________________
ખરેખર ‘ચોલી બેગમના પુત્ર અકબરશાહ પાસેથી મહાનું સન્માન મેળવી એમણે ગુર્જરધરાને શોભાવી છે (૫. ૩૪.)
ઓસવંશમાં આભૂ શેઠના કુળમાં સૌવર્ણિક (સોની) શિવરાજ નામનો પુણ્યશાળી શેઠ થયો. તેનો પુત્ર સીધર, તેનો પુત્ર પર્વત, તેનો કાલા અને તેનો વાઘા નામનો પુત્ર થયો. (૫. ૩૫.) તેને રજાઈ નામની ગૃહિણીથી વચ્છિઆ નામનો પુત્ર થયો કે જેની લક્ષ્મી જેવી સુહાસિણી નામની સ્ત્રીએ તેજપાલ નામના પ્રતાપી પુત્રને જન્મ આપ્યો. (પઃ ૩૬.) તેજપાલને, શિવને પાર્વતી અને વિષ્ણુને લક્ષ્મીની જેમ, તેજલદે નામની પ્રિય પતી હતી. તે બંને દંપતી ઇન્દ્ર અને ઇન્દ્રાણીના જેવા સુખો ભોગવતાં હતાં. (. ૩૭) હીરવિજયસૂરિ અને વિજયસેનસૂરિનો તે અતિભક્ત હતો. તેમના ઉપદેશથી તેણે જિનમંદિરો બનાવવામાં અને સંઘભક્તિ કરવામાં અગણિત ધન ખર્ચ હતું. (૫. ૩૮-૯.) સંવત્ ૧૬૪૬માં તેણે પોતાના જન્મ સ્થાન (ખંભાત)માં સુપાર્શ્વનાથ તીર્થંકરનું ભવ્ય ચૈત્ય બનાવ્યું. (પ. ૪૦)
સં. ૧૫૮૭ માં, કર્માસાહે આનંદવિમલસૂરિના સદુપદેશથી શત્રુંજયતીર્થ ઉપરના મૂળ મંદિરનો પુનરૂદ્ધાર કર્યો. (૫. ૪૩). પરંતુ, બહુજ પ્રાચીનતાના લીધે, થોડા જ સમયમાં, પાછું એ મૂળ મંદિર, જીર્ણપ્રાય જેવું અને જર્જર થઈ ગયેલું દેખાવા લાગ્યું. તેથી તેજપાલે પોતાના મનમાં વિચાર કર્યો કે, આ મંદિરનો ફરીથી બરોબર ઉદ્ધાર થાય તો કેવું સારું? (૫. ૪૪) એમ વિચારી, હીરવિજયસૂરિ આદિના સદુપદેશથી પોતે એ મંદિરનો ઉદ્ધાર કરવો શરૂ કર્યો અને થોડાજ સમયમાં આખું મંદિર તદન નવા જેવું તૈયાર થયું. (૫. ૪૬-૬). - મંદિરની રચનાનું કેટલુંક વર્ણન આ પ્રમાણે છે-ભૂતલથી તે શિખર સુધીની એની ઉંચાઈ પર હાથની છે. ૧૨૪૫ કુંભ એના ઉપર વિરાજમાન છે. વિજ્ઞ રૂપી * અકબર બાદશાહની માતાનું નામ જૈનલેખકો ‘ચોલી બેગમ' એવું આપે છે. દીરસૌમારી, વિનયપ્રશસ્તિ, પરસોગ આદિ અનેક ગ્રંથોમાં એ નામ મળે છે. પરંતુ, અન્યન્ય
ઐતિહાસિક પુસ્તકોમાં તો તેનું નામ મરીયમ મકાની' લખેલું જોવામાં આવે છે. * “શત્રુનયતીર્થોદ્ધારપ્રબંધ' માં તો, કર્માસાહને એ કાર્યમાં વિશેષ પ્રેરણા કરનાર બૃહત્તપાગચ્છના વિનયમંડન પાઠક લખ્યા છે. આનંદવિમલસૂરિનું તેમાં નામ સુધાં નથી. તેમજ પ્રબંધકારના કથનમાં સંશય લેવા જેવું પણ કશું નથી. કદાચ પ્રતિષ્ઠાના સમયે નંદવિમલસૂરિ ત્યાં
વિદ્યમાન હોય અને તેના લીધે આ કથન કરેલું હોય તો ના નહિ. CORO
BOLO