________________
શ્રમણ ધર્મ
૧૭૩
છે. તેમ અગ્નિમાં પણ આહાર અને વૃદ્ધિ દેખાય છે. માટે પુરુષની જેમ અગ્નિનું પણ જીવત્વ સિદ્ધ છે. (૩)
વાયુમાં જીવત્વની સિદ્ધિઃ વાયુ જીવ છે, કારણ કે - ઘોડાની જેમ બીજાની પ્રેરણા વિના પણ તે અનિયત તિર્જી દિશામાં ગમન કરે છે. એમ અનુમાનનો પ્રયોગ કરવો. આ રીતે વાયુમાં જીવત્વ સિદ્ધ છે. અહીં “અન્યની પ્રેરણા વિના ગમન” કહ્યું, તેથી માટીના ઢેફા વગેરેની સાથે વિરોધ નથી રહેતો, કારણ કે ઢેકું વગેરે બીજાની પ્રેરણા વિના ચાલી શકતાં નથી. અને “અનિયત દિશામાં ગમન” કહ્યું તેથી નિયતદિશામાં (શ્રેણીબદ્ધ) ગતિ કરનારા પરમાણુની સાથે પણ વિરોધ નથી. કારણકે પરમાણુ નિયતદિશામાં (શ્રેણીબદ્ધ) ગમન કરે છે. (૪) .
વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ : “વૃક્ષો સચેતન છે, કારણ કે - તેમાં સ્ત્રીની અને ઉપલક્ષણથી પુરુષાદિની જેમ જન્મ, જરા, મરણ, વધવું, આહાર, દોહદ, આમય (બીમારી-પીડા), રોગ, ચિકિત્સા વગેરે હોય છે. જેમ સ્ત્રીઓને જન્મ વગેરે દેખાય છે, તેમ વૃક્ષોમાં પણ તે દેખાય છે. માટે વનસ્પતિમાં જીવત્વ સિદ્ધ છે. (૫)
બેઇન્દ્રિય વગેરે ત્રસકાય – જેવા કે કૃમિ, કીડી, ભ્રમર વગેરે તો જીવ છે જ.
આમ છકાયનું સ્વરૂપ જણાવીને સાધુના મૂલગુણોરૂપ પાંચ મહાવ્રતો તથા રાત્રિભોજન વિરમણવ્રત અને તેના અતિચારનું સ્વરૂપ સમજાવવું. (જે આગળ કહેવાશે.)
આ રીતે ષકાયાદિનું સ્વરૂપ કહીને શિષ્યની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પરીક્ષા કરવી. તે પરીક્ષાના વિષયો પંચવસ્તુ ગ્રંથમાં નીચે પ્રમાણે કહ્યા છે.
શિષ્યની પરીક્ષા માટે ગીતાર્થ ગુરુ પોતે ઇરાદાપૂર્વક ઉચ્ચાર-પ્રશ્રવણ (વડી-લઘુ નીતિ) વગેરે જેવાકૂલ ભૂમિમાં વાસિરાવે (તજ), કાયોત્સર્ગ માટે ઉભા રહેવું-બેસવું વગેરે સચિત્ત પૃથ્વીમાં કરે, નદી વગેરેમાં (પાણીની પાસે) ઉચ્ચારાદિ વાસિરાવે (કરે). જ્યાં અગ્નિ બીજાએ નાખ્યો હોય તેવા અગ્નિવાળા પ્રદેશમાં સ્પંડિલ વગેરે વાસિરાવે. વાયુ માટે પંખો વાપરે, લીલું ઘાસ હોય તેવી પૃથ્વીમાં તથા કીડી વગેરે ત્રસજીવો હોય ત્યાં સ્પંડિલ વોસિરાવે. ગોચરી ફરતાં દોષિત આહારાદિ વહોરે. જેથી એની પરીક્ષા થાય. ગુરુ એવી વિરાધના કરે છતાં જો શિષ્ય એ વિરાધના તજે, પોતે એવી પ્રવૃત્તિ ન કરે અને બીજા સાધુને પણ “આમ કરવું અયોગ્ય છે” એમ સમજાવે, તો તેને ઉપસ્થાપના માટે યોગ્ય સમજવો.
ઉપસ્થાપના વિધિપૂર્વક કરવી' આવું ૧૦૦મા શ્લોકમાં કહ્યું હતું. તેથી હવે વિધિ કહે છે