________________
55
લંગડો, કે નાક-કાન-આંખ વિનાનો વ્યઙ્ગ ન હોવો જોઈએ' આ નિયમનથી સનાતન કાળથી જૈનદીક્ષાનું ઉચ્ચ ધોરણ જળવાઈ રહેલું સ્પષ્ટ જોઈ શકાય છે. ‘સમાનતાં’ના કૃત્રિમવાદથી કર્મ સર્જિત ઉચ્ચતા-નીચતા વગેરે ભેદો ભુંસાઈ જતા નથી, એ પણ હકિકત છે. એ તો ત્યારે જ ભૂંસાય કે જ્યારે આત્માને લાગેલાં કર્મોનો સંપૂર્ણ ક્ષય કરાય ! અને તે કરવા માટે જ ચારિત્રધર્મ આરાધવાનું અનંત જ્ઞાનીઓનું એલાન છે.
(૪) ‘સમ્યક્ત્વપૂર્વક શ્રાવકનાં વ્રતોનું પાલન વગેરે કરેલાને દીક્ષા આપી શકાય છે, તેમ એ ગુણોને નહિ સ્પર્શેલા પણ યથાભદ્રિક-સરળ પરિણામી જીવને પણ જો તેનામાં દીક્ષાની યોગ્યતા હોય તો સમ્યક્ત્વનો આરોપ કરીને દીક્ષા આપી શકાય છે. એથી સર્વ આર્યદર્શન સંમત ‘યજ્ઞરેવ વિરનેત્ તદ્દરેવ પ્રવ્રનેત્ ।' અર્થાત્ ‘જે દિવસે તમોને વૈરાગ્ય પ્રગટે તે જ દિવસે તમે સંસારનો ત્યાગ કરી ઘો' એ સૂત્ર અબાધિત રહે છે અને એથી ગૃહસ્થાશ્રમ કરતાં ત્યાગની–દીક્ષાની શ્રેષ્ઠતા દીવા જેવી સ્પષ્ટ દેખાય છે.
(૫) ‘ગુરુએ દીક્ષા લેનારની પરીક્ષા દીક્ષા આપવા પૂર્વે અને પછી વડી દીક્ષા આપતાં પહેલાં પણ કરવી, મુહૂર્તબળ જોવું, શુભ નિમિત્તોનો યોગ મેળવવો' ઇત્યાદિ અહીં કરેલાં વિધાનોથી સ્પષ્ટ છે કે દીક્ષામાં મનસ્વી ઉતાવળને લેશ પણ સ્થાન નથી, શ્રમણસંઘમાં અનિષ્ટ તત્ત્વો પ્રવેશ ન કરી શકે તે માટે આ નિયમન ઘણું મહત્ત્વનું છે.
(૬) ‘દીક્ષા લેનારે. ચૈત્યવંદનાદિક વિધિથી દીક્ષા લઈને નિત્ય ગુરુકુળવાસમાં રહેવું, એટલે સ્વચ્છંદ વિહારી ન થવું, પ્રતિક્રમણ-પ્રતિલેખના, પચ્ચક્ખાણ, સૂત્રાર્થ ભણવાં, સ્વાધ્યાય સમિતિ-ગુપ્તિ વગેરે ચારિત્રના મૂળ-ઉત્તર ગુણોમાં સદા તત્ત્પર રહેવું, યોગોદ્વહન કરવું, શુભભાવના-ધ્યાન વગેરેથી આંતર શુદ્ધિ કરવી' ઈત્યાદિ વિધાનોથી ભરતચક્રી કે મરુદેવા માતાના દૃષ્ટાંતનો કે એકાંત નિશ્ચય નયના પરિણામવાદનો આશ્રય લઈને વ્યવહાર ધર્મક્રિયાનું વિલોપન કરવું યોગ્ય નથી. આ ગ્રંથના પૃ. ૩૮માં ‘જિનમત વ્યવહાર-નિશ્ચય ઉભય નયાત્મક છે, તેમાંના વ્યવહાર નયનો ઉચ્છેદ થતાં તીર્થનો જ અવશ્ય ઉચ્છેદ થાય છે' એમ સાફ જણાવ્યું છે.
એવી અનેક વિશિષ્ટતાઓ જણાવીને આત્માને સુવિશુદ્ધ સામાચારીના સેવનથી સંયમની પુષ્ટિ કરવાપૂર્વક ભાવચારિત્રના વિકાસક્રમમાં ઉંચે ચડવાનો માર્ગ બતાવનારો આ એક અમૂલ્ય ગ્રંથ છે.