________________
૧૫૨
શાંકર વેદાનમાં અવિવાવિવાર એ જ રીતે ત્રીજાહેતુનું જ્ઞાન પણ સંભવતું નથી. “જ્ઞાનવત્તા નિયમેનમણૂર્યમાળત્વા એ ત્રીજો હેતુ છે. સુપ્નોસ્થિત પુરુષનો આત્મા સ્મર્યમાણ હોવા છતાં અર્થાત્ સુષુપ્તિકાલીને આત્માનું સ્મરણ હોવા છતાં જ્ઞાનવારૂપે સુષુપ્તિકાલીન આત્માનું કદી સ્મરણ થતું નથી. તેથી સુષુપ્તિકાલે જ્ઞાન હતું નહિ એ અનુમિત થાય છે."અહીં અદ્વૈતસિદ્ધિકાર પૂછે છે કે જ્ઞાનવિશિષ્ટરૂપે આત્માનું સ્મરણ થતું નથી એનો અર્થ શું સમજવો? – કોઈ પણ વખતે આત્માનું જ્ઞાનવિશિષ્ટરૂપે સ્મરણ થતું નથી એમ કે સુષુપ્તિકાલાવચ્છેદે જ્ઞાનવિશિષ્ટરૂપે આત્માનું સ્મરણ થતું નથી એમ? પ્રથમ પા અસ્વીકાર્ય છે કારણ કે જ્ઞાનવિશિષ્ટરૂપે આત્માનું સ્મરણ સુપ્રસિદ્ધ છે, તેથી પ્રથમ પક્ષ અસિદ્ધ છે. બીજો પક્ષ પણ અસંગત છે. જ્ઞાનવિશિષ્ટરૂપે સુષુપ્તિકાલીન આત્માનું પણ ભ્રમવશતઃ સ્મરણ થઈ શકે છે. તેથી જ્ઞાનવત્તા નિયમનમમર્યમાત્વા હેતુ પક્ષમાં (સુષુપ્તિકાલીન આત્મામાં) નહોઈ અસિદ્ધ છે. આમ બીજો પક્ષ પણ અસંગત છે. વળી, જ્ઞાનવત્તા નિયમથી અસ્મર્યમાણ આત્મા હોય તો પણ તે આત્મામાં ઉપેક્ષણીય જ્ઞાનના અભાવને જ્ઞાનવત્તા નિયમથી અસ્મર્યમાણ હોવાથી એ હેતુ સિદ્ધ કરી શકે નહિ. કેમ? તેનું કારણ આ છે – સ્મરણયોગ્ય વસ્તુના નિયત અસ્મરણ દ્વારા અસ્મર્યમાણ તે સ્મરણયોગ્ય વસ્તુનો અભાવ સિદ્ધ થઈ શકે પરંતુ સ્મરણઅયોગ્ય વસ્તુના અસ્મરણ દ્વારા તે સ્મરણઅયોગ્ય વસ્તુનો અભાવસિદ્ધ ન થઈ શકે. ઉપેક્ષણીય જ્ઞાન ઉત્પન્ન થવા છતાં ઉપેક્ષણીયજ્ઞાનવિશિષ્ટરૂપે આત્માનું ક્યારેય સ્મરણ થતું નથી. ઉપેક્ષણીય જ્ઞાન સ્મરણયોગ્ય : નથી. સ્મરણઅયોગ્યના અસ્મરણ દ્વારા સ્મરણઅયોગ્યનો અભાવ સિદ્ધ થતો ન હોઈ, ઉપેક્ષણીયજ્ઞાનવિશિષ્ટ આત્માના નિયત અસ્મરણ ઉપરથી ઉપેક્ષણીય જ્ઞાનનો અભાવસિદ્ધ થાય નહિ. ઉપેક્ષણીય જ્ઞાનમાં ‘નિયમેન મર્યમાળ–’ હેતુ વ્યભિચારી થઈ પડે છે. ઉપેક્ષણીય જ્ઞાનમાં ‘નિયમન અર્થમાણત્વહેતુ છે પણ સાધ્ય જ્ઞાનાભાવ નથી. ઉપેક્ષણીય જ્ઞાન હોવા છતાં તે સ્મર્યમાણ હોતું નથી. અસ્મર્યમાણ હોવા છતાં તેનો અભાવ સિદ્ધ થતો નથી. તેથી સાધ્ય જ્ઞાનાભાવનું પ્રતિયોગિત્વ ઉપેક્ષણીય જ્ઞાનમાં ન હોવાથી અર્થાત્ ઉપેક્ષણીય જ્ઞાનપ્રતિયોગિક અભાવન હોવાથી હેતુ વ્યભિચારી બને છે. આમ તૃતીય હેતુ પણ અસંગત છે.
અહીં ન્યાયામૃતકાર કહે છે કે “નિયમથી અસ્મર્યમાણ હોવાને કારણે એ હેતુથી જો જ્ઞાનાભાવની અનુમિતિન થતી હોય તો પ્રાતઃકાળે અનુભૂત ચૌટામાં હાથીના જ્ઞાનનું અભાવજ્ઞાન કેવી રીતે થાય? પ્રાતઃકાળેચૌટો જોયો હતો પણ તે વખતે હાથીનું જ્ઞાન અમને હતું નહિ. તે વખતે અમને જો હાથીનું જ્ઞાન હોત તો ચોકના જ્ઞાનનું સ્મરણ થયું તેમ હાથીના જ્ઞાનનું પણ સ્મરણ થાત. હાથીના જ્ઞાનનું નિયત અસ્મરણ હોવાથી હાથીના જ્ઞાનનું અભાવજ્ઞાન અર્થાત્ હાથીના જ્ઞાનના અભાવની અનુમિતિ થાય છે. નિયમન અસ્મર્યમાણત્વ હેતુ દ્વારા જો જ્ઞાનાભાવની અનુમિતિન થતી હોય તો તેવા સ્થળે હાથીના જ્ઞાનની અનુમિતિ થાત નહિ. તો પછી હાથીના જ્ઞાનના અભાવવિષયક જ્ઞાન થાય જ કેવી રીતે?
આના ઉત્તરમાં અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે નિયમેન આર્મર્યમાત્ર હેતુ દ્વારા હાથીના જ્ઞાનના અભાવની અનુમિતિ થતી નથી પરંતુ જ્ઞાનની અનુપલબ્ધિ દ્વારા જ જ્ઞાનાભાવની સિદ્ધિ થાય છે, અનુપલબ્ધિપ્રમાણ જ અહીં અભાવગ્રાહક છે. અનુપલબ્ધિ એટલે જ ઉપલબ્ધિનો અભાવ. ઉપલબ્ધિના અભાવના જ્ઞાન દ્વારા ઉપલબ્ધિના વિષયનો અભાવ સિદ્ધ થાય છે. યોગ્યાનુપલબ્ધિ જ અભાવગ્રાહક છે. ઉપલબ્ધિના અભાવરૂપ અનુપલબ્ધિનું જ્ઞાન, ભાવરૂપ અજ્ઞાન દ્વારા સિદ્ધ