________________
આ પછી, ૨૧ શ્લોકોમાં, આ બંને ભાઈઓએ કરાવેલા ચિંતામણિ પાર્શ્વનાથ નામના મંદિરનું, કે જેમાં ઉપર્યુક્ત પ્રતિમાઓ સ્થાપના કરવામાં આવી હતી તેનું વર્ણન આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે :
એ મંદિરમાં બાર સ્તંભો હતા, અને છ દ્વારો હતાં. સાત હાની હાની દેવકુલિકાઓ હતી અને બે દ્વારપાલોની મૂર્તિઓ હતી. મૂલપ્રતિમાની આસપાસ બીજી પંચવીસ ઉત્તમ મૂર્તિઓ સ્થાપન કરવામાં આવી હતી. એ મંદિરમાં વળી, એક ભવ્ય ભૂમિગૃહ (ભોંયરું) હતું જેને ૨૫ પગથિ હતાં. એ સોપાનની સામેજ સુંદરાકૃતિવાળા ગણેશની મૂર્તિ બેસાડેલી હતી. એ ભૂમિગૃહ સમચતુરસ્ત્ર (ચોરસ) હતું અને દશ હાથ જેટલું ઉંચું હતું. એની અંદર બીજી જાની હાની ૨૬ દેવકુલિકાઓ હતી અને પાંચ એનાં દ્વાર હતાં. એ ભૂમિગૃહના પણ બે દ્વારપાલો હતા, તેમજ ચાર ચામરધારકો હતા. એની વેદિકા ઉપર ૩૭ આંગળ પ્રમાણ આદિનાથની, ૩૩ આંગળ પ્રમાણ મહાવીરદેવની અને ૨૭ આંગળ પ્રમાણ શાંતિનાથની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. વળી એ ભૂમિગૃહમાં ૧૦ હાથિઓ અને ૮ સિંહો કોતરેલા હતા. આવી રીતે થંભતીર્થ (ખંભાત) માં ભૂષણ સમાન અને જોવાલાયક એ મંદિર ઉક્ત બંને ભાઈઓએ બંધાવ્યું હતું. (૩૯-૫૯)
છેવટના ત્રણ શ્લોકોમાં, આ પ્રશસ્તિ બનાવનાર વિગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.-કમલવિજય કોવિંદના શિષ્ય હેમવિજય* કવિએ આ પ્રશસ્તિની રચના કરી હતી અને લાભંવિજય' પંડિતે એનું સંશોધન કર્યું હતું. કીર્તિવિજય નામના તેમના ગુરૂબંધુએ શિલા ઉપર લખી આપી હતી અને શ્રીધર નામના શિલ્પિએ (સલાટે) તેને કોતરી કાઢી હતી.
છેવટે જે ગદ્યભાગ છે તેમાં પણ ટુંકાણમાં આ આખા લેખની મુખ્ય હકીકત પુનઃ આપી દેવામાં આવી છે.
* “વિયંપ્રશસ્તિ' નામના કાવ્યની રચના કરનાર આજ હેમવિજય કવિ છે. કીર્તિકલ્લોલિની આદિ બીજી પણ અનેક કૃતિઓ એમની કરેલી છે. જુઓ વિજય પ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિ શ્લો. ૪૭-૫૭.
૧ આ લાભવિજય તે ઘણું કરીને સુપ્રસિદ્ધ તાર્કિક મહોપાધ્યાય યશોવિજયજીના ગુરૂના ગુરૂ જે લાભવિજય છે તેજ હોવા સંભવે છે.
૨ કીર્તિવિજય પણ મહોપાધ્યાય વિનયવિજયજીના જે ગુરૂ થયા છે તેજ આ હોય તેમ સંભવે છે. ADDAD005000190898DOWNDCLOUD.
[ ર૭રૂ ઉછી