________________
શ્રમણ ધર્મ
૨૪૫
કરવી, સાથે આહારપાણી કરવા અને સાથે રહેવું, એ છ પ્રકારનો સચિત્તદ્રવ્ય (શિષ્ય કરવારૂપ)-જે કહ્યું તેને પાળે. અથવા એ કલ્પમાં પોતે અસમર્થ હોય તો મુમુક્ષુને ઉપદેશ કરીને અન્ય ગચ્છમાં મોકલે. (૧૯) પ્રાયશ્ચિત્ત : મનથી અપરાધ થાય તો પણ પહેલાં બે (આલોચના-પ્રતિક્રમણ) પ્રાયશ્ચિત્ત કરે (અર્થાત્ માનસિક દોષમાં બે પ્રાયશ્ચિત્ત હોય, બીજા ન હોય). (૧૭) કારણ : જ્ઞાનાદિ પુષ્ટ આલંબને (સબળ કારણે) અપવાદમાર્ગને પણ આચારે. (૧૮) પ્રતિકર્મ : વિના કારણે શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષા) ન કરે, કારણે તો બીમાર, વાદી, આચાર્ય અને વ્યાખ્યાનકારને પગ ધોવા, મુખ સાફ કરવું, શરીર દબાવવું, વગેરે પ્રતિકર્મ હોય પણ ખરું. (૧૯) ભિક્ષાટન અને વિહાર : આ બે કાર્યો ઉત્સર્ગથી ત્રીજા પ્રહરમાં અને અપવાદે બાકીના પ્રહરોમાં પણ કરે. .
યથાલંકિ ચારિત્રનું સ્વરૂપ નિરપેક્ષ યતિધર્મમાં કહેવાનું છે, તેનું (શેષ-પ્રક્ષિપ્ત) વર્ણન ૧૯ લારોથી કરાય છે (૧-૨-૩) ક્ષેત્ર-કાલ-ચારિત્ર યથાલન્ટિકોને આગળ કહેવાશે તે પ્રમાણે જિનકલ્પીની તુલ્ય સમજવા. (૪) તીર્થ : યથાલબ્દિકો નિયમ તીર્થની હયાતિમાં જ હોય, જાતિસ્મરણાદિના યોગે પણ તીર્થ સ્થપાયા પહેલાં કે વિચ્છેદ થયા પછી હોય નહિ. (૫)-પર્યાય : જઘન્યથી ગૃહસ્થપર્યાય ઓગણત્રીસ વર્ષનો અને સાધુપર્યાય વીસ વર્ષનો હોય. ઉત્કૃષ્ટથી ગૃહસ્થ-સાધુ બંને પર્યાયો દેશોનપૂર્વક્રોડ વર્ષના હોય. (૯) આગમ : નવું શ્રત ન ભણે. કારણ કે સ્વીકારેલા યથાલંદિકકલ્પના આરાધનથી જ તે કૃતાર્થ છે. પૂર્વ ભણેલું ભૂલી ન જવાય તે માટે સ્મરણ ચાલું હોય. (૭) વેદ : પ્રતિપત્તિકાળે પુરુષવેદ, નપુંસકવેદ બંને હોય, પછી ઊપશમશ્રેણીની અપેક્ષાએ વેદોદયવાળો કે કોઈ વેદોદય રહિત પણ હોય. (સાધ્વી યથાલન્ટિક ન હોય.) (૮) કલ્પઃ સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પમાં પણ હોય. (૯) લેશ્યા = પ્રતિપત્તિકાળે ત્રણ શુદ્ધ વેશ્યાવાળા અને પછી છએ વેશ્યાઓવાળા પણ હોય. (૧૦) ધ્યાન : પ્રતિપત્તિકાળે ધર્મધ્યાનવાળો હોય, પછીથી આર્તધ્યાનરૌદ્રધ્યાનવાળો પણ હોય, તથાપિ પ્રાય: તેનું દુર્બાન નિરનુબંધિ (અનુબંધ રહિત) હોય. (૧૧) લિંગ : યથોલન્દિકને વસ્ત્ર-પાત્રાદિ સાધુવેષ હોય, અથવા જે પાણીપાત્રી હોય તેને ન પણ હોય. (૧૨) ગણના યથાલન્ટિકકલ્પને સ્વીકારનારા જઘન્યથી પાંચ-પાંચના ત્રણ ગણો હોવાથી પંદર પુરુષો હોય અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકત્વ હોય. ગ્લાન–ાદિને કારણે કોઈ પાછો ગચ્છમાં જાય કે બીજાને લેવામાં આવે તો ઓછા વધારે થતાં સ્વીકારનારા જઘન્યથી એક કે બે પણ હોય અને ઉત્કૃષ્ટથી એક સો પણ હોય. પૂર્વપ્રતિપન્ન તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અપેક્ષાએ ક્રોડપૃથકત્વ હોય. (૧૩) અભિગ્રહઃ યથાલદિકકલ્પ અભિગ્રહ સ્વરૂપ હોવાથી