________________
શ્રમણ ધર્મ
૨૪૧
સાધુઓએ પાત્રમાં અસંસ્કૃષ્ટ (મૃતક ને અડકે નહિ તે રીતે) પાણી સાથે લેવું. (પરઠવતાં ગૃહસ્થ જોતો હોય તો શૌચ કરવા માટે.) ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ મૃતકનાં વડીનીતિ-લઘુનીતિની તથા શ્લેષ્મની કુંડીઓ પરઠવી દેવી. પછી વસતિ પ્રમાર્જવી, પરઠવવા જનારાઓએ, પરઠવવા માટેની ભૂમિમાં પાણી ભરાયું હોય, વનસ્પતિ ઉગી હોય અથવા મૂળ ભૂમિ વિસરી જાય એથી પાછા ફરવું પડે તો જે માર્ગે જાય તે માર્ગે પાછા ન ફરવું, પણ અન્ય માર્ગેથી પાછા ફરવું. પરઠવવાની ભૂમિએ પહોંચ્યા પછી વાચનાચાર્ય તે ભૂમિને પ્રમાર્જીને સાથે લાવેલ કેસરાઓની અખંડધારાથી તે ભૂમિ ઉપર અવળો ‘ì’ આલેખે. (સામાચારીમાં અને આવશ્યકાદિ ગ્રંથોમાં ‘ત્’ આલેખવાનું વિધાન છે.) પછી તેના ઉપર મૃતકને સ્થાપીને અમુકનો શિષ્ય-અમુક નામનો સાધુ અતીત થયો (-કાલધર્મ પામ્યો), અમુક આચાર્યનાઅમુક ઉપાધ્યાયનો નિશ્રાવર્તી અમુક સાધુ કાળધર્મ પામ્યો, (એમ સર્વનાં નામ ઉચ્ચારવાં.) સાધ્વી કાળધર્મ પામે ત્યારે અમુકની શિષ્યા-અમુક સાધ્વી કાલધર્મ પામી, અમુક પ્રવર્તિનીનું નામ પણ આચાર્યાદિના નામ પછી બોલવું. (વર્તમાનમાં ગણ-શાખા-આચાર્ય-ઉપાધ્યાય અને પ્રવર્તિનીના નામોચ્ચારપૂર્વક કાલધર્મ પામનારનું નામ દઈને વોસિરાવાય છે, તે આ વિધિનું અનુકરણ છે.) એમ નામોચ્ચારપૂર્વક “તિવિહં િિવષેમાંં આ વોસિરાવ્યું” એમ ત્રણવાર કહીને વોસિરાવે. ૫૨ઠવ્યા પછી પાછા ફરતાં મૃતકને પ્રદક્ષિણા ન થાય તેમ જ્યાં ઊભા હોય ત્યાંથી (સીધા) પાછા ફરવું. (૭) ૫૨ઠવ્યા પછી કપડાં ઉતારી લઈને (૮) મહાપારિટ્ઠાવણિઆ વોસિરણત્યં કાયોત્સર્ગ કરવો, તેમાં એક નવકાર મંત્રને ચિંતવીને ‘તિવિહં તિવિહેણું વોસિરિઅં’ એમ પ્રગટ બોલવું. તે પછી વસ્ત્ર ઉલટું પહેરીને યથારત્નાધિકનો ક્રમ તજીને ત્યાંથી ચૈત્યઘરમાં (નંદી પાસે) જાય, ઉલટા હાથમાં ઓઘો ઉલટો પકડીને ગમનાગમનની આલોચના કરે, તે પછી ઇરિયાવહિ પ્રતિક્રમણ કરે, તે પછી ઉલટું ચૈત્યવંદન કરે અને તેમાં ‘અજિતશાંતિ’ સ્તવ કહે, તે પછી સીધા ક્રમથી ઇરિ૦ પ્રતિક્રમણ કરીને (૯) દેવવંદન કરે. સ્તવમાં અજિતશાંતિસ્તવ કહીને (૧૦) આચાર્યની સન્મુખ આવીને વંદન કરી પરઠવવામાં અવિધિ થઈ હોય તેનો કાઉસ્સગ્ગ કરે, તેમાં એક નમસ્કાર ચિંતવીને ઉપર પ્રગટ નવકાર બોલે, (૧૧) કોઈ મહર્ક્ટિક (આચાર્ય, અનશની, મોટા તપસ્વી, બહુશ્રુત અથવા બહુજનમાન્ય) સાધુ કાલધર્મ પામ્યા હોય તો અસ્વાધ્યાય પાળે અને તે દિવસે ઉપવાસ કરે, સર્વ સાધુના નિમિત્તે અસ્વાધ્યાય કે ઉપવાસ કરવાનો વિધિ નથી. તે પણ ઉપદ્રવ ન હોય તો આ વિધિ કરવાનો છે, અશિવાદિ ઉપદ્રવ પ્રસંગે તો ઉપવાસ, અસ્વાધ્યાય, અને અવિધિએ પરઠવવાનો કાયોત્સર્ગ, એટલું નહિ કરવું. એ પ્રમાણે