________________
વગેરેનું પ્રમાણ, ઉપયોગ, હેતુ, મુહપત્તિ વગેરેનું પ્રતિલેખન અને તેમાં વૈજ્ઞાનિકપણું (જુઓ ધર્મભાષાં. પૃ. ૬પ-ટિવ ૬૫). નાના મોટાનો વિનય, શ્રાધ્યયન, આંભાવ્યતા વિવેક, પરીષહ સહન, ધ્યાન, પ્રાયશ્ચિત શોધન, સદ્ભાવના, વગેરે પાયાથી શિખર સુધીની દરેક બાબતોનો ઉકેલ કરતી વ્યવસ્થા આ ગ્રંથમાં જેમ જેમ જોઈએ છીએ તેમ તેમ એના મૂળમાં રહેલી સર્વજ્ઞદષ્ટિનો સાક્ષાત્કાર થાય છે. “એક છાંટો નીચે પડતાં સાધુએ ભિક્ષા વહોરવી નહિ, તેથી ષકાય જીવોની વિરાધના થાય' ઈત્યાદિ અનેક અપાયોથી બચાવી લેનારા ધર્મના દીર્ધદષ્ટિયુક્ત નક્કર આવા વિધિ-નિષેધો સર્વજ્ઞ વિના બીજો કરી પણ કોણ શકે ? કોઈ જ નહિ.
એક નાનામાં નાના જીવ જંતુની હિંસા ન થઈ જાય એ માટે સાધુને ગોચરીનો પણ ત્યાગ કરી દેવાની આજ્ઞા ફરમાવનારાં જૈનશાસ્ત્રોમાં પંચેન્દ્રિય જીવની હિંસાથી યુક્ય એવા માંસાહાર'ની વાત કદી પણ સુસંગત થઈ શકે તેમ નથી. જૈનદર્શનમાં જ્યારે માંસ-મંદિરા વગેરે મહાવિગઈઓ ગૃહસ્થોને પણ કેવળ અભક્ષ્ય જ ફરમાવેલી છે, ત્યારે યતિ જીવનમાં તો માંસાહારને સ્થાન હોઈ શકે જ નહિ, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. સાધુજીવનની પ્રતિષ્ઠા- .
આ ગ્રંથમાં વસતિ દ્વાર જોતાં પૂર્વે સાધુઓ જંગલમાં રહેતા અને હવે વસતિમાં રહે છે, તે શિથીલાચાર છે' એમ માનવું ખોટું ઠરે છે, સ્થવિરકલ્પીઓનો પૂર્વકાળથી વસતિવાસ છે, ઉપધિદ્વાર જોતાં ‘પૂર્વે સાધુઓ નગ્ન રહેતા અને હવે શિથીલ થવાથી વસ્ત્રો વાપરે છે એમ માનવું તે પણ ખોટું ઠરે છે. પહેલેથી જ સાધુઓનું વસ્ત્ર-પાત્રધારીપણું છે અને તે કલ્પસૂત્રના આચેલક્યાદિ કલ્પોથી પણ નિર્વિવાદ સિદ્ધ છે. નગ્નપણામાં મુક્તિ માનનારા દિગંબરોનો મત તો પાછળથી એટલે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૦૯મા વર્ષે કેવળ શિવભૂતિજીથી શરૂ થયો છે. છતાં તે દિગંબરોના પણ કેટલાક ગ્રંથોમાં સાધુને તથા સાધ્વીને પણ વસ્ત્રપાત્રાદિ ઉપધિનું ગ્રહણ સ્વીકારાએલું છે, એ ભૂલવું જોઈએ નહિ. (જુઓ મૂલાચાર, પૃ. ૧૯ તથા પૃ. ૧૬૩.) વિહારદ્વાર વગેરે જોતાં “સાધુ, વધારે લોકોપકાર થતો હોય તો રેલવિહાર વગેરે પણ કરી શકે' ઈત્યાદિ માનવું એ પણ બરખીલાફ છે. સાધુ, જીવનભરના સામાયિકવાળો છે, સાવદ્ય માત્રનો ત્યાગી છે, બે ઘડીના સામાયિકવાળો શ્રાવક પણ આવાં (સાવવ) કાર્યો ન કરી શકે તો સાધુ કેમ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે, એ સુતરાં સિદ્ધ છે. સાધુએ સાધુ