________________
૧૭૬
ધર્મસંગ્રહ ભાષાંતરનો સારોદ્વાર : ભાગ-૨ આ વ્રતને પ્રથમ કહેવાનું કારણ એ છે કે બીજા વ્રતોનો આધાર અહિંસા છે અને સૂત્રોમાં વ્રતોનો ક્રમ પણ તે પ્રમાણે છે. પ્રથમવ્રત કહેવાયું, હવે બીજાવ્રતનું લક્ષણ કહે છે કેમૂ - “સર્વથા સર્વતોડીવપ્રિયાગ્રહિતા !
વનાિિનવૃત્તિ, તત્સત્યવ્રતમુને સારા ગાથાર્થ સર્વ અસત્ય, અપ્રિય અને અહિતકર વચનથી સર્વથા નિવૃત્તિ કરવી, તેને સત્યવ્રત કહેવાય છે.
ટીકાનો સંક્ષેપભાવાર્થ સર્વ એટલે કે ક્રોધ-લોભ-ભય-હાસ્ય વગેરે કોઈપણ કારણથી બોલાતા અસત્ય, અપ્રીતિકારક અને ભવિષ્યકાળ અહિતકારી, આમ ત્રણ પ્રકારના દુષ્ટવચનથી સર્વથા = ત્રિવિધ - ત્રિવિધથી અટકવું તે શ્રીજિનેશ્વરોએ સત્યવ્રત કહ્યું છે. પ્રશ્ન : અહીં સત્યવ્રતનો અધિકાર હોવાથી માત્ર “અસત્ય બોલવાથી અટકવું તેટલું સત્ય વ્રત જ છે, તો અપ્રિય અને અહિતકર વચનનો ત્યાગ કરવાનું શા માટે કહ્યું? ઉત્તર : તેનું કારણ એ છે કે વ્યવહારથી સત્ય છતાં અપ્રિય અને અહિતકર વચનમાં પરમાર્થથી અસત્યતા છે. જેમકે ચોરને તું ચોર છે. ઇત્યાદિ કહેવું તે તેને અપ્રિય હોવાથી સત્ય નથી. તેથી જ દશવૈકાલિકના ૭માં અધ્યયનની ૧રમી ગાથામાં કહ્યું છે કે - “તે રીતે કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અથવા ચોરને ચોર પણ નહિ કહેવો.” એ કારણથી જ પ્રવચન સારોદ્ધારમાં છ પ્રકારની અપ્રશસ્ત ભાષાઓ કહી છે. (૧) (અવજ્ઞા પૂર્વકની ભાષા) હીલિતા, (૨) ખ્રિસિતા (નિંદાવચન), (૩) (કઠોર વચન તે) પુરૂષા, (૪) (જુઠ વચન તે) અસત્યા, (૫) (ગૃહસ્થની ભાષામાં “આ પુત્ર છે', “આ ભાણેજ છે.” વગેરે બોલવું તે) ગાર્યસ્થી, (૯) શમેલા કલહને પ્રગટાવનારી. એ છ ભાષાઓ દુષ્ટ છે. વળી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે પરને પીડા કરે તેવું સત્યવચન પણ નહિ બોલવું. જેમકે શિકારી પૂછે ત્યારે “મેં મૃગલાને આ દિશામાં જતા જોયાં છે.” આવું કહેવું તે સત્ય હોવા છતાં અસત્ય છે.
આ વ્રતના પાલન માટે ચાર પ્રકારની ભાષાના બેતાલીસ ઉત્તરભેદો છે તે સમજવા જોઈએ. માટે તેનું સ્વરૂપ પ્રવચન સારોદ્ધાર ગ્રંથાનુસાર જણાવાય છે.
મુખથી બોલાય તે વચનપ્રયોગને ભાષા કહેવાય, તેના ચાર પ્રકારો છે. (૧) સત્યાભાષા=સત્ ને હિતકારક તે ‘સત્યા' સના ૩ અર્થ છે. (અ) સપુરુષો, (બ) ઉત્તમ એવા ભૂલોત્તરગુણો, (ક) વિદ્યમાન જીવાદિ પદાર્થો, એમ દરેક (સત્)ને