________________
શ્રમણ ધર્મ
૨૪૩
ત્યારે કોઈ વિઘ્ન ન હોય તો એક માસ અને વિઘ્ન આવે તો તેથી ન્યૂન કે અધિક પણ રહેવાનું થાય' એમ કહે. (૧૦) વડી નીતિ – (૧૧) લઘુનીતિ = શય્યાતરે એ બંને જ્યાં પરઠવવાની અનુમતિ આપી હોય ત્યાં જ પરઠવે; બીમારી વગેરે કારણે તો કુંડી વગેરેનો ઉપયોગ કરીને બહાર પરઠવે. (૧૨) અવકાશ= બહાર ખુલ્લી ભૂમિમાં બેસવું, પાત્ર ધોવાં વગેરે પણ શય્યાતરની અનુમતિ હોય ત્યાં કરે. અને કારણે તો કમઠક (મોટા પાત્ર) વગેરેમાં પણ ધોવે. (૧૩) તૃણ-પાટીઉં= સંથારા માટે તૃણ કે પાટીયું વગેરે વસ્તુઓ પણ શય્યાતરની અનુમતિ મળે તે વાપરે (બીજું નહિ.) (૧૪) સંરક્ષણ : જ્યાં રહેલા હોય ત્યાં ગૃહસ્થ જો પશુઓ વગેરેની રક્ષા ભળાવે તો, અશિવ આદિના કારણે રહેવું પડે તેમ હોય તો કહે કે “અમે રહીશું તો રક્ષણ કરીશું.” (૧૫) સંસ્થાપન : ગૃહસ્થ મકાનાદિના સંસ્કાર કરવા માટે કહે તો કહેવું કે “એવા કામમાં અમે કુશળ નથી.” (૧૬) પ્રાકૃતિકા. જ્યાં બલિ-નૈવેદ્ય તૈયાર થતું હોય તેવી વસતિ-ઉતારાને પ્રાભૃતિકા કહેવાય છે. કારણે એવા સ્થાનમાં રહેવું પડ્યું હોય તો પોતાનાં ઉપકરણોનું સારી રીતે રક્ષણ કરે અને જ્યાં સુધી ગૃહસ્થો બલિ તૈયાર કરે ત્યાં સુધી એક બાજુ રહે.'
(૧૭) અગ્નિ, (૧૮) દીપક મકાનમાં અગ્નિ કે દીપક સળગાવેલાં હોય ત્યાં કારણે રહેવું પડે તો આવશ્યક (પ્રતિક્રમણ) બહાર-તેના પ્રકાશથી બચી શકાય ત્યાં કરે. •
(૧૯) અવધાન : જો ગૃહસ્થો બહાર ખેતર વગેરેમાં જતાં કહે કે “અમારા ઘરોનો ઉપયોગ (સંભાળ) રાખજો” ત્યારે પણ કારણે રહેવું પડ્યું હોય તો સ્વયં ઉપયોગ રાખે અથવા ઉપસ્થાપના કર્યા વિનાના સામાયિક ચારિત્રવાળા સાધુઓ હોય તો તેમના દ્વારા સંભાળ રખાવે. (૨૦) કેટલા? ગૃહસ્થ પૂછ્યું હોય કે કેટલા સાધુઓ મારા મકાનમાં રહેશો ? ત્યારે કારણે ત્યાં રહેવું પડ્યું હોય અને અમુક સંખ્યામાં રહીશું, અધિક નહિ રહીએ' એવો નિર્ણય ગૃહસ્થને જણાવીને રહ્યા હોય તો પછી પ્રાપૂર્ણકાદિ (અન્ય) સાધુઓ આવે તેઓને રાખવા માટે પુનઃ ગૃહસ્થની અનુમતિ માગે, જો આપે તો ત્યાં, નહિ તો બીજા મકાનમાં ઉતારે. (૨૧-૨૨) ભિક્ષાચરી અને પાણી : ગોચરી-પાણી કોઈવાર નિયત દ્રવ્યાદિ ભાંગે અને કોઈવાર અનિયત દ્રવ્યો, અનિયત ક્ષેત્રમાંથી, અનિયતકાળે પણ ગ્રહણ કરે. (૨૩-૨૪) લેપાલેપ-અલેપ : કોઈવાર આહાર-પાણી લેપકૃતું, કોઈવાર અપકૃત્ વહોરે. (૨૫) આયંબિલ કોઈવાર આયંબિલ કરે, કોઈવાર ન પણ કરે. (૨૬) પડિમા:
ભદ્રા” વગેરે પડિકાઓ વહન કરવી અવિરુદ્ધ છે. અર્થાત્ વહન કરી શકે. (૨૭) માસકલ્પઃ માસકલ્પ વગેરે અભિગ્રહો પણ ગચ્છાવાસીઓને કરી શકાય.