________________
શાંકર વેદાન્તમાં અવિવાવિયાર છતાં અભાવ ભિન્નનથી પણ એક છે. પ્રતિયોગિતાવચ્છેદકો અનેક હોવા છતાં અભાવ અનેક નથી પણ એક છે. તેથી પ્રતિયોગિતાવચ્છદકની અનેકતાને કારણે અભાવની અનેક્તા થતી નથી અને એટલે પ્રતિયોગિતાવચ્છેદકભેદ અભાવભેદનો જ્ઞાપક નથી, વ્યાપ્ય નથી. આ છે વ્યભિચાર. વળી, એક અવચ્છેદકનો ભેદ બીજા અવછેઠકમાં હોય છે અને એક અભાવનો ભેદ બીજા અભાવમાં હોય છે. આમ અવચ્છેદકનો ભેદ અને અભાવનો ભેદ સમાનાધિકરણ નથી પરંતુ વ્યધિકરણ છે. સમાનાધિકરણ ધર્મો વચ્ચે જ વ્યાપ્ય-વ્યાપકભાવ હોય છે. વ્યધિકરણ ધર્મ વ્યધિકરણ ધર્મનો જ્ઞાપક બની શકે નહિ. તેથી જેમ લિંગ સાધ્યનું જ્ઞાપક બને છે તેમ અવચ્છેદકભેદ અભાવભેદનો જ્ઞાપક બની શકે નહિ. અવચ્છેદકભેદમાં અભાવભેદની વ્યાપ્તિ અસિદ્ધ છે, કારણકે ધર્મો સમાનાધિકરણ નથી તેમ જ વિપક્ષબાધક તર્ક નથી.”
આની સામે સામાન્યાભાવવાદી નીચે પ્રમાણે કહે છે. જે અભાવમાં તદિતરધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ હોય છે તે જ અભાવમાં તકવચ્છિન્નપ્રતિયોગિતા અભાવનો ભેદ પણ હોય છે. તેથી તદિતરધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વધર્મ તદવચ્છિન્નપ્રતિયોગિતા અભાવના. ભેદનો વ્યાપ્ય બની શકે છે. ઘટત્વ ધર્મથી ઇતર ધર્મ જે પટવ તેનાથી અવચ્છિન્ન પ્રતિયોગિતાવાળો અભાવ છે પટાભાવ. પટાભાવ પટ–ાવચ્છિન્નપ્રતિયોગિતાંક છે. તેથી પટાભાવ ઘટવેતરધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક છે. આજ ઘટવેતરધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક' પટાભાવમાં ઘટત્નાવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવનો ભેદ પણ છે. તેથી તદિતરધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ ધર્મ તધર્માવચ્છિન્નપ્રતિયોગિતા અભાવના ભેદનો વ્યાપ્ય છે. અર્થાત્ જ્યાં જ્યાં તદિતરધર્માવચ્છિન્નપ્રતિયોગિતાકત્વ હોય છે ત્યાં ત્યાં તધર્માવચ્છિન્નપ્રતિયોગિતાક અભાવનો ભેદ પણ હોય છે એવો વ્યાપ્તિનિયમ સ્વીકારવો જોઈએ.
આની સામે અદ્વૈતસિદ્ધિકાર નીચે મુજબ કહે છે. સામાન્યાભાવવાદીએ ઉપર આપેલ વ્યાપ્તિનિયમ પણ અસિદ્ધ છે. કેમ? કારણ કે અવૃત્તિ (સમવાય સંબંધથી અન્ય દ્રવ્યમાં ન રહેતા) ગગનવગેરે દ્રવ્યોના અત્યન્તાભાવો અનેક નથી, ભિન્ન નથી પરંતુ એક છે, અભિન્ન છે. ગગનનો અભાવ, આત્માનો અભાવ, દિફનો અભાવ વગેરે અભાવોનું પ્રતિયોગી દ્રવ્ય અવૃત્તિ દ્રવ્ય છે. અર્થાત્ તે અભાવો અવૃત્તિદ્રવ્યપ્રતિયોગિક છે. પ્રદર્શિત અભાવોના પ્રતિયોગીઓ ગગન વગેરે દ્રવ્યો છે. આ દ્રવ્યો અવૃત્તિ છે અર્થાત્ એમનું અધિકરણ નથી. તેથી ગગન આદિ અવૃત્તિ દ્રવ્યોના અભાવો સર્વત્ર છે. તેવી જ રીતે પરમાણુ પણ અવૃત્તિ દ્રવ્ય હોઈ તેનો અભાવ પણ સર્વત્ર છે. અવૃત્તિ દ્રવ્યોના અત્યન્તાભાવો ભિન્ન નથી પણ અભિન્ન છે, એક છે. અવૃત્તિ દ્રવ્યોના અત્યન્તાભાવોનો ભેદ તાર્કિકો સ્વીકારતા નથી. ભેદક ધર્મ ન હોવાથી તાર્કિકો ભેદનો સ્વીકાર કરતા નથી. જો પ્રતિયોગિતાવચ્છેદકભેદે જ અભાવભેદ થતો હોત તો ગગન આદિ અવૃત્તિ દ્રવ્યોના અત્યન્તાભાવોના પ્રતિયોગિતાવચ્છેદકો ભિન્ન જ છે માટે તે અત્યન્તાભાવોનો ભેદ સિદ્ધ થાત. પરંતુ ગગન વગેરે અવૃત્તિદ્રવ્યોના અત્યન્તાભાવો લાવવી છે અર્થાત્ સર્વત્ર છે એટલે ભિન્નનથી જ. એ જ રીતે, સમનિયત અનેક ધર્મોના અત્યન્તાભાવો પણ અનેક નથી પણ એક છે. પ્રતિયોગિતાવચ્છેદકભેદે અભાવભેદ માનતાં સમનિયત અનેક ધર્મોના અત્યન્તાભાવોનો ભેદ માનવાની આપત્તિ આવી પડે.”