________________
૧૫૪
શાંકર વેદાન્તમાં અવિવાવિચાર છે? ઘટાનુપલબ્ધિ ઘટવિષયક અજ્ઞાન દ્વારા અનુમિત થાય છે અને આ ઘટવિષયક અજ્ઞાન સાહિસિદ્ધ છે. સાહિસિદ્ધ અજ્ઞાન દ્વારા અનુમિત અનુપલબ્ધિ ઘટાભાવવિષયક પરોક્ષ પ્રમિતિની જનક છે. ઘટાભાવવિષયક પ્રમિતિ ઇન્દ્રિયજન્ય નથી, ઇન્દ્રિયની સાથે અભાવનો કોઈ પણ સક્નિકર્ષ નથી. વિરોષણતા અને વિરોધ્યતા એ કોઈ સનિકર્ષ નથી. | ‘ઘટાભાવવાળું ભૂતલ (= પરમાવવત્ ભૂતન) આવા ચાક્ષુષ પ્રત્યક્ષમાં ચક્ષુની સાથે ઘટાભાવનો સનિકર્ષ ક્યો છે એનું નિરૂપણ કરતી વખતે ઉદ્યોતકર વગેરે તૈયાયિકો કહે છે કે ચક્ષુરિન્દ્રિયની સાથે ભૂતલનો સંયોગનિર્ષ છે અને ઘટાભાવ ચક્ષુનિકૃષ્ટ ભૂતલનું વિશેષણ છે, તેથી ઘટાભાવની સાથે ચક્ષુનો ચક્ષુસંયુક્તવિશેષણતાસનિકર્ષ છે. ‘ભૂતલે ઘટાભાવ” (="પૂતને ઘટમાવ:') એવા ચાક્ષુષ પ્રત્યક્ષમાં ચક્ષુસંયુક્ત ભૂતલ છે અને ઘટાભાવ ભૂતલનું વિશેષ્ય છે. તેથી અહીં ચક્ષુસંયુક્તવિરોધ્વતારૂપ સન્નિકર્મ ચક્ષુનો ઘટાભાવ સાથે છે. આમ નિયાયિકો ઈન્દ્રિયસંબદ્ધ વિશેષણતા કે વિશેષ્યતાને જ ઇન્દ્રિયની સાથે અભાવનો સનિષ ગણે છે. અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂતલાદિનિષ્ટ ઘટાભાવમાં જે વિશેષણતા કે વિરોધ્યતા સ્વીકારવામાં આવી છે તે વિરોષણતા કે વિશેષ્યતા ક્યા સંબંધથી અવચ્છિન્ન છે? બે સંબદ્ધ વસ્તુમાંથી એક વિરોષણ અને બીજી વિરોગ હોય છે. અસમ્બદ્ધ બે વસ્તુઓ વચ્ચે વિશેષણવિરોધ્યભાવ પ્રતીત થઈ શકે નહિ. અસમ્બદ્ધ વસ્તુ પણ જો વિરોષણ તરીકે પ્રતીત થાય તો જગતની બધી વસ્તુઓ બધી વસ્તુઓના વિશેષણરૂપે પ્રતીત થાય. ભૂતલ સાથે ઘટાભાવનો સંબંધ શો છે એ નિરૂપવું જરૂરી છે. દંડવાળો પુરુષ” (= “ઇcવાનું પુરુષ:') એવી પ્રતીતિમાં દડ વિશેષણરૂપે અને પુરુષ વિશેષ્યરૂપે પ્રતીત થાય છે. દંડ અને પુરુષ વચ્ચે સંયોગસંબંધ છે એટલે એવી પ્રતીતિ થાય છે. અસંયુક્ત દંડ અને પુરુષ વિરોષણવિરોષ્યભાવે પ્રતીત થઈ શકે નહિ. તેથી, પ્રસ્તુતમાં ભૂતલની સાથે ઘટાભાવના સંબંધનું નિરૂપણ કરવું જરૂરી છે. નિયાયિકો અહીં સ્વરૂપસંબંધ સ્વીકારે છે. આ સ્વરૂપનો અર્થ શો છે? સ્વ અને રૂપ એ બે શબ્દો દ્વારા શું જણાવાયું છે ? વધ્યાપુત્રાદિ અલીક વસ્તુનિ:સ્વરૂપ છે. તેના સિવાય સક્લવસ્તુ સસ્વરૂપ છે. વસ્તુમાત્ર “સ્વ' શબ્દગ્રાહ્ય છે અને વસ્તુમાત્રને કોઈને કોઈ રૂપ હોય છે. ભૂતલને પણ સ્વરૂપ છે અને ઘટાભાવને પણ સ્વરૂપ છે. તેથી ‘ઘટાભાવવાળું ભૂતલ કહેતાં બેય સ્વરૂપ પ્રતીત થાય. પણ ભૂતલનું સ્વરૂપ ભૂતલમાં જ છે અને ઘટાભાવનું સ્વરૂપ ઘટાભાવમાં જ છે. સંબંધમાત્ર કિષ્ટ હોય છે, જેમકે સંયોગ, સમવાય, વગેરે કેવળ એક એક વ્યક્તિનિષ્ટ સ્વરૂપ કેવી રીતે સંબંધ બની શકે છે. ભૂતલે ઘટ હોય કે ન હોય તેથી ભૂતલસ્વરૂપમાં કંઈ જ વ્યત્યય થતો નથી. તેવી જ રીતે, ઘટાભાવ ભૂતલ હોય કે અન્યત્ર તેથી ઘટાભાવના સ્વરૂપમાં પણ કંઈ વ્યત્યય થતો નથી. કોના સ્વરૂપને ભૂતલ અને ઘટાભાવનો સંબંધ ગણી નિયાયિકો સ્વીકારે છે ? અભાવની સાથે ભૂતલનો સંબંધ સિદ્ધ ન થાય તો ઘટાભાવની વિરોષણતા કે વિરોધ્યતા સિદ્ધ થાય જ કેમ? અસમ્બદ્ધ તો વિરોષણ કે વિરોગ્ય હોય જ નહિ. આ બધું વિચારીને જ મીમાંસકો અભાવની સાથે ઇન્દ્રિયનો ઇન્દ્રિયસમ્બદ્ધ વિશેષણતારૂપ સન્નિકર્ષ સ્વીકારતા નથી. ઇન્દ્રિય અસનિકૃષ્ટ વસ્તુના જ્ઞાનની જનક નથી. તેથી અભાવને એન્દ્રિયક જ્ઞાનનો વિષય નગણી અનુપલબ્ધિપ્રમાણજન્ય પરોક્ષ જ્ઞાનનો વિષય ગણી તેઓ સ્વીકારે છે. અભાવ ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો વિષય બની શકે જ નહિ. આ જ મીમાંસકોનો અભિપ્રાય છે.