________________
60
શ્રમણોનો ઉપકાર -
આ વિશ્વવંદ્ય શ્રમણ-શ્રમણી વર્ગ સર્વ કોઈને ઘણો ઉપયોગી છે. મનુષ્યમાં માનવતા નીતિ, વ્યવહાશુદ્ધિ, સદ્નાન, દયા, દાન, સદાચાર, સેવા, વગેરે ઉચ્ચ સંસ્કારોને ઉત્પન્ન કરનાર-સિંચન કરનાર-પોષણ કરનાર-વૃદ્ધિ કરનાર આ જ વર્ગ છે. સાધુપુરુષના એક વચન માત્રથી અનેક ભવ્ય મનુષ્યોનાં જીવન ધોરણો સુધરી જઈને જે હૃદય પરિવર્તન થાય છે. રાજકીય હજારો કાયદાઓથી સેંકડો વર્ષે પણ શક્ય નથી. જનતા ઉપર શ્રમણોનો` શું આ જેવો તેવો ઉપકાર છે ? આના જેવું કારગત ઉત્પાદન જગતમાં બીજુ કયું છે ? અને એનું માર્ગદર્શન કરાવનારા જુગ જુગના દીવા જેવા ગંભીર શાસ્ત્રસાહિત્યગ્રંથોનું સર્જન તેનો અમર વારસો આપનાર વર્ગ પણ કયો છે ? કહેવું જ પડશે કે તે જૈનશ્રમણ વર્ગ છે. સ્વ સાક્ષર મોહનલાલ દલીચંદ જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઇતિહાસમાં પોતાનું નિવેદન કરતા પૃ૦ ૩૨માં સાચુ જ લેખે છે કે
“સાહિત્ય સર્જકો પ્રધાનપણે શ્વેતાંબર સાધુઓ-આચાર્યો-મુનિઓ છે. શ્રીમહાવીર પ્રવચન-આગમ સાહિત્યની ‘પંચાંગી’ છે, તેમાં મૂલ. આગમ પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ ટીકા, વૃત્તિ, વગેરે ઉત્પન્ન કરવા ઉપરાંત તે આગમને અનુલક્ષીને ધાર્મિક ગ્રંથ તથા સાહિત્ય પ્રદેશોમાં વિહરી તે તે વિષયની કાવ્ય, મહાકાવ્ય, નાટક, કથા કાદંબરી વ્યાકરણ, છંદ, કોષ જ્યોતિષ, ન્યાય, તર્ક, આદિ વિવિધ વિષયોની કૃતિઓ રચનાર તરીકે સંસારત્યાગ કરી શ્રમણ દીક્ષા લઈ ધર્મોપદેશક તરીકે સ્થાને સ્થાને વિહરનાર આચાર્યોનો અને તેની શિષ્યપરંપરાનો ઉપકાર મુખ્યપણે છે, કે જે કદી ભૂલી શકાય તેવો નથી.”
આવી મહાઉપકારી અને સમાજના ઉત્થાન-ઉત્કર્ષ તથા અભ્યુદય તેમજ નિ:શ્રેયસ માટે અત્યંત જરૂરી જૈનશ્રમણ સંસ્થાને આપણે જેટલી અભિવંદના સાથે અંજલી આપીએ તેટલી ઓછી છે. એ નિરાબાધ રીતે ચિરંજીવ રહે તે માટે
આ ગ્રંથનું વિધાન અતિ ઉપકાર છે આ ઉત્તમ શ્રમણ સંસ્થાને એ દૃષ્ટિએ જ નિહાળવાનો સરકારનો પણ ધર્મ છે, એમ કહીએ તો તે ખોટું નથી જ.
ભાષાંતરકાર
હવે આપણે આ ઉદ્બોધન પૂરૂં કરવા પૂર્વે આ ગ્રંથના ભાષાંતરકાર મુનિશ્રીને યાદ કરી લઈએ. પ્રથમ ભાગના ઉદ્બોધન પૃ૦ ૧૫માં આ ભાષાંતરકારનો પરિચય