________________
શ્રમણ ધર્મ
ત્રણ.
તો તે વાત પણ ખોટી છે. કારણ કે ધનનો અર્થી જેમ ભૂખ-તરસનું દુ:ખ ભૂલી જાય છે, તેમ સાધુને કષ્ટદાયક ક્રિયાઓ કરતાં આગળ મોક્ષરૂપ મોટું ફળ દેખાતું હોવાથી શુભ અધ્યવસાયરૂ૫ આનંદના બળે લેશમાત્ર દુઃખ હોતું નથી.
વળી ગૃહસ્થને ધન-ધાન્યાદિની પ્રાપ્તિ-સાચવવા આદિની એટલી બધી ચિંતા હોય છે કે વિષયસુખ ભોગવવામાં પણ આનંદ આવતો નથી. જ્યારે સાધુને એવી કોઈ ચિંતા ન હોવાથી તથા વિષયસુખની ઇચ્છાનો અભાવ હોવાથી મહા આનંદનો અનુભવ કરે છે અને ભગવતી સૂત્રમાં કહ્યું છે કે સાધુને ઇચ્છાઓનો ઉચ્છેદ થવાના કારણે અદ્ભુત કોટીનો વૈરાગ્ય પેદા થયો હોય છે. તેના કારણે બારમાસના દીક્ષા પર્યાયમાં તો અનુત્તર વિમાનવાસી દેવોના ચિત્તના સુખને પણ અતિક્રમી જાય છે. ત્યાં કહ્યું છે કે
શ્રમણ-નિગ્રંથો . કોનાથી વધારે સુખી છે? એક માસના ચારિત્ર પર્યાયવાળા વાણવ્યંતર દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા અસુરકુમાર સિવાયના
શેષ ભવનપતિદેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા અસુરકુમાર નિકાયના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા ગ્રહ, નક્ષત્ર અને તારાના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા. સૌધર્મ-ઇશાન દેવલોકના દેવોથી માસના ચારિત્ર પર્યાયવાળા સૌધર્મ-ઈશાન દેવલોકના દેવોથી
માસના ચારિત્ર પર્યાયવાળા સનત્કુમાર-મહેન્દ્ર કલ્પના દેવોથી આઠ માસના ચારિત્ર પર્યાયવાળા બ્રહ્મ-લાન્તકદેવલોકનાં દેવોથી.
માસના ચારિત્ર પર્યાયવાળા મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકના દેવોથી દશ માસના ચારિત્ર પર્યાયવાળા આનત-પ્રાણત-આરણ
અશ્રુત દેવલોકના દેવોથી અગિયાર માસના ચારિત્ર પર્યાયવાળા નવ રૈવેયકનાં દેવોથી બાર માસના ચારિત્ર પર્યાયવાળા અનુત્તર વિમાનવાસી દેવોથી
ત્યારબાદ દીક્ષા પર્યાય વધતાં (પંચસૂત્રની ટીકામાં કહ્યું છે કે, “શુક્લશુક્લાભિજાત્યભાવને ભજવા વડે પરમપદને પામે છે. * શુક્લશુક્લાભિજાત્ય ભાવ - શુક્લ = આચરથી શુદ્ધ-વિશુદ્ધ શુક્લાભિજાત્ય - પરિણતિથી
શુદ્ધ-વિશુદ્ધ આમ ઉભય શુદ્ધિરૂપ જે ભાવ તે શુક્લશુક્લાભિજાત્યભાવ.
ચાર
પાંચ
છે.
સાત
નવ