________________
શ્રમણ ધર્મ
૨૫૧
વિશુદ્ધિકલ્પ જેણે સ્વીકાર્યો હોય તેની પાસે જ થાય. તેની પ્રરૂપણા ૨૦ દ્વારથી કરાય છે. (૧) ક્ષેત્ર : પરિહારકલ્પવાળા જન્મથી અને સભાવથી પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં (પહેલા-છેલ્લા તીર્થકરના કાળમાં-ત્રીજા ચોથા આરાના અંતે) હોય. સંહરણ તેઓનું થાય નહિ, આથી મધ્યમ તીર્થકરોના શાસનમાં અને મહાવિદેહ ક્ષેત્રમાં પણ ન હોય. (૨) કાળ : અવસર્પિણીમાં ત્રીજા અથવા ચોથા આરામાં જન્મ અને કલ્પપાલન કરનારા (ત્રીજા-ચોથા ઉપરાંત) પાંચમા આરામાં પણ હોય. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા અથવા ચોથા આરામાં જન્મ અને કલ્પનું પાલન કરનારા ત્રીજા અથવા ચોથા આરામાં હોય. (૩) ચારિત્રઃ આ કલ્પવાળાને ચારિત્ર એક જ પરિવાર વિશુદ્ધિક હોય. (૪) તીર્થ : આ તપ કરનારા નિયમો તીર્થ વર્તતું હોય ત્યારે જ હોય. (૫) પર્યાય : જઘન્યથી ગૃહસ્થપર્યાય ઓગણત્રીસ વર્ષનો તથા સાધુપર્યાય વીસ વર્ષનો હોય અને ઉત્કૃષ્ટથી ગૃહસ્થ અને સાધુ બંને પર્યાયો દેશોનપૂર્વક્રોડ વર્ષના હોય. () આગમ : આ ચારિત્રવાળા નવું શ્રત ન ભણે, કારણ કે સ્વીકારેલા કલ્પની આરાધનાથી તેઓ કૃતાર્થ થાય છે. પૂર્વે ભણેલાનું નિત્ય સ્મરણ કરે. (૭) વેદ : પ્રવૃત્તિકાળે પુરુષ અને નપુંસક એ બે વેદવાળા હોય, કારણ કે સ્ત્રીઓને આ ચારિત્રની પ્રાપ્તિ હોતી નથી. પૂર્વે કલ્પ
સ્વીકાર્યો (પૂર્ણ કર્યો) હોય તે તો બે વેદવાળા અથવા અવેદી પણ થાય. (૮) કલ્પ : સ્થિતકલ્પમાં જ હોય. (૯) લિંગ :નિયમા દ્રવ્ય-ભાવ બંને લિંગો હોય. (૧૦) લેશ્યા : ત્રણ શુદ્ધ લશ્યાનાં ઉદય વખતે આ કલ્પનો સ્વીકાર હોય, પૂર્વપ્રતિપન્ન (તે પછી) તો એ વેશ્યાવાળા પણ હોય. (૧૧) ધ્યાન : વધતા ધર્મધ્યાનથી આ કલ્પનો સ્વીકાર થાય, પૂર્વમતિપત્રને તો આર્તધ્યાન-રૌદ્રધ્યાન પણ હોય, પરંતુ તે ધ્યાનો નિરનુબંધી હોય. (૧૨) ગણના: જઘન્યથી ત્રણ જ ગણો અને ઉત્કૃષ્ટથી સો ગણો પણ સ્વીકાર હોય. સ્વીકાર કરેલા તો જઘન્યથી સેંકડો અને ઉત્કૃષ્ટથી હજારો પણ હોય. (૧૩) અભિગ્રહ: આ કલ્પ અભિગ્રહરૂપ હોવાથી દ્રવ્યાદિ અભિગ્રહો ન હોય. (૧૪-૧૫) પ્રવજ્યા-મુંડાપન : કોઈને દીક્ષા આપે નહિ અને મુંડે પણ નહિ. (૧૩) પ્રાયશ્ચિત્ત : મનથી પણ સૂક્ષ્મ માત્ર અપરાધ થતાં નિયમા આ કલ્પવાળાને “ચતુર્ગુરુ' પ્રાયશ્ચિત્ત કહ્યું છે. (૧૭) કારણ : આ કલ્પનું પાલન નિરપવાદ હોય છે. (૧૮) નિષ્પતિકર્મ : નેત્રનો મલ દૂર કરવા જેટલી પણ શરીરની સંભાળ લેતા નથી. (૧૦-૨૦) ભિક્ષાટનવિહાર : આ બંને કાર્યો ત્રીજા પ્રહરમાં જ કરે. શેષ પ્રહરોમાં કાયોત્સર્ગ કરે. નિદ્રા અલ્પ હોય, જંઘાબળ ક્ષીણ થવા છતાં અપવાદનો આશ્રય ન કરે; સ્થિરવાસ રહીને પણ કલ્પના આચારો પ્રમાણે પોતાના યોગોની સાધના કરે.