રનું પ્રત્યક્ષ છે ? નિષ્કર્ષ એ કે સુષુપ્તિમાં વિશિષ્ટવિષયક વૃત્તિ હોય છે કે નહિ ? સુષુપ્તિમાં વિશેષણવિશેષ્યભાવે જ્ઞાન
સંભવિત છે કે નહિ ?૨૪
આના ઉત્તરમાં કહેવું જોઈએ કે સુષુપ્તિદશામાં વિશિષ્ટવિષયક વૃત્તિ થઈ શકે નહિ. વિશિષ્ટવિષયક વૃત્તિ વિશેષ્ય અને વિશેષણના સંસર્ગવિષયક વૃત્તિ છે. સુષુપ્તિદશામાં નિર્વિકલ્પક જ્ઞાન જ થાય છે. નિર્વિકલ્પક જ્ઞાન સંસર્ગવિષયક હોતું નથી. વિશેષણવિશેષ્યના સંસર્ગવિષયક જ્ઞાન સવિકલ્પક જ્ઞાન છે. સવિકલ્પક જ્ઞાનમાં અહંકાર હેતુ છે. સ્થૂલાવસ્થ મનને જ અહંકાર કહે છે. સ્થૂલાવસ્થ મન સુષુપ્તિમાં હોતું નથી. સુષુપ્તિદશામાં મન સૂક્ષ્મરૂપે અર્થાત્ સંસ્કારરૂપે પોતાના ઉપાદાન એવી અવિદ્યામાં લીન હોય છે. સુષુપ્તિદશામાં અહંકાર હોતો નથી, એટલે વિશિષ્ટવિષયક વૃત્તિ સુષુપ્તિમાં હોઈ શકે નહિ. સ્વપ્નદશામાં મનનો લય થતો નથી એટલે વિશિષ્ટવિષયક વૃત્તિ અર્થાત્ સવિકલ્પક વૃત્તિ સ્વપ્નદશામાં હોય છે. સંસર્ગવિષયક વૃત્તિમાં અહંકાર નિમિત્તકારણ છે. નિમિત્તકારણતામાં ઉપાદાનથી કંઈક વિલક્ષણતા છે. કાર્યની અવ્યવહિત પૂર્વકાલે હોવું કારણ માટે જરૂરી છે. ઉપાદાનકારણ કાર્યની અવ્યવહિત પૂર્વકાળે અસ્તિત્વ ધરાવે છે તેમ જ કાર્યકાળે પણ અસ્તિત્વ ધરાવે છે. ઉપાદાન કાર્યકાળે અસ્તિત્વ ધરાવે છે પણ તે કારણ તરીકે અસ્તિત્વ ધરાવતું નથી કિંતુ કાર્યના આશ્રય તરીકે જ અસ્તિત્વ ધરાવે છે.