________________
શાંકર વેદાન્તમાં અવિઘાવિયાર થઈ પડે. એટલા માટે જ વિનષ્ટ અનુભવ વ્યવહિત સ્મૃતિને ઉત્પન્ન કરવા માટે સંસ્કારરૂપ વ્યાપાર ઉત્પન્ન કરે છે. અનુભવ સંસ્કારરૂપ વ્યાપાર ઉત્પન્ન ન કરે તો વિનષ્ટ અનુભવથી કાલાન્તરે સ્મૃતિ ઉત્પન્ન થઈ શકે નહિ. હવે જો જ્ઞાન નિત્ય હોય તો કાલાન્તરે વિષયપ્રકાશ માટે સંસ્કાર માનવાની કોઈ જ આવશ્યકતા રહેતી નથી. અનિત્ય જ્ઞાનના વ્યાપારરૂપ સંસ્કારથી કાલાન્તરે
સ્મૃતિ ઉત્પન્ન થાય છે અને એ સ્મૃતિ વિષયપ્રકાશરૂપ હોય છે. જો જ્ઞાન નિત્ય હોય તો કાલાન્તરે પણ તે વિદ્યમાન જ હોય અને એ નિત્ય જ્ઞાન જ કાલાન્તરે વિષયપ્રકારરૂપ હોય છે, પરિણામે સ્મૃતિનો સ્વીકાર કરવાની આવશ્યક્તા જ રહેતી નથી. સ્મૃતિ પોતે જ અનાવશ્યક બની જતાં સ્મૃતિના જનક સંસ્કારની કોઈ જ અપેક્ષા રહેતી નથી. આમ અવિનાશી જ્ઞાન પોતે જ કાલાન્તરે વિષયપ્રકાશરૂપ કાર્ય ઉત્પન્ન કરી શકતું હોઈ, તે જ્ઞાનમાં સંસ્કારજનકતા નથી. સંસ્કાર પોતે પ્રત્યક્ષ વસ્તુ નથી પરંતુ સ્મૃતિરૂપ કાર્યની ઉત્પત્તિ ઘટતી ન હોવાથી સંસ્કારની કલ્પના કરવામાં આવી છે. જ્ઞાન નિત્ય હોય તો કાલાન્તરે વિષયપ્રકાશ માટે નિત્યજ્ઞાનજન્ય સંસ્કારની કોઈ જરૂર જ નથી, એટલે ત્યાં સંસ્કારની કલ્પના કરવાની પણ કોઈ આવશ્યક્તા નથી. કાલાન્તરે વિષયપ્રકાશરૂપકાર્યની અનુપપત્તિ વિના સંસ્કારની કલ્પના થઈ શકે નહિ. અને એટલે જનયાયિકો ઈશ્વરમાં સંસ્કાર સ્વીકારતા નથી. તેમના મતે ઈશ્વરનું જ્ઞાન નિત્ય છે..નિત્ય જ્ઞાન સંસ્કારનું જનક હોતું નથી. અદ્વૈતવેદાન્તીના મતે સૌષપ્ત સાક્ષિપ્રત્યક્ષનો વિષય અનાઠિં. અજ્ઞાન છે. અનાદિ અજ્ઞાનથી ઉપરક્ત સાક્ષિચેતન્યરૂપ જ્ઞાન જ સૌષુપ્ત પ્રત્યક્ષ છે. એ પ્રત્યક્ષ સાક્ષિતન્યરૂપ હોઈ અવિનાશી છે અને એ સાક્ષિતન્યનો વિષય અજ્ઞાન પણ અનાદિ છે. બ્રહ્મસાક્ષાત્કાર વિના એ અનાદિ અજ્ઞાનનો નાશ થતો નથી. તેથી અવિનાશી સૌષુપ્ત જ્ઞાન અને એ જ્ઞાનનો વિષય અનાદિ અજ્ઞાન એ બંનેનો ઊંઘમાંથી જાગવાથી નાશ થતો નથી. તેથી આ અવિનાશી જ્ઞાન સંસ્કારનું પણ જનક નથી, અને સંસ્કાર ઉત્પન્નનથવાથી સ્મૃતિ પણ સંભવતી નથી, અને સ્મૃતિ સંભવતી ન હોવાથી સ્મૃતિરૂપ પરામર્શ દ્વારા સૌષુપ્ત પ્રત્યક્ષ પણ સિદ્ધ થાય નહિ. તેથી સ્મૃતિસિદ્ધ સૌષુપ્ત પ્રત્યક્ષ ભાવરૂપ અજ્ઞાન સિદ્ધ કરવા પ્રમાણ કેવી રીતે બને? એટલે, સ્મૃતિરૂપ પરામર્શથી સિદ્ધ એવું સૌષપ્ત પ્રત્યક્ષ ભાવરૂપ અજ્ઞાનને સિદ્ધ કરવામાં પ્રમાણ છે એમ અદ્વૈત વેદાન્તીએ જે કહ્યું છે તે સંપૂર્ણપણે અસંગત છે. પ્રસ્તુત પરામર્શ અનુમાનરૂપ હો કે સ્મૃતિરૂપ, તે ભાવરૂપ અજ્ઞાનવિષયક સૌષુપ્ત પ્રત્યક્ષને સિદ્ધ કરી શકે નહિ.
અદ્વૈતસિદ્ધિકાર ન્યાયામૃતકારનું ખંડન કરે છે. સુતોત્થિત પુરુષને અનુમાન પ્રમાણ દ્વારા સુષુપ્તિકાલીન જ્ઞાનાભાવની અનુમિતિ થઈ શકે છે, વગેરે જે ન્યાયામૃતકારે કહ્યું તે અસંગત છે. સુખોસ્થિત પુરુષને પ્રદર્શિત અનુમાન થઈ શકે જ નહિ. પ્રદતિ અનુમાનમાં હેતુ અને પાવિશેષણનું જ્ઞાન થઈ શકતું નથી. હેતુ અને પક્ષવિરોષણનું જ્ઞાન જ સંભવતું નહોઈ પ્રદર્શિત અનુમાનપ્રયોગ અસંગત છે.
ન્યાયામૃતમારે ત્રણ હેતુઓ આપ્યા છે. પ્રથમ હેતુ છે અવસ્થાવિશેષવત્ત્વ. સુષુપ્ત પુરુષની અવસ્થાવિરોષવન્દ્ર વસ્તુ શું છે ? સુષુપ્ત પુરુષને જ્ઞાનાભાવ સિવાય બીજો કોઈ પંણ અવસ્થાવિરોષ જણાવી શકાતો નથી. જ્ઞાનાભાવ જ સુષુપ્ત પુરુષની વિરોષ અવસ્થા છે. જ્ઞાનાભાવ પ્રકૃત અનુમાનનું સાધ્ય છે. એ સાધ્યની અનુમિતિ પહેલાં અવસ્થા વિશેષરૂપ હેતુનું શાન સંભવતું જ નથી. તેથી પ્રથમ હેતુ અસંગત છે."