________________
૧૦૨
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિયાર અદ્વૈતસિદ્ધિકાર જણાવે છે કે પ્રલય પછી સૃષ્ટિના પ્રારંભમાં જીવને પ્રલયકાલીન અજ્ઞાનનું સ્મરણ થતું નથી તેથી પ્રલયકાળે પણ અજ્ઞાનવૃત્તિ હોતી નથી. પ્રલયદશામાં કાર્યોપાધિનાશસંસ્કૃત અજ્ઞાનમાત્ર હોય છે. તેથી પ્રલયદશામાં જીવચૈતન્ય અજ્ઞાનોપહિત હોય છે પણ અજ્ઞાનવૃત્તિમાં પ્રતિબિંબિત હોતું નથી. એટલે શું પ્રલયદશામાં અજ્ઞાન અસાક્ષિક હોય છે ? અસાક્ષિક અજ્ઞાનનું હોવું જ અપ્રસિદ્ધ છે. અજ્ઞાન ન હોય તો જીવ મુક્ત બની જાય. પ્રલયદશામાં શું જીવ મુક્ત થઈ જાય છે ? અહીં અદ્વૈતસિદ્ધિકારનો આશય આવો સમજવો જોઈએ ઃ જે સ્થળે અજ્ઞાનનું સ્મરણ અનુભવસિદ્ધ હોય તે સ્થળે સ્મરણનો ખુલાસો કરવા માટે અવશ્યપણે નિત્યાનુભવથી જુદો જન્ય અનુભવ સ્વીકારવો જોઈએ. જન્ય અનુભવ જ સંસ્કાર દ્વારા સ્મૃતિનો જનક બને છે. જે સ્થળે અજ્ઞાનનું સ્મરણ અનુભવસિદ્ધ નથી તે સ્થળે જન્મ અજ્ઞાનવૃત્તિ પણ માનવાની જરૂર નથી. તે સ્થળે અજ્ઞાનોપહિત ચૈતન્ય જ અજ્ઞાનનો સાક્ષી છે. ત્યાં અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિનો અભાવ. છે તેથી અજ્ઞાનનો સાક્ષી નથી અને એટલે અજ્ઞાન અસિદ્ધ છે, એમ કહેવાય નહિ. ઉપરાંત, અજ્ઞાનાકાર અજ્ઞાનવૃત્તિ હોય ત્યારે ચૈતન્ય અજ્ઞાનવૃત્તિમાં અવશ્ય પ્રતિબિંબિત હોય છે એ વાત પણ સાચી છે એટલે એનો પણ અપલાપ કરી શકાય નહિ. તેથી અદ્વૈતસિદ્ધિકારે અજ્ઞાનવૃત્તિના અભાવની દશામાં અજ્ઞાન સાક્ષિસિદ્ધ જ છે એમ
સ્પષ્ટ પણે કહ્યું ન હોવા છતાં અજ્ઞાનોપહિત ચૈતન્ય દ્વારા, પ્રલયકાલીન અજ્ઞાનની જેમ જ, અજ્ઞાન સાક્ષિસિદ્ધ જ હોય છે એમ તેમને અભિપ્રેત છે. અવિદ્યાવિષયક સંસ્કારસિદ્ધિને માટે વિવરણાચાર્ય પણ અવિદ્યાવિષયક અવિદ્યાવૃત્તિ સ્વીકારે છે. (વિવરણ, વિજયનગર સંસ્કરણ, પૃ. ૧૦૫). તેથી અવિદ્યાવિષયક જે અવિદ્યાવૃત્તિ અદ્વૈતસિદ્ધિકારે સ્વીકારી છે તે તેમની મનઃફલ્પિત નથી.
૨૮. ૬ ...વાજ્યમ્, અજ્ઞાનવિષયાજ્ઞાનામાવેન તયોગાત્ । સંશયાવેસ્તારનીખેતાજ્ઞાનસમાનविषयत्वनियमात् । भावत्वादिना संशये त्विष्टापत्तिरेव, भावत्वादेः साक्षिवेद्यत्वाभावेनाज्ञानविषयत्वात् अज्ञानस्य स्वरूपेणैव साक्षिवेद्यत्वात् । अद्वैतसिद्धि, पृ. ५५७
२७. ननु तदा ज्ञानाभावोऽपि स्वरूपेणैव भासताम् । सप्रतियोगिकत्वेनाभावज्ञान एव प्रतियोगिज्ञानस्य हेतुत्वात् । अन्यथा प्रमेयमिति ज्ञानेऽप्यभावो न भासेतेति चेत् । अद्वैतसिद्धि, पृ. ५५७-५५८ ...ન જિગ્નિતતમવેષિમિતિ પામોંડપિ ... જ્ઞાનામાવવિષયઃ । ન ચ તદ્દા ધર્માવિજ્ઞાનામાવાदभावज्ञानायोगः। ... अभावस्यापि प्रमेयत्वादिना ज्ञाने तदनपेक्षणात् । न्यायामृत, ३१६-३१७ न, साक्षिणा तावन्न स्वरूपेणाभावावगाहनम्, तस्य साक्षात् साक्ष्यवेद्यत्वात् । नापि शब्दादीना, तदानीं तेषामभावात् । नाप्यनुपलब्ध्या, तस्याः प्रतियोगिज्ञाननिरपेक्षाया अजनकत्वात् । अद्वैतसिद्धि, पृ. ५५८
૩૦.
૩૧.
... न च दृष्टाभावान्तरविलक्षणस्वभाव एवायमभाव इति स्वरूपेण साक्षिवेद्योऽस्तु इति वाच्यम् । अद्वैतसिद्धि, पृ. ५५८
३२. निर्विकल्पबुद्धिवेद्यत्वे भावत्वस्यैवौचित्यात्, अन्यथा परिभाषामात्रापत्तेः । अद्वैतसिद्धि, पृ. ५५८ न्यायामृत, पृ. ३१२