________________
૧૭૮
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ ત્રીજી મિશ્રભાષાના દસ પ્રકારો આ પ્રમાણે છે. (૧) ઉત્પન્નમિશ્રિતા તેમાં ઉત્પન્નની સંખ્યા પૂરવા માટે અનુત્પન્ન છતાં જે ઉત્પન્ન તરીકે બોલાય છે. જેમકે કોઈ ગામમાં ન્યૂનાધિક બાળકોનો જન્મ થવા છતાં, “આજે અહીં દસ બાળકો જન્મ્યા' એવું વ્યવહારથી અનિશ્ચિત બોલવું, તેમાં સત્ય અને અસત્ય બને છે. અથવા જેમકે “હું કાલે તને સો રૂપિયા) આપીશ' એવું કહીને બીજે દિવસે પચાસ આપે તો પણ લોકમાં તે મૃષાવાદી મનાતો નથી, વસ્તુત: બાકીના પચાસ ન આપ્યા તેટલા અંશમાં જૂઠાપણું છે, માટે તેવી ભાષા ઉત્પન્નમિશ્રિતા સમજવી. આ રીતે આંશિક સત્યાસત્ય બીજા ભેદોમાં પણ યથામતિ સમજી લેવું.
(૨) વિગત મિશ્રિતઃ ગામમાં મરણ પામેલાની સંખ્યા કરતાં ન્યુનાધિક સંખ્યા કહેવી તે વિગતમિશ્રિત. જેમકે મરણાદિ ‘ગતભાવોને આશ્રયિને મિશ્રવચન બોલાય તે વિગત મિશ્રિત. (૩) ઉત્પન્ન-વિગતમિશ્રિતઃ ઉત્પન્ન-વિગત બંનેને આશ્રયિને બોલવું તે. જેમ કે “આજે દસ જમ્યા અને દસ મર્યા” વગેરે કહેવું તે. (૪) જીવમિશ્રિતઃ જેમકે કોઈ એક ઢગલામાં ઘણા જીવો જીવતા હોય અને થોડા મરેલા પણ હોય, એવા ભેગા રહેલા “શંખ શંખનક' વગેરેના ઢગલાને જીવનો ઢગલો કહેવો તે જીવ મિશ્રિત. (પ) અજીવમિશ્રિત: જેમાં ઘણા મરેલા અને થોડા જીવતાં હોય તેવા સમુહને અજીવસમુહ કહેવો. (૯) જીવાજીવમિશ્રિતઃ તેવા જ ઢગલામાં નિશ્ચય કર્યા વિના “આટલા જીવતા છે અને આટલા મરેલા છે' એવું નિશ્ચય વાક્ય બોલવું તે
જીવાજીવમિશ્રિત. (૭) અનન્સમિશ્રિતઃ “મૂલા વગેરે કોઈ અનંતકાયને તેનાં જ પાંદડાં પાકી ગયા હોય ત્યારે કે બીજા કોઈ પ્રત્યેક વનસ્પતિની સાથે મિશ્રિત થયેલા હોય ત્યારે “આ સઘળો અનંતકાય છે” એમ બોલવું તે. (૮) પ્રત્યેકમિશ્રિત પ્રત્યેક વનસ્પતિને અનંતકાય સાથે મિશ્રિત જોઈને બધો સમુહ પ્રત્યેક છે' એમ બોલવું તે. (૯) અદ્વામિશ્રિત : અદ્ધા એટલે કાળ, અહીં પ્રસંગાનુસાર દિવસ કે રાત્રિનો સમજવો. તેનાથી મિશ્રિત તે અદ્ધામિશ્રિત. જેમકે- એક માણસ કામ માટે બીજાને ઉતાવળ કરાવવા માટે દિવસ છતાં બોલે કે - “રાત્રિ પડી.” અથવા રાત્રે પણ જગાડવા માટે કહે કે “દિવસ ઉગ્યો તે અદ્ધામિશ્રિત. (૧૦) અદ્ધાદ્ધા મિશ્રિત : રાત્રિ કે દિવસનો એક ભાગ તે અદ્ધાદ્ધા કહેવાય, તેમાં બીજાને શીવ્રતા કરાવવા માટે પહેલા પ્રહરમાં કોઈ બોલે કે “જલ્દી કર, મધ્યાહ્ન થયો” (એમ રાત્રી માટે પણ સમજી લેવું) એવી ભાષાને અદ્ધાદ્ધામિશ્રિત જાણવી...
ચોથી અસત્યા-અમૃષા ભાષાના બાર ભેદો છે. (૧) આમંત્રણી : કોઈને આમંત્રણ કરવા માટે બોલવું તે. જેમકે હે દેવદત્ત ! “ઇત્યાદિ આમંત્રણી ભાષા