________________
શાંકર વેદાન્તમાં અવિદ્યાવિચાર વિષાણમાં અવિદ્યમાન રાશીય ધર્મ જ પ્રતિયોગિતાનો અવચ્છેદક છે. શશીયત્વરૂપે વિષાણ નથી - આવો અભાવ જ “શશવિષાણ નથી એવી અપ્રસિદ્ધપ્રતિયોગિક અભાવની પ્રતીતિનો વિષય બને છે. વ્યધિકરણધર્માવચ્છિન્નાભાવ સ્વીકારીએ તો પ્રદર્શિત અનુભવવિરોધદોષ આવે નહિ. અનુભવવિરોધનો પરિહાર કરવા માટે વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ સ્વીકારવામાં આવ્યો છે. આવો અભિનવ અભાવ સ્વીકારીને પ્રદર્શિત અનુભવવિરોધનો પરિહાર કરવા છતાં એ હકીક્ત છે કે પ્રતિયોગીમાં અવિદ્યમાન ધર્મ પ્રતિયોગિતાનો અવચ્છેદક બનતો નથી; પ્રતિયોગીમાં વિદ્યમાન ધર્મ જ પ્રતિયોગિતાનો અવચ્છેદક બને છે. આ સર્વાનુભવસિદ્ધ હોવા છતાં વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવવાદીઓ આ અનુભવસિદ્ધ બાબતનો અપલાપ કરે છે. આમ વિવેચન- વિચાર કરી જોતાં અપ્રસિદ્ધપ્રતિયોગિતાક અભાવની પ્રતીતિ દુર્ઘટ જ રહે છે. અપ્રસિદ્ધપ્રતિયોગિતા અભાવની પ્રતીતિને બે રીતે ઘટાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પણ તે બંને રીતમાં અનુભવવિરોધ અપરિહાર્ય છે. બીજો કોઈ ઉપાય ન હોવાથી આવા સ્થળે પ્રદર્શિત બે રીતમાંથી કોઈ એકને આચાર્યો સ્વીકારે છે. તેથી અદ્વૈતસિદ્ધિકારે પણ આ પૂર્વપક્ષમાં બંને રીતો દર્શાવી છે. વ્યધિકરણધર્માવચ્છિનપ્રતિયોગિતા અભાવને ચિન્તામણિકાર સ્વીકારતા નથી. તેઓ એ અભાવનું ખંડન કરે છે તેથી જ્યાં ત્વદુક્ત વિશેષને હું જાણતો નથી' એમ કહેવામાં આવે છે તે સ્થળે ત્વક્તવિશેષવિષયક જ્ઞાનાભાવ અમને છે એમ સ્વીકારતાં વ્યાઘાતદોષ આવે છે, એટલે વિશેષમાં વિશેષાન્તરવિષયક જ્ઞાનાભાવ સ્વીકારવો જોઈએ. જે સ્થળે વિશેષમાં વિશેષાન્તર અપ્રસિદ્ધ હોય તે સ્થળે વિશેષ્યમાં વિશેષણનો અભાવ અથવા વ્યધિકરણધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવ ‘વિશેષને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય બને છે – આ જ પૂર્વપક્ષીનો અભિપ્રાય છે. "
અદ્વૈતસિદ્ધિકાર કહે છે કે પૂર્વપક્ષીએ આમ કહેવું યોગ્ય નથી કારણ કે એમાં અનુભવવિરોધદોષ આવે જ. ‘દુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય જો ત્વદુતાર્થવિષયક જ્ઞાનનો અભાવન હોય અને ‘ત્વદુક્ત વિશેષને હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય જો ત્વદુતવિરોષના જ્ઞાનનો અભાવ હોય તો પ્રદર્શિત ઉભય પ્રતીતિમાં અનુભવવિરોધદોષ આવે જ. ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી’ એ પ્રતીતિ ત્વક્તાર્થવિષયક જ્ઞાનના અભાવવિષયક નથી એમ પૂર્વપરી સ્વીકારે છે. તેમાં પૂર્વપક્ષીએ બાધ્ય થઈ એ સ્વીકારવું જ પડે કે ત્વદુક્તાર્થવિષયક જ્ઞાનનો અભાવ ન હોતાં ત્વદુક્તાર્થવિષયક જ્ઞાન થાય જ. પરિણામે ત્વદુક્તાર્થવિષયક જ્ઞાન થતાં દુક્તાર્થવિષયનો વ્યવહાર પણ થાય જ. આમ પૂર્વપક્ષીના મતમાં ‘ત્વદુક્ત અર્થને હું જાણતો નથી એવો અનુભવ જેને છે તેને ત્વદુક્તાર્થવિષયક જ્ઞાન અને ત્વદુક્તાર્થવિષયક વ્યવહારની આપત્તિ અપરિહાર્ય છે. પરંતુ ખરેખરતો ‘ત્વદુતાર્થને હું જાણતો નથી’ એવા અનુભવકાળે ત્વદુતાર્થવિષયક જ્ઞાન અને ત્વદુક્તાર્થવિષયક વ્યવહાર હોઈ શકે જ નહિ. તેથી તાદશ જ્ઞાન અને વ્યવહારનો સ્વીકાર પૂર્વપક્ષી ઉપર આવી પડતાં અનુભવવિરોધદોષ આવે છે. તેવી જ રીતે, ‘ત્વદુક્ત વિરોષને હું જાણતો નથી’ એ અનુભવકાળેહૂદુક્તવિશેષવિષયક જ્ઞાન થતાં ત્વદુષ્પવિરોષવિષયક વ્યવહારની પણ આપત્તિ આવે. ‘ત્વદુક્ત વિશેષને હું જાણતો નથી’ એ અનુભવકાળે તાદશ જ્ઞાન અને વ્યવહાર સ્વીકારતાં અનુભવવિરોધદીષ આવે જ.