________________
ભાવરૂપ અજ્ઞાનનું સાધક ત્રીજા પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
આની સામે વાર્તિકકારનો ઉત્તરનીચે પ્રમાણે છે. “હાત્મિસ્થતીમા'. જેમ સુખશાનથી સંસ્કાર ઉત્પન્ન થાય છે તેમ અજ્ઞાનાનુભવથી સંસ્કાર ઉત્પન્ન થઈ શકે નહિ. સુખ વિનાશી વસ્તુ છે. તેથી, સુખનો વિનાશ થતાં સુખાવચ્છિન્ન ચૈતન્યનો પણ વિનાશ થાય છે એમ કહી શકાય. પરંતુ અજ્ઞાન તો અનાદિ વસ્તુ છે અને બ્રહ્મજ્ઞાન થાય નહિ ત્યાં સુધી સ્થાયી છે. તેથી સુપ્નોસ્થિત પુરુષનું અજ્ઞાન નાશ પામતું નથી, અર્થાત્ અજ્ઞાન અતીત બનતું નથી, અજ્ઞાન પૂર્વવત્ વર્તમાન જ રહે છે. જેમ સુખ અતીત અવસ્થાને પામે છે તેમ અજ્ઞાન અતીત અવસ્થાને પામતું નથી. આત્મચેતન્યાશ્રિત અજ્ઞાન વિદ્યમાન જ રહેતું હોવાથી અજ્ઞાનાવચ્છિન્નચેતન્ય પણ વિદ્યમાન જ રહે છે. તેથી તે સંસ્કારનું જનક બની શકે નહિ. આ જ વાત “આત્મસ્થ અજ્ઞાન અતીતભાફ બનતું નથી” એ વાક્ય દ્વારા કહેવામાં આવી છે. “અતીત’ શબ્દ અહીં ભાવપ્રધાન છે અર્થાત્ અતીતત્વનો બોધક છે. આત્મસ્થ અજ્ઞાન અતીતભાફ અર્થાત્ અતીતત્વમાફ બનતું નથી, વિદ્યમાન જ રહે છે. અજ્ઞાન અને અજ્ઞાનાવચ્છિન્ન ચેતન્ય બંને વિદ્યમાન જ રહેતા હોઈ અજ્ઞાનાનુભવ કોઈ પણ રીતે સંસ્કારનો જનક બની શક્તો જ નથી."
પ્રત્યંગાત્મા અજ્ઞાનોપહિત ચેતન્ય છે. વિદ્યમાન અજ્ઞાન જ ચૈતન્યની ઉપાધિ હોય છે. આ પ્રત્યક ચૈતન્ય ભૂતકાળ અને ભવિષ્યકાળને સ્પર્શ કરી શક્યું નથી અર્થાત્ પ્રકાશિત કરી શકતું નથી. સાક્ષી સંસૃષ્ટ વિદ્યમાનનો જ પ્રકારક છે. તેથી આત્મચેતન્યમાં વિદ્યમાન અજ્ઞાન જ પ્રત્યફ ચૈતન્ય દ્વારા પ્રકાશિત થાય છે. વિદ્યમાન અજ્ઞાન દ્વારા ઉપહિત ચૈતન્ય જ અજ્ઞાનના પ્રકાર સ્વરૂપ છે. સંસારદશામાં આત્મચેતન્ય સર્વદા વિદ્યમાન અજ્ઞાન દ્વારા સર્વદા ઉપહિત હોય છે, તેથી સર્વદા અજ્ઞાનોપહિત આત્મચેતન્ય સર્વદા અજ્ઞાનનું પ્રકાશક છે. તેથી સુપ્નોસ્થિત પુરુષને વિષ’ એવી પ્રતીતિ સવિકલ્પક અનુભવરૂપ છે પરંતુ નિર્વિકલ્પક સ્મૃતિરૂપ નથી. સુષુપ્તિમાં અન્તઃકરણ વિદ્યમાન ન હોવાથી અજ્ઞાનનો સવિકલ્પક અનુભવ થઈ શક્તો નથી, અજ્ઞાનવિષયક નિર્વિકલ્પક અનુભવ જ થઈ શકે છે. નિર્વિકલ્પક અનુભવજન્ય વિકલ્પક સ્મૃતિ સંભવતી નથી. ‘નાવેરિષY’ એવી પ્રતીતિ નિર્વિકલ્પક સ્મૃતિ હોઈ શકે નહિ. ‘નારિણમ્' એ પ્રતીતિમાં અજ્ઞાન જ્ઞાનવિરોધિત્વરૂપે અને સવિષયકત્વરૂપે ભાસે છે, તેથી તે સપ્રકારક અનુભવ છે પરંતુ નિર્વિકલ્પક સ્મૃતિનથી. ‘નારિષ' એવી પ્રતીતિ નિર્વિકલ્પક સ્મૃતિ હોઈ શકે “ જ નહિ પણ સવિકલ્પક અનુભવ જ હોય તેનો હેતુ વાર્તિકકારે જણાવ્યો છે, તે છે – “વાર્થવેશ: પાર્થોડર્થો વિપતેને મૃતઃ '' નારિષતિ પ્રત્યયઃ | વાર્તિકની કારિકામાં ‘' શબ્દ નાતિ’ એવા પ્રત્યય (પ્રતીતિ)નો બોધક છે. નારિષY’ એ પ્રત્યયનો અર્થ અર્થાત્ વિષય છે અજ્ઞાન અને અજ્ઞાનદેશમાં (અજ્ઞાનરૂપ અધિકરણમાં) રહેલી અજ્ઞાનથી પર અર્થાત્ ભિન્ન એવી જ્ઞાનવિરોધિત્વાદિ ધર્મરૂપ વસ્તુ. તેથી તે પ્રત્યય વિકલ્પરૂપ છે પરંતુ નિર્વિકલ્પ સ્મૃતિરૂપ નથી. સપ્રકારક જ્ઞાન નિર્વિકલ્પક હોઈ શકે નહિ.” “તÀä é મતિમાસી” એ બૃહદારણ્યકશ્રુતિ(૧-૪-૭)ની વ્યાખ્યા કરતાં વાર્તિકકારે આ બધું કહ્યું છે.'
વિવરણાચાર્ય સુષુપ્તિને પ્રલયસ્વરૂપ સ્વીકારતા નથી. “અમાવપ્રત્યયાતની વૃત્તિનિંદ્રા” એ પાતંજલયોગસૂત્રને અનુસરી, તમોગુણાત્મક આવરણ જજેનો વિષય છે અને જે પોતે સત્ત્વગુણનો પરિણામ છે એવી સુષુપ્તિરૂપ વૃત્તિને તે નિદ્રાવૃત્તિ ગણી સ્વીકારે છે. સુષુપ્તિકાલમાત્રસ્થાયી નિદ્રાવૃત્તિને બૃહદારણ્યકભાષ્યવાર્તિકમાં વાર્તિકકારે સ્વીકારી નથી. પરંતુ વિવરણાચાર્ય