________________
૨૦૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ દિશામાં વળે છે? વગેરે જોઈને ધારી લે. ઉપરાંત વડીનીતિ – લઘુનીતિ માટેની યોગ્યભૂમિ, પાણી મળવાનાં સ્થળો, વિસામાના સ્થાનો, ભિક્ષા દુર્લભ છે કે સુલભ ? વચ્ચે રહેવા માટે ઉપાશ્રયો મળે તેમ છે કે નહિ, માર્ગમાં ચોર-લૂંટારા વગેરે છે કે નહિ ? અથવા દિવસે અને રાત્રે ક્યાં ક્યાં કેવા વિદ્ગો સંભવિત છે ? ઇત્યાદિ સઘળું જાણી લે.
ક્ષેત્રને શોધવા જનારા (ગચ્છવાસી) પ્રત્યુપેક્ષકો (ભણે, પણ) સૂત્રપોરિસીઅર્થપોરિસીને ન કરે. અર્થાત્ (પાછા આવે ત્યાં સુધી) સ્વાધ્યાયને ગૌણ કરે. અન્યથા (વિલંબ થવાથી) ગુરુને તેટલો સ્થિર (નિત્ય) વાસ કરવો પડે, વગેરે દોષો થાય. યથાલદિક સાધુઓ જાય તો સૂત્ર-અર્થ (પોરિસીના ક્રમે) ભણે. બાળ, વૃદ્ધ, નવદીક્ષિત, આચાર્ય, ગ્લાન, તપસ્વી તથા પ્રાદુર્ણક સાધુઓને યોગ્ય - અનુકૂળ આહાર પાણી આદિ જ્યાં ત્રણે કાળ મળે તે ક્ષેત્ર.ગચ્છ માટે યોગ્ય ગણાય વિશેષ - બૃહત્કલ્પભાષ્યથી જાણી લેવું. .
આ રીતે ક્ષેત્રની શોધ કર્યા પછી તે તે ક્ષેત્રમાં ગયેલા સાધુ ગુરુ પાસે જઈને તે તે ક્ષેત્રનું સ્વરૂપ જણાવે. ગુરુ પણ સમગ્ર વાતો સાંભળી, વિચાર કરીને સમગ્ર ગચ્છની સંમતિપૂર્વક જે ક્ષેત્ર નિર્દોષ જણાય ત્યાં જવા માટે નિર્ણય કરે. જવાના પૂર્વના દિવસે સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ જેના મકાનમાં રહ્યા હોય તે ગૃહસ્થને ધર્મોપદેશ કરીને પોતાનો જવાનો સમય (-નિર્ણય) જણાવે. પહેલાંથી જણાવે તો (ગર હવે જશે એમ સમજીને) સારું જમણ બનાવે અને જતી વેળા જણાવે તો (ગુરુવિરહના દુઃખથી) રડે, વગેરે અનેક દોષો લાગે. તે પછી બીજા દિવસે સવારે સૂત્રની-અર્થની બે પોરિસી પૂર્ણ કરીને (વાચના પછી) અને અપવાદથી સૂર્યોદય પછી કે પહેલાં પણ વિહાર કરે.
સમગ્ર ઉપધિ તૈયાર કરી ક્ષેત્રપ્રત્યુપ્રેક્ષકો બતાવે તે માર્ગે ક્રમશ: જ્યાં જવાનું નક્કી કર્યું હોય તે ગામે પહોંચે, ત્યાં પહોંચ્યા પછી પ્રથમ ક્ષેત્રની ગવેષણા કરનારા પ્રત્યુપ્રેક્ષકો પડદો, દાંડો, અને દંડાસણ લઈને જ્યાં ઉતરવાનું નિર્ધાર્યું હોય ત્યાં જાય અને “અમારા ગુરુ પધારે છે' એમ શય્યાતરને જણાવીને વસતિને પ્રમાર્જીને બારણે પડદો બાંધે અને ધર્મકથા કરનાર એકને ત્યાં શય્યાતરની પાસે મૂકીને બીજા પાછા ગુરુ પાસે જઈને સઘળું જણાવે. વળી વૃષભસાધુઓ શકુનોને જોતા અક્ષ (સ્થાપનાચાર્યજી)ને લઈને આગળ ચાલે, કારણ કે ગુરૂ આગળ ચાલે અને મકાન વ્યાઘાતવાળું હોય અને પાછા ફરવું પડે તો હલકાઈ થાય. વિપ્ન જેવું ન લાગે તો ગુરુ ઉપાશ્રયમાં પ્રવેશે, ત્યારબાદ શેષ સાધુઓ થોડા થોડા પ્રવેશ કરે. પણ બધા