________________
ભાવરૂપ અજ્ઞાનસાધક દ્વિતીય પ્રકારનું સાક્ષિપ્રત્યક્ષ
૧૩૩
પ્રત્યક્ષજ્ઞાન જ અપ્રસિદ્ધ હોય ત્યાં શું કરશો ? ઉદાહરણાર્થ, ‘તમે કહેલો ધર્મ હું જાણતો નથી’, ‘તમે કહેલો અધર્મ હું જાણતો નથી’ વગેરે પ્રતીતિઓમાં ધર્માધર્મવિષયક પ્રત્યક્ષજ્ઞાનનો અભાવ વિષય છે એમ જ કહેવું જોઈએ. પરંતુ એમ કહેવું નિતાન્ત અસંભવ છે. કેમ ? કારણ કે ધર્મ અને અધર્મ નિત્ય અતીન્દ્રિય વસ્તુ છે. અને નિત્ય અતીન્દ્રિય વસ્તુ વિરોનું પ્રત્યક્ષજ્ઞાન સંભવતું જ નથી, અર્થાત્ એ પ્રત્યક્ષજ્ઞાન અપ્રસિદ્ધ છે, અલીક છે. આમ ધર્માધર્મવિષયકપ્રત્યક્ષજ્ઞાનરૂપ પ્રતિયોગી પોતે જ અપ્રસિદ્ધ છે, અલીક છે. તેથી અલીક યા અપ્રસિદ્ધ પ્રતિયોગી ધરાવતા અભાવનું જ્ઞાન નિતાન્ત અસંભવ છે.
આની સામે જ્ઞાનાભાવવાદી નીચે પ્રમાણે કહે છે. ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એમ જે કહે છે તેનો અભિપ્રાય એ નથી કે તેને ત્વદુક્તાર્થજ્ઞાનાભાવ છે પરંતુ તેને ત્વદુક્તાર્થજ્ઞાન હોવા છતાં બીજાની પરીક્ષા કરવા માટે જ તે કહે છે કે તેને ત્વદુક્તાર્યજ્ઞાનાભાવ છે.
આના ઉત્તમાં અદ્વૈતવેદાન્તી નીચે પ્રમાણે કહે છે. ઉપર કહેલી વાત અત્યંત અસંગત છે કારણ કે બ્રહ્મવિષયક અજ્ઞાનનો અનુભવ કરીને જ શિષ્ય ગુરુશુશ્રુષાદિપૂર્વક ગુરુવાક્યના શ્રવણમાં પ્રવૃત્ત થાય છે. શિષ્ય કદી પણ ગુરુની પ્રતારણા કરવા માટે જાણતો હોવા છતાં ‘જાણતો નથી’ એમ કહી શકે નહિ. વળી, પ્રતારણા માટે ગુરુશુશ્રુષાદિ ક્લેશ પણ દીર્ધકાળ કોઈ સ્વીકારે નહિ. તેથી, જેઓ પરપ્રતારણા માટે જાણતા હોવા છતાં ‘અમે જાણતા નથી’ એમ કહે છે તેઓના મતમાં ગુરુશુશ્રુષાદિપૂર્વક શ્રવણમાં પ્રવૃત્તિ ઘટે નહિ – અપ્રવૃત્તિની આપત્તિ આવે. ‘વિપ્રતમ્મોપિ નેતૃશઃ’ આ ઉદયનવાક્યને યાદ કરીને અમે આ કહીએ છીએ.” નિષ્કર્ષ એ કે પ્રદર્શિત અનુપપત્તિ ધ્યાનમાં રાખીને અદ્વૈતવેદાન્તી અભાવવિલક્ષણ સાક્ષિપ્રત્યક્ષસિદ્ધ અજ્ઞાન (અવિદ્યા) સ્વીકારે છે.
અહીં ન્યાયામૃતકાર નીચે પ્રમાણે પોતાનો તર્ક રજૂ કરે છે. ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિનો વિષય છે ત્વદુક્તાર્થવિષયક સાક્ષાત્ પ્રમાણજ્ઞાનનો અભાવ. જ્ઞાનાભાવના પ્રત્યક્ષમાં ઉક્ત અભાવના પ્રતિયોગી જ્ઞાનનું જ્ઞાન આવશ્યક છે. અર્થવિષયજ્ઞાનનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે તે જ્ઞાન જ્ઞાનને સાક્ષાત્ જાણે છે અને તેના વિષયને સાક્ષાત્ નહિ પણ પરંપરાથી જાણે છે – જ્ઞાન દ્વારા જાણે છે. અનુવ્યવસાયના દૃષ્ટાન્તથી સમજીએ. અનુવ્યવસાયરૂપ જ્ઞાનનો વિષય સાક્ષાત્ક્ષાને વ્યવસાયરૂપ જ્ઞાન જ છે છતાં વ્યવસાયનો વિષય પણ અનુવ્યવસાયનો વિષય પરંપરાથી વ્યવસાય દ્વારા બને છે. વ્યવસાયના વિષયને અનુવ્યવસાય સાક્ષાત્ ગ્રહણ કરતો નથી. વિષયવિશેષિત વ્યવસાય અનુવ્યવસાયનો વિષય હોવાથી વ્યવસાય દ્વારા વ્યવસાયનો વિષય પણ અનુવ્યવસાયનો વિષય બને છે. તેવી જ રીતે અર્થવિષયક પ્રમાણજ્ઞાનનું જ્ઞાન સાક્ષાત્માવે અર્થવિષયક નથી. પ્રમાણજ્ઞાનનું જ્ઞાન થતાં પ્રમાણજ્ઞાનના વિષયનું જ્ઞાન થાય છે ખરું પરંતુ પરંપરાથી– પ્રમાણજ્ઞાન દ્વારા. વિષયવિશેષિત પ્રમાણજ્ઞાનનું જ્ઞાન પરંપરાથી વિષયવિષયક હોવા છતાં સાક્ષાત્શાવે વિષયવિષયક નથી તેથી વિષયવિષયક સાક્ષાત્ જ્ઞાન મને નથી (વિષયવિષયકસાક્ષાત્રાનાભાવ મને છે) પરંતુ વિષયવિષયક જ્ઞાનનું સાક્ષાત્ જ્ઞાન મને છે - આ રીતે જ ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રતીતિની ઉપપત્તિ થઈ રાકે. અર્થવિશેજિત જ્ઞાનનું સાક્ષાત્ જ્ઞાન હોવા છતાં અર્થવિષયક સાક્ષાત્ જ્ઞાન નથી. જ્ઞાનના વ્યાવર્તક વિષયનું પરંપરાથી જ્ઞાન હોવા છતાં સાક્ષાત્ જ્ઞાન નથી હોતું. તેથી ‘તમે કહેલો અર્થ હું જાણતો નથી’ એ પ્રત્યક્ષપ્રતીતિ જ્ઞાનાભાવવિષયક હોય તો
-
-