________________
૨૧૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ (૧૦) આસન : સ્ત્રી, પશુ અને નપુંસકો વગેરે ભાવકાંટાઓથી રહિત સ્મશાન - પર્વતની ગુફા) વગેરેને આસન માનીને નિર્ભય અને શરીરમમતાથી પણ રહિત બનેલો મુનિ ત્યાં ઇષ્ટ-અનિષ્ટ ઉપસર્ગોને સહન કરે. (૧૧) શવ્યા (ઉપાશ્રય) : સારા-નરસા ઉપાશ્રયમાં સુખ-દુ:ખને સમભાવે. સહન કરે, તેમાં રાગ-દ્વેષ ન કરે. (૧૨) આક્રોશ : કોઈ આક્રોશ કરે તો પણ પોતાના ક્ષમાશ્રમણપણાને સમજતો મુનિ સામો આક્રોશ ન કરે: આક્રોશ કરનારનો અપકાર નહિ પણ સમતા ધર્મની સાધના માટે નિમિત્ત આપતો હોવાથી ઉપકાર માને. (૧૩) વધ : કોઈ તાડન-તર્જન કરે તો પણ સમતાથી સહન કરે. ક્રોધની દુષ્ટતાને અને ક્ષમાધર્મના ઉપકારને સમજતો જ્ઞાની સામો પ્રહાર ન કરે. (૧૪) યાચના : બીજાના દાન ઉપર જીવનારા સાધુઓને યાચના કરવી અનુચિત નથી' એમ (જિનાજ્ઞાને) સમજતો મુનિ યાચનાનું દુઃખ ન ધરે અને પુનઃ ગૃહસ્થજીવનની ઇચ્છા પણ ન કરે. (૧૫) અલાભ : લાભાંતરાય કર્મના ઉદય તથા ક્ષયોપશમની વિચિત્રતાને જાણનારી મુનિ આહાર-વસ્ત્ર-પાત્રાદિ (બીજાને માટે કે પોતાના માટે) ગૃહસ્થ-દાતાર પાસેથી ન મળે તો પણ ખેદન કરે, અને મળે તો હર્ષ પણ ન કરે, (૧૩) રોગ : શારીરિક રોગ આવે ત્યારે ઉદ્વેગ ન કરે. ‘કર્મોદય જન્ય રોગને સમતાથી સહન કરતાં કર્મો ખપી જાય છે એમ સમજી ઔષધની ઇચ્છા પણ ન કરે, કિન્તુ આત્માથી શરીરને ભિન્ન અનુભવતો દીનતા વિના સહન કરે. (૧૭) તૃણ સ્પર્શ : વસ્ત્રોના અભાવે કે વસ્ત્રો થોડાં અથવા ટુંકાં હોવાથી તૃણ-ઘાસ વગેરે પાથરીને સુવે, તૃણના કર્કશ સ્પર્શને સહન કરે, કિન્તુ કોમળતૃણની(સ્પર્શની) ઇચ્છા ન કરે. (૧૮) મલ: ઉનાળાના તાપથી થતા પરસેવાને યોગે સર્વ અંગોમાંથી ઝરતા મેલથી ઉત્તમમુનિ ઉગ ન પામે, સ્નાનને ન ઇચ્છે, અને મેલને ન ઉતારે, પરંતુ શરીરની અશુચિતાનું તથા વસ્તુના તે તે ધર્મનું ધ્યાન કરતો) સમતાથી સહન કરે. (૧૯) સત્કાર : ઉત્તમમુનિ સત્કારને ઇચ્છે નહિ. સત્કાર કોઈ ન કરે તો દીન થાય નહિ. તેમ કરે તો હર્ષ પણ ન કરે. (કિંતુ તે સત્કાર ચારિત્રધર્મનો થાય છે, તેમ સમજી ચારિત્રધર્મમાં સન્માન-પ્રીતિ વધારે.) (૨૦) પ્રજ્ઞા : પ્રાજ્ઞવંત મુનિ પોતાના પ્રજ્ઞાના (બુદ્ધિના) ઉત્કર્ષથી અહંકાર ન કરે. પરંતુ અધિક જ્ઞાનીઓની અપેક્ષાએ પોતે અજ્ઞાન છે. એમ વિચારી તેઓનો વિનય કરે તથા અલ્પજ્ઞાનવાળા પ્રત્યે અનાદર ન કરતાં વાત્સલ્ય કરે. (૨૧) અજ્ઞાન : પ્રયત્ન કરવા છતાં ભણી શકાતું ન હોય તો ખેદ ન કરે. અજ્ઞાનને સમતાથી સહન કરી પ્રયત્ન