________________
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨
ટીકાનો સંક્ષેપભાવાર્થ : ચારે પ્રકારના અદત્તને ‘ત્રિવિધ ત્રિવિધેન’ યાવંજીવ સુધી ન લેવું તે ત્રીજું અસ્તેયવ્રત છે. ચાર પ્રકારનું અદત્ત આ પ્રમાણે છે. (૧) સ્વામી અદત્ત: તૃણ, કાષ્ઠ વગેરે વસ્તુને માલિકની રજા વિના લેવું તે સ્વામી અદત્ત. (૨) જીવ અદત્ત : વસ્તુનો માલિક આપતો હોય, છતાં તે વસ્તુમાં રહેલો જીવ સંમત ન થાય, છતાં પણ તેનો ઉપયોગ કરવો તે જીવ અદત્ત ગણાય. જેમકે પ્રવ્રજ્યાની ઇચ્છા વિનાના પુત્ર વગેરેને તેના માતા-પિતાદિ સાધુને આપે તે જીવ અદત્ત કહેવાય. (૩) તીર્થંકર અદત્ત : જેના સ્વામીએ આપેલું હોય અને પ્રાસુક પણ હોય અર્થાત્ જીવ વડે પણ વિસૃષ્ટ હોય, પરંતુ જે લેવાનો તીર્થંકરોએ નિષેધ કર્યો હોય તેવું લેવું તે તીર્થંકર અદત્ત. જેમકે આધાકર્મ દોષવાળું અન્નાદિ. (૪) ગુરુ અદત્ત : તીર્થંકરોએ નિષેધ ન કર્યો હોય, નિર્જીવ હોય, માલિકે આપ્યું હોય, પરંતુ ગુરુની તે લેવાની અનુજ્ઞા ન હોય, તો તે વાપરવું તે ગુરુ અદત્ત. આ ચારે પ્રકારના અદત્તનો જીવનપર્યંત ત્યાગ કરવો તે ‘અદત્તાદાન વિરમણ' મહાવ્રત કહેવાય. ત્રીજું મહાવ્રત કહ્યું, હવે ચોથું મહાવ્રત કહે છે...
૧૮૦
मूलम् - दिव्यमानुषतैरश्च-मैथुनेभ्यो निवर्त्तनम् ।
त्रिविधं त्रिविधेनैव तद् ब्रह्मव्रतमीरितम् ।।११४।। ગાથાર્થ : દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી, એમ ત્રણેય મૈથુનોથી ત્રિવિધ-ત્રિવિધ ભાંગે નિવૃત્તિ કરવી, તેને બ્રહ્મવ્રત, કહ્યું છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ : વૈક્રિયશરીરધારી દેવસંબંધી, ઔદારિકશરીરધારી મનુષ્ય સંબંધી અને તિર્યંચ યોનિવાળા દેહસંબંધી - એ ત્રણે પ્રકારના સ્ત્રી-પુરુષના સંભોગની ક્રિયાથી અટકવું તેને બ્રહ્મવ્રત કહેવાય છે. તે દેશથી પણ થતું હોવાથી કહ્યું કે ‘ત્રિવિધ-ત્રિવિધેન' અર્થાત્ મન-વચન-કાયાથી સેવવું નહિ, સેવરાવવું નહિ અને અનુમોદવું પણ નહિ, તેને શ્રીજિનેશ્વરોએ બ્રહ્મચર્યવ્રતં કહ્યું છે. તે પણ યાવજ્જીવ. આ રીતે ઔદારિક અને વૈકિય એમ બે શરીરના મન-વચન-કાયાથી (૩×૨)=૬ ને સેવવું આદિ ત્રણની સાથે ગુણતાં અઢાર પ્રકારનું બ્રહ્મચર્યવ્રત છે ।।૧૧૪૫ ચોથું મહાવ્રત કહ્યું, હવે પાંચમું મહાવ્રત કહે છે.
मूलम् - "परिग्रहस्य सर्वस्य सर्वथा परिवर्जनम् ।
आकिञ्चन्यव्रतं प्रोक्तमर्हद्भिर्हितकाङ्क्षिभिः । ।११५ ।।
ગાથાર્થ : સર્વ પ્રકારના પરિગ્રહનો સર્વ પ્રકારે ત્યાગ કરવો તેને હિતકાંક્ષી શ્રી અરિહંત દેવોએ આકિંચન્ય (અપરિગ્રહ)વ્રત કહ્યું છે.