________________
આચાર્યો થયા. (૫. ૮) ક્રમથી સંવત્ ૧૨૮૫ માં જગચંદ્ર નામના આચાર્ય થયા જેમણે ‘તપા' બિરૂદ પ્રાપ્ત કર્યું. (૫. ૯) પાછળથી એ સમુદાયમાં હેમવિમલસૂરિ થયા કે જેમના શિષ્ય આનંદવિમલાચાર્ય હતા. (. ૧૦) આનંદવિમલસૂરિએ, સાધુ સમુદાયમાં શિથિલાચારનું પ્રાબલ્ય વધતું જોઈ સં. ૧૫૮૨ માં ક્રિયોદ્ધાર કરી સુવિહિતમાર્ગને પ્રગતિમાં મુક્યો. (૫. ૧૧) આનંદવિમલાચાર્યના શિષ્ય વિજયદાનસૂરિ થયા. (પ. ૧૨) વિજયદાનસૂરિની પાટે પ્રભાવક શ્રીહીરવિજયસૂરિ થયા, (૫. ૧૪) જેમને ગુજરાતમાંથી, અકબર બાદશાહે પોતાના મેવાત દેશમાં, આદર પૂર્વક બોલાવ્યા. (પ. ૧૫) સંવત્ ૧૬૩૯ માં સૂરિજી અકબરની રાજધાની ફતેપુર (સીખરી) માં પહોંચ્યા. (૫. ૧૬) બાદશાહ હીરવિજયસૂરિની મુલાકાત લઈ બહુ ખુશી થયો અને તેમના ઉપદેશથી બધા દેશોમાં છ મહિના સુધી જીવદયા પલાવી, મૃત મનુષ્યોના ધનનો ત્યાગ કર્યો, જીજીઆ વેરો બંધ કર્યો, પાંજરામાં પૂરી રાખેલા પક્ષિઓને ઉડાડી મુકયા, શત્રુંજય પર્વત જૈનોને સ્વાધીન કર્યો અને પોતાની પાસે જે મોટો પુસ્તક ભંડાર હતો તે સૂરિજીને સમર્પણ કર્યો. (૫. ૧૭-૨૧) જે બાદશાહે શ્રેણિક રાજાની માફક, હીરવિજયસૂરિના કથનથી જગતમાં જૈનધર્મની પ્રભાવના કરી. (૫. ૨૨) મેઘજીઋષિ નામનો લેપક (લંકા) ગચ્છનો મોટો આચાર્ય, પોતાના પક્ષને અસત્ય જાણી હીરવિજયસૂરિની સેવામાં હાજર થયો. (૫. ૨૩) જેમના વચનથી ગુજરાત આદિ દેશોમાં, મંદિરો વિગેરે બનાવવામાં શ્રાવકોએ અગણિત દ્રવ્યવ્યય કર્યો. જેમણે ગુજરાત અને માલવા આદિ દેશોન અનેક સંઘો સાથે શત્રુંજયની યાત્રા કરી. (૫. ૨૪) શ્રીહીરવિજયસૂરિની પાટે શ્રીવિજયસેનસૂરિ જયવંતા વર્તે છે કે જેમના પણ પ્રતાપનું વર્ણન કોણ કરી શકે છે. (૫. ૨પ-૭) એમને પણ અકબર બાદશાહે વિનયપૂર્વક લાહોરમાં બોલાવ્યા હતા કે જ્યાં અનેક વાદિઓ સાથે વાદ કરી વિજય મેળવ્યો અને બાદશાહના મનને ખુશ કર્યું. (પે. ૨૮-૩૦) બાદશાહે, હીરવિજયસૂરિને પ્રથમ જે જે ફરમાનો આપ્યાં હતાં તે બધા વિજયસેનસૂરિને પણ આપ્યાં, અને વિશેષમાં એમના કથનથી પોતાના રાજ્યમાં, સદાના માટે ગાય, ભેંસ, બળદ અને પાડાનો પ્રાણનાશ નહિ કરવાના પણ ફરમાનો કાઢયાં. (પ. ૩૨-૩) COLO
R43 BOCCO