________________
૨૦૬
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ દ્રવ્યવિષયમાં એટલે ભક્તો, આહાર પાત્ર, વગેરેમાં, ક્ષેત્રમાં એટલે પવન રહિત હોવાથી આ ઉપાશ્રય અનુકૂળ છે, એમ ક્ષેત્ર પ્રતિબંધ, કાળમાં એટલે અમુક ક્ષેત્રમાં અમુક ઋતુ સુખકર છે માટે તે ઋતુમાં ત્યાં જાઉં એ કાળ પ્રતિબંધ અને ભાવમાં એટલે સ્નિગ્ધ, મધુર આહારાદિ મળવાથી શરીરપુષ્ટિ વગેરે સુખની ઇચ્છા તે ભાવપ્રતિબંધ, એજ રીતે પ્રતિકૂળ દ્રવ્યાદિને ત્યાગ કરવારૂપ પ્રતિબંધ એમ દ્રવ્યાદિ ચાર પ્રકારે પ્રતિબંધ સમજવો. . ' '
આમ પ્રતિબંધથી શાસ્ત્રાનુસારે માસકલ્પાદિના ક્રમે કરેલો પણ વિહાર કાર્ય . સાધક બનતો નથી, માટે જ દ્રવ્યાદિ પ્રતિબંધ રહિતને જ વિહાર અથવા તો ગાઢ કારણે કરેલો સ્થિરવાસ પણ શ્રેયસ્કર છે. ઉપરોક્ત પ્રતિબંધથી સુખની લાલચે ઉત્સર્ગ માર્ગે એક માસથી અધિક એક સ્થળે રહેવું નહિ. તે જ રીતે ઉપરોક્ત પ્રતિબંધથી અન્યત્ર વિહાર પણ ન કરવો. જેમકે અમુક ક્ષેત્રમાં જઈશ તો શ્રાવકો મારા ભક્ત થશે, ઉપાશ્રય પવનરહિત મળશે, આહારાદિ સારા મળશે, શરી. પણ પુષ્ટ થશે. આવા પ્રતિબંધથી વિહાર ન કરે. '
કારણે તો (દુષ્ટ દ્રવ્યાધિરૂપ દોષોના કારણે તો) ન્યૂનાધિક માસકલ્પ પણ કરી શકાય. પરંતુ કારણે બાહ્યદૃષ્ટિએ માસકલ્પાદિ વિહાર ન થઈ શકે અને એક જ ગામ વગેરેમાં રહેવું પડે ત્યારે પણ ભાવથી ઉપાશ્રય, મહોલ્લો અથવા ઉપાશ્રયમાં જ ખૂણો બદલીને પણ પ્રતિમાસ સ્થાન બદલવું.
વિહાર પણ દ્રવ્યાદિની જયણાથી કરવો. દ્રવ્યથી, નેત્રો વડે જોઈને, ક્ષેત્રથી, યુગપ્રમાણ ભૂમિને જોતો, કાળથી, જ્યાં ચાલે ત્યાં સુધી અને ભાવથી, ઉપયોગપૂર્વક, એમ ચતુર્વિધ જયણાથી વિહાર કરવો.
સૂત્ર અને અર્થ બંનેથી યુક્તને ગીતાર્થ કહેવાય છે. તે ગીતાર્થની આજ્ઞાપૂર્વક વિચરવું. ઉપદેશમાલામાં કહ્યું છે કે એક સ્વયં ગીતાર્થ હોય તેનો અને બીજો ગીતાર્થની નિશ્રામાં એમ બે પ્રકારે વિહાર કહ્યો છે. વિહારનો ત્રીજો પ્રકાર શ્રી જિનેશ્વર પરમાત્માએ કહ્યો નથી. કારણ કે ગીતાર્થ જ કાર્યાકાર્યનો વિચાર કરી સંયમમાં લાભ થાય તે રીતે ઉત્સર્ગ અને અપવાદને સેવે, જ્યારે અજ્ઞાન સાધુ સ્વબુદ્ધિએ વર્તે, જેથી આત્મ અને સંયમ વિરાધનાનો સંભવ રહે. .
પ્રસંગાનુસાર વિહારનો કંઈક વિધિ બૃહત્કલ્પભાષ્યને અનુસાર કહેવાય છે. ગચ્છમાં આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, ભિક્ષુક અને ક્ષુલ્લક એ પાંચ પ્રકારે સાધુઓ હોય છે.
આ પાંચ પ્રકારના સાધુઓ શિષ્યોની ઉત્પત્તિ કરતા (યોગ્ય જીવોને દીક્ષા