________________
શ્રમણ ધર્મ
मूलम्
अनुयोगगणानुज्ञाऽप्यनवद्यक्रमागता ।
तमेव सूत्रविदितं वर्णयामो यथास्थितम् ।। १२८ । ।
ગાથાર્થ : અનુયોગ અને ગચ્છની અનુજ્ઞાને પણ કહેવાનો શાસ્ત્રોક્ત ક્રમ હવે પ્રાપ્ત થયો, માટે શાસ્ત્રમાં કહેલા તે ક્રમને યથાસ્થિત કહીએ છીએ.
-
૨૨૧
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ‘અનુયોગ' એટલે સૂત્રના અર્થનું વ્યાખ્યાન, અને ‘ગણ’ એટલે ગચ્છ, આ બન્નેની અનુમતિ (અનુજ્ઞા) આપવી અને લેનારે લેવી તે પણ સાપેક્ષ યતિધર્મ છે. દીક્ષા લઈને ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા મેળવવી વગેરે ક્રમથી આરાધના કરીને જેણે અનુજ્ઞાની યોગ્યતા પ્રાપ્ત કરી હોય. તેવાને અનુજ્ઞા કરવી તે સાપેક્ષ યતિધર્મ છે.
હવે ક્રમનું યથાર્થસ્વરૂપ શાસ્ત્રોક્તવિધિ દ્વારા બતાવે છે. मूलम् - व्रतग्रहेऽष्टौ सूत्रार्थ - विहारे द्वादश क्रमात् । पञ्चचत्वारिंशवर्षे, योग्यतैवं गणिस्थितेः । ।१२९।।
ગાથાર્થ : વ્રત ગ્રહણ કરવામાં આઠ અને સૂત્ર, અર્થ અને વિહારમાં બાર-બાર એમ (કુલ ૪૪ વર્ષ ગયા પછી ઉંમરથી) પીસ્તાલીસમાં વર્ષે અનુયોગની અને ગણની અનુજ્ઞા માટેની યોગ્યતા પ્રગટેં છે. .
ટીકાનો સંક્ષેપભાવાર્થ : આઠ વર્ષથી નાની ઉંમરે પરાભવનો સંભવ હોવાથી અને તથાઅધ્યવસાયની પ્રાપ્તિ પણ થતી ન હોવાથી આઠ વર્ષથી નીચેનાને ચારિત્રનો નિષેધ છે. સૂત્રાર્થ વિહારમાં પ્રત્યેક બાર-બાર વર્ષો કહ્યા તે સૂત્ર ભણવામાં ૧૨, અર્થ ભણવામાં ૧૨ અને વિહાર એટલે કે ભિન્નભિન્ન દેશોનો અનુભવ મેળવવા પૂર્વક ભવ્યજીવોને ધર્મોપદેશ કરતા વિચરવામાં ૧૨ વર્ષ પસાર કરતાં જે ૪૫ વર્ષની વયવાળો હોય તે અનુયોગ અને ગણની અનુજ્ઞા માટે યોગ્ય બને છે. હવે તે યોગ્યતા પ્રગટ થયા પછીનું કર્તવ્ય બે શ્લોકોથી કહે છે. मूलम् - ईदृग्पयार्यनिष्पन्नः, षट्त्रिंशद्गुणसंगतः ।
तो यतियुक्तो, मुक्त्यर्थी सङ्घसंमतः । । १३० ।। · श्रुतानुयोगानुज्ञायाः पात्रं न तु गुणोज्झितः ।
अपात्रे तत्प्रदाने यन्, महत्याशातना स्मृता ।।१३१।।
ગાથાર્થ : એવા પર્યાય (ઉંમરે) પહોંચેલા, છત્રીસ ગુણોથી યુક્ત, દૃઢ (અખંડ) વ્રતવાળા, શિષ્યાદિ પરિવારયુક્ત, મુક્તિનો અર્થી અને સંઘમાન્ય, એ ગુણોથી