________________
રચના કરી છે અને તેમાં સૌથી પ્રથમ શિષ્યની યોગ્યતાનું વિશદ વર્ણન કર્યું છે.
ગુરુ પણ યોગ્ય જોઈએ, અન્યથા શિષ્યનો વિકાસ ન થાય, એ કારણે શિષ્યની યોગ્યતા પછી ગુરુની યોગ્યતાનું વર્ણન છે. સર્વ સાધુઓને ગુરુપદ માટે યોગ્ય નથી માન્યા, સાધુધર્મ માટે યોગ્ય છતાં તેમાંનો થોડો વર્ગ ગુરુપદ માટે યોગ્ય નીવડે છે. માટે ગુરુપદને યોગ્ય થયો હોય તેને દીક્ષા આપવાનો અધિકાર માન્યો છે. ગ્રંથોક્ત ઔત્સર્ગિક સંપૂર્ણ યોગ્યતાને પ્રાપ્ત કરવી સર્વકાળમાં દુર્લભ છે, તેથી તે તે કાળને આશ્રીને વિશેષ યોગ્યતાને પામેલા આંત્માઓ સાધુધર્મ માટે અને ગુરુપદ માટે યોગ્ય ગણાય છે. એ વાતને પણ ગ્રંથકારે સ્પષ્ટ કરી છે.
ગ્રંથમાં કહેલું ગૃહસ્થધર્મનું સ્વરૂપ ગૃહસ્થનાં અને સાધુધર્મનું સ્વરૂપ સાધુનાં કર્તવ્યોનું સચોટ જ્ઞાન કરાવે છે. ઉપરાંત સંઘના ચારે અંગોની રક્ષાના અને વિકાસના કારણોને અને પતનના પ્રતિકારોને (ઉપાયોને) પણ સમજાવે છે. કોઈપણ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, કે ધર્મસંપ્રદાય જો તે પોતાના રક્ષણ અને વિકાસને ઈચ્છતો હોય તો તેણે આચારબળ કેળવવું જોઈએ અને તે માટેનું કાયદાશાસ્ત્ર પણ હોવું જોઈએ. આ ગ્રંથના બન્ને ભાંગો શ્રીસંઘના વિકાસ માટે વિધિ-નિષેધરૂપે સંપૂર્ણ માર્ગદર્શન આપે છે. એનું યથાશક્ય પાલન કરવામાં જ વ્યક્તિનું, સંઘનું શાસનનું કે જીવમાત્રનું કલ્યાણ છે. રોગીને રોગનું નિદાન, ઔષધ અને પરેજી વગેરેની જેમ સર્વ આવશ્યક બાબતોને પૂરી પાડતો આ ગ્રંથ શ્રીસંઘને સાચો માર્ગદર્શક છે.
યોગ્યતા વિના લીધેલી, અયોગ્ય ગુરુએ આપેલી, કે અવિધિથી સ્વીકારેલી દીક્ષા સ્વ-પર હિત ન કરી શકે એ વાતનો ઈનકાર ધર્મનો અર્થી કોઈપણ કરી શકે નહિ. દીક્ષા માટે જઘન્ય-ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ, માતા-પિતાદિની સંમતિ માટે નિષ્પક્ષ જાય, વગેરે સઘળા પ્રશ્નોનો આ ગ્રંથમાં સરળ ઉકેલ છે. મધ્યસ્થ અને સૂક્ષ્મ બુદ્ધિવાળો સત્યનો અર્થી કોઈપણ માન્ય કરે અને યોગ્ય આત્મા આત્મવિકાસના અનન્ય સાધનભૂત સાધુધર્મથી વંચિત ન રહે તેવું તથા અધિકારી આવા ઉચ્ચ પદે આવી ન જાય તેવું એમાં સ્પષ્ટીકરણ છે. વયનું પ્રમાણ, વાલીની સંમતિ, વગેરે વિવિધ બાબતોનો ઉત્સર્ગ-અપવાદનપદે વિચાર કરીને ‘સાધુધર્મને પાળવા માટેની શાસ્ત્રોક્ત ભૂમિકાને પામેલો યોગ્ય આત્મા દીક્ષા માટે અધિકારી છે' એમ સ્પષ્ટ કર્યું છે. યોગ્યતા વિનાનો અબાલ હોય કે વાલીઓની સંમતિવાળો હોય તો પણ તેને અધિકારી ગણ્યો છે.
લિમિનોનું બળ-યોગ્યતાના વિચાર પછી દીક્ષાનો વિધિ બતાવ્યો છે. તેમાં